________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
પડુ દ્રવ્યોમાં લય धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता। स्थित्युपकृच्चाधर्मोऽवकाशदानोपकृद् गगनम् ।।२१५।। ધર્મ, અધર્મ અને આકાશ - આ ત્રણે દ્રવ્યો અરૂપી છે, અમૂર્તિ છે, એટલે ઇન્દ્રિયોથી આ દ્રવ્યોનું પ્રત્યક્ષ ન થઈ શકે. આ દ્રવ્યોના અસ્તિત્વમાં અને સ્વરૂપનિર્ણયમાં આગમ જ પ્રમાણભૂત છે. અલબત્ત આગમમાન્ય યુક્તિઓ પણ આ દ્રવ્યોના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
એક એવો સર્વસંમત સિદ્ધાંત છે કે કોઈપણ કાર્ય કારણ વિના નથી બનતું. કારણોના મુખ્ય બે પ્રકાર જૈનદર્શન બતાવે છે; ૦ ઉપાદાન કારણ ૦ નિમિત્ત કારણ.
વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ દ્રવ્યો બે છે : જીવ અને પુગલ. ગતિ અને સ્થિરતા, આ બે દ્રવ્યોનાં કાર્ય છે. એટલે ગતિ તથા સ્થિરતાનાં ઉપાદાન (મૂળભૂત) કારણ તો જીવ અને પુદ્ગલ જ છે. પરંતુ એનાં નિમિત્ત કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે.
કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તકારણ અવશ્યતયા અપેક્ષિત હોય છે. આ નિમિત્તકાર, ઉપાદાનકારણથી જુદું હોય છે. આ રીતે જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્તકારણ તરીકે ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને જીવપુગલની સ્થિરતામાં નિમિત્તકારણ તરીકે અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
ગતિપરિણત જીવોની અને પુદ્ગલોની ગતિમાં સહજ રીતે જ ધર્માસ્તિકાય સહાયક બને છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્યો ગતિશીલ ન હોય ત્યારે બલાત્કારે ધર્મ-દ્રવ્ય ગતિ કરાવતું નથી. એવી રીતે જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્યો ગતિશીલ હોય ત્યારે અધર્મ-દ્રવ્ય બલાત્કારે સ્થિતિ કરાવતું નથી. જેમ પાણીમાં માછલું ગતિશીલ હોય છે ત્યારે ધર્માસ્તિકાય એની ગતિમાં સહાયક બને છે. એ વખતે અધર્માસ્તિકાય માછલાને ઊભું રાખતું નથી.
આ જ રીતે, આકાશ-દ્રવ્ય સહજતાથી જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને અવકાશ આપે છે, અથવા કહો કે જીવાદિ દ્રવ્યોને સહજતાથી અવકાશ પ્રાપ્ત થાય છે. આધાર પ્રાપ્ત થાય છે. ૦ જે રીતે સ્વયં ખેતી કરતા કિસાનોને વર્ષા સહાય કરે છે, પરંતુ ખેતી નહીં
For Private And Personal Use Only