________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૮૯ - “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. જ્ઞાન-દર્શન મારા ગુણ છે.” - ભરતેશ્વર ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં પ્રવેશી ગયા. - એ જ અરીસાભવનમાં! - એ જ રાણીઓના સમૂહની વચ્ચે! - આંખો બંધ હતી. શરીર સ્થિર હતું. - વાણી મૌન હતી. અને મન ધ્યાનમાં લીન હતું. - લય પામી ગયા, વિ-લય પામી ગયા. - સમતાયોગે સ્થિર થઈ મોહશત્રુને જીતી લીધો. - અને પ્રકૃષ્ટ લય પ્રાપ્ત કરી કેવળજ્ઞાની બની ગયા. - ભરતેશ્વર વીતરાગ-સર્વજ્ઞ બની ગયા. - વેશ ગૃહસ્થનો હતો ને! - સ્વર્ગમાંથી દેવો ઊતરી આવ્યા. - ભરતેશ્વરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. - દેવોએ ભરતેશ્વરને સાધુ-વેશ આપ્યો. - સ્વર્ણકમળ પર બિરાજમાન કર્યા. - તેમણે ધર્મદેશના આપી. - ભરતેશ્વરના આજ્ઞાંકિત ૧૦ હજાર રાજાઓ સાધુ બન્યા. - એક લાખ પૂર્વ વર્ષ સુધી ભરતક્ષેત્રમાં વિહાર કરી ઋષભશાસનનો જયજયકાર
કર્યો.
- છેવટે અષ્ટાપદ પર્વત ઉપર ગયા. ચારે આહારનો ત્યાગ કર્યો. - એક માસના અંતે જ્યારે ચંદ્ર શ્રવણનક્ષત્રમાં હતો ત્યારે શેષ અઘાતી કર્મો
નાશ પામ્યાં. તેઓ સિદ્ધ-બુધ-મુક્ત બન્યા. દેવોએ - ઇન્દ્રોએ તેમનો મોક્ષમહિમા (મહોત્સવ) કર્યો. ચેતન, ભરતેશ્વર અને રાજર્ષિ પ્રસન્નચંદ્રનું ભાવાત્મક ભૂમિકાએ થોડું મૂલ્યાંકન
કરીએ.
૦ ભરતેશ્વર ગૃહસ્થવેશમાં હતા. ૦ ભરતેશ્વર અરીસાભવનમાં હતા, કે
જ્યાં રાગ-વિકારનાં જ નિમિત્તો હતાં.
૦ પ્રસન્નચન્દ્ર સાધુવેશમાં હતા. પ્રસન્નચન્દ્ર સ્મશાનમાં ઊભા હતા.
For Private And Personal Use Only