________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનના પાંચ પ્રકારો જો મન આવેશગ્રસ્ત હશે તો શરીરના અવયવોમાં ઉત્તેજના અને બેચેની છવાયેલી રહેવાની. જો મન ઉદાસ, હતાશ, શિથિલ થઈ જશે તો એ અવસાદનો પ્રભાવ શરીરનાં અંગો પર દુર્બળતાના રૂપે જોઈ શકાશે. એટલે હવે, રોગનિવૃત્તિ અને આરોગ્યપ્રાપ્તિની બન્ને આવશ્યકતાઓની પૂર્તિ માટે મનઃસ્થિતિનું સંશોધન આવશ્યક બની ગયું છે. હવે બુદ્ધિમાનોને સમજાવા લાગ્યું છે કે મનુષ્યના વિચારોમાં જે વિકૃતિઓ પ્રવેશી ગઈ છે, એને દૂર કરવા માટે જે ધ્યાન આપવામાં નહીં આવે, મનમાં જામી ગયેલી વિતૃષ્ણાઓ અને વિપજ્ઞતાઓનું સમાધાન કરવામાં નહીં આવે તો આહાર-વિહારનું સંતુલન રાખવા છતાંય રોગો પીછો નહીં છોડે. ભલે માણસ ઔષધોપચાર કરે, તેથી માત્ર એના મનનું સમાધાન થશે, પરંતુ રોગમુક્તિ નહીં થાય. હવે જોકે ઔષધોપચારનું મહત્ત્વ ઘટતું જાય છે અને માનસોપચારને પ્રમુખતા-પ્રધાનતા અપાવા લાગી છે.
માનવ મનના વિશેષજ્ઞ “એરિક ફ્રોમના ગ્રંથ “મેન ફૉર હિમસેલ્ફીના અનુસાર માનસિક વિકૃતિઓમાં સમસામયિક ઉલઝનોનાં કારણ તો ઘણાં થોડાં હોય છે, વધારે તો એનાં કારણો નૈતિક હોય છે. કપટ, દંભ, ઢોંગ, પાખંડ આદિના લીધે મનુષ્યમાં બે વ્યક્તિત્વ ઉત્પન્ન થાય છે. એક વાસ્તવિક અને બીજું પાખંડી. બંને વ્યકિતત્વની વચ્ચે ભયંકર અંતર્લે પેદા થાય છે. બંને એકબીજા સાથે શત્રુતા રાખે છે. એકબીજાને કચરી નાંખી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે. આ આંતરકલહ સમગ્ર મનોભૂમિને અશાત્ત બનાવેલી રાખે છે. આ કલહના પરિણામે અનેક રોગ ઉત્પન્ન થાય છે અને શરીરમાં સ્થાયી બની જાય છે.
સોશ્યલ એનાલિસિસ' પુસ્તકમાં લેખક એલ.કે.રૈક કહે છે : વિક્ષિપ્ત, અર્ધવિક્ષિપ્ત અને વિક્ષિપ્તતોની નિકટના લોકોથી જ અડધી દુનિયા ભરેલી છે! મૂઢ માન્યતાઓ, અંધવિશ્વાસો અને ખોટી પ્રણાલિકાઓમાં જકડાયેલા લોકોમાં નથી હોતી તર્કશક્તિ કે નથી હોતી વિવેકબુદ્ધિ. આવા લોકો એમની લક્ષ્મણરેખાની, બહાર જતાં ડરે છે. સ્વતંત્ર ને સમુચિત ચિંતનથી તેઓ દૂર ભાગે છે. ઔચિત્ય સમજવું મુશ્કેલ હોય છે. સમજે છતાં સ્વીકારવું મુશ્કેલ હોય છે. આ લોકોને માનસિક દષ્ટિએ અવિકસિત નર-પશુઓની શ્રેણીમાં મૂકવા પડે.
શરીરથી દુર્બલ, રોગી અને અશક્ત રોગી માણસોની જેમ માનસિક રીતે વિકારગ્રસ્ત અને વિચારશૂન્ય લોકો જ સમાજમાં વધુ સંખ્યામાં જોવા મળે છે. આ વિક્ષિપ્તતા પણ એક પ્રકારની બીમારી જ છે. આવા બીમાર લોકોને તિરસ્કાર, અસંતોષ, અભાવ અને વિવિધ પ્રકારનાં દુઃખો સહન કરવો પડે છે.
For Private And Personal Use Only