________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨૮
ઉત્પત્તિ-વિનાશ અને પ્રીવ્ય સમજવા આજે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય-ત્રિપદીની વાત લખી છે. આત્માના સ્વપર્યાયો અને પરપર્યાયોની વાત લખી છે. આત્માનું પરમવિશુદ્ધ સ્વરૂપ સમજાય અને ગમી જાય તો જ તેમાં તન્મયતા પ્રાપ્ત થાય. એટલે આત્મા અંગેનું વ્યાપક અને ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે.
જોકે આત્માના સ્વરૂપને તર્કથી, બુદ્ધિથી સમજવું એક વાત છે, આત્માનો અનુભવ બીજી વાત છે. તન્મયતા અનુભવની સખી છે. આ અનુભવની વાત તર્કથી નહીં સમજાય, બુદ્ધિથી નહીં સમજાય. એ સમજવા માટે (અનુભવ પામવા માટે) ત્રણ વાતો જોઈએ :
૧. યથાર્થ સ્વરૂપનું જ્ઞાન. ૨. પરભાવ(આત્માથી ભિન્ન)માં અ-૨મણતા. ૩. સ્વરૂપ (આત્માનું શુદ્ધ સ્વરૂપ)-રમણમાં તન્મયતા.
આ રીતે વિચારતાં, સર્વપ્રથમ આત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન તો હોવું જ જોઈએ, તે શાસ્ત્રાધ્યયનથી પ્રાપ્ત થાય. પરંતુ શાસ્ત્રજ્ઞાન પામીને કૃતકૃત્યતા નથી માનવાની. પંડિત બનીને જ્ઞાનાભિમાન નથી કરવાનું શાસ્ત્રજ્ઞાન તો માત્ર દિશા બતાવનાર જ છે. સંસારસાગરને પાર કરવા તો આત્માનુભવના જહાજમાં જ બેસવું પડે. તે જ પાર ઉતારી શકે છે.
આત્મજ્ઞાનની તન્મયતા કેવી હોય અને આત્માનુભવ કેવો હોય એ અંગે હવે પછીના પત્રમાં લખીશ.
કુશળ રહો. તા. ૬-૫-૯૮
For Private And Personal Use Only