________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
પૃથ્વીચન્દ્ર ઃ ગુણસાગર પરંતુ બીજા કોઈને ખબર ન પડી. લગ્નની વિધિ ચાલી રહ્યો હતો.
બીજી બાજુ આઠે કન્યાઓના મનમાં પણ આવું જ ધર્મધ્યાન ચાલી રહ્યું હતું, સંયમધર્મનો લય લાગી ગયો હતો. “લગ્ન પછી તરત જ અમારે પણ સંયમધર્મ સ્વીકારવાનો છે,' આ વાત નિશ્ચિત હતી. એટલે સંયમધર્મની આરાધનાનું કલ્પનાચિત્ર દોરતાં દોરતાં તેમને પણ આત્માનુભવનો લય લાગી ગયો... પ્રકૃષ્ટ લય સુધી પહોંચી ગઈ! સમતાયોગમાં સ્થિર થઈ ગઈ. મોહનીયકર્મ નાશ પામ્યું. આઠે કન્યાઓ વીતરાગ બની ગઈ. કેવળજ્ઞાની બની ગઈ.
આકાશમાં દેવોએ દુંદુભિ વગાડી. પુષ્પવૃષ્ટિ કરી.... “કેવળજ્ઞાની ગુણસાગરનો જય હો! આઠ કન્યાઓનો જય હો!' લગ્નમંડપ કેવળજ્ઞાનના મહોત્સવનો મંડપ થઈ ગયો. મહોત્સવ કરવા દેવલોકના દેવો ઊતરી આવ્યા.
ગુણસાગર અને આઠ કન્યાઓને સાધુવેશ આપ્યો. દરેકે પંચમુષ્ઠિ લોચ કર્યો. સમગ્ર ગજપુર નગર હર્ષના હિલોળે ચઢયું! નવ સ્વર્ણકમળો રચાયાં. એના પર નવે કેવળજ્ઞાની બિરાજમાન થયા.
ગુણસાગરનાં માતા-પિતા શ્રેષ્ઠી રત્નસંચય અને શેઠાણી સુમંગલા આ દિવ્ય ઘટના જોઈને ઊંડા તત્ત્વચિંતનમાં ડૂબી ગયાં. સમતાયોગમાં સ્થિર થઈ ગયાં.... પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિ થઈ. તેઓ બે પણ કેવળજ્ઞાની બન્યાં! દેવોએ એમનો પણ જયજયકાર કર્યો. સાધુવેશ આપ્યો અને સ્વર્ણકમળ પર આરૂઢ
કર્યા.
હજારો નગરજનો કેવળજ્ઞાની બનેલા સમગ્ર પરિવારનાં દર્શન-વંદન કરવા ઊમટ્યાં. ગજપુરના મહારાજા પણ આવ્યા. ખૂબ જ હર્ષ પામ્યા. “મારું નગર પરમ પવિત્ર બન્યું! ૧૧-૧૧ કુળવાન, ધનવાન અને રૂપવાન સ્ત્રી-પુરુષો સર્વજ્ઞવીતરાગ બન્યાં! દેવલોકના દેવો મારી ધરતી પર ઊતરી આવ્યાં! હું ધન્ય થઈ ગયો! રાજાએ ખૂબ ખૂબ સ્તુતિ-પ્રશંસા કરી.
હું ગુણસાગર પાસે ગયો... મેં કહ્યું : “હે ભગવંત! આવું દિવ્ય આશ્ચર્ય તો મેં પહેલી વાર જ જોયું! હું તો દેશ-વિદેશોમાં ફરનારો સાર્થવાહ છું... આ તો બધું અપૂર્વ જોયું!”
“હે રાજેશ્વર, મને કેવળજ્ઞાનીએ કહ્યું : “હે મહાનુભાવ, આ આશ્ચર્યથી પણ ચઢિયાતું આશ્ચર્ય તમે અયોધ્યામાં જોશો!'
સાંભળીને હું ચકિત થઈ ગયો. સર્વે કેવળજ્ઞાનીનાં દર્શન કરી મેં અયોધ્યાની
For Private And Personal Use Only