________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
આનંદ શ્રાવક : ધર્મધ્યાન
તદુપરાંત ૧૦/૧૦ હજાર ગાયોનું એક ગોકુળ, તેવાં ચાર ગોકુળ આપણાં છે. દેશાન્તરમાં ફરતાં ૫૦૦ વાહનો છે અને ૫૦૦ ગાડાં છે. ૫૦૦ હળ છે અને હજારો એક૨ જમીન છે. આ બધું હું તને સોંપી દઉં છું. બધો કાર્યભાર તારે સંભાળવાનો છે. હું ‘કોલ્લાગસન્નિવેશમાં જે જ્ઞાતકુળની પૌષધશાળા છે, ત્યાં એકાંતમાં રહીશ. ભવિષ્યમાં તું મને કોઈ પણ વાત પૂછવા આવીશ નહીં.'
www.kobatirth.org
આ પ્રમાણે મોટા પુત્રને કહીને, નિર્મમ-નિઃસંગ બની આનંદ ઘરેથી નીકળ્યા અને કોલ્લાગસન્નિવેશની પૌષધશાળામાં ગયા... ત્યાં ભૂમિનું પ્રમાર્જન કરી, દર્ભના ઘાસનો સંથારો કર્યો. દર્ભાસન પર બેસીને તેમણે શ્રાવકની ૧૧ પ્રતિમાઓનો સ્વીકાર કર્યો. તેમાં પહેલી પ્રતિમાને સૂત્રાનુસાર, પ્રતિમાસંબંધિત કલ્પને અનુસાર, માર્ગ મુજબ, તત્ત્વાનુસાર, સમ્યગ્ રીતે કાયાથી ગ્રહણ કરી અને ઉપયોગપૂર્વક એનું રક્ષણ કર્યું. અતિચારોનો ત્યાગ કરી વિશુદ્ધ કરી. પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં કેટલોક સમય વીતી જવા દીધો અને પહેલી પ્રતિમા પૂર્ણ કરી. આ રીતે આનંદે અગિયારે પ્રતિમાઓ વહન કરી.
એક દિવસ, રાત્રિના સમયે ધર્મચિંતન કરતાં કરતાં એક શુભ વિચાર આવ્યો : ‘આ પ્રતિમાઓની આરાધનાથી હવે મારું શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું છે. તે છતાં મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે. જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી મરણાન્તિક સંલેખના કરી, આહાર-પાણીનો ત્યાગ કરી, મૃત્યુની ઇચ્છા કર્યા વિના રહું, એ મારા માટે શ્રેયસ્કર છે.’
એણે અનશન સ્વીકાર્યું.
આ એકાંતમાં થયેલી સાધના-આરાધના હતી.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આ પૂર્ણ મૌન સાથે થયેલી આરાધના હતી,
આ તપ સાથે શાન્તિ-સમતાપૂર્વક થયેલી આરાધના હતી.
અને છેવટે આ બધી આરાધનાના ફળરૂપે
-
- આનંદ શ્રાવકનાં અધ્યવસાયો શુભ-શુદ્ધ બન્યાં,
- આનંદ શ્રાવકનાં મનઃપરિણામ શુભ-શુદ્ધ બન્યાં, – તેમની લેશ્યા શુદ્ધ બની,
અને તેમનું અવધિજ્ઞાનાવરણ કર્મ ક્ષયોપશમ પામ્યું, તેઓ અવધિજ્ઞાની બન્યા! પ્રત્યક્ષજ્ઞાની બન્યા!
- એક મહિનાની સંલેખના કરી.
For Private And Personal Use Only