________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
ભરતેશ્વર ન રહી શોભા, ન રહ્યું ઐશ્વર્ય કે ન રહ્યું સૌન્દર્ય!
અરીસાભવનમાં તેમણે પોતાનું એવું શરીર જોયું. અને એમના મનમાં શર અંગે આધ્યાત્મિક ચિંતન શરૂ થઈ ગયું.
શરીર સ્થિર થઈ ગયું. લય લાગી ગયો. વાણી મૌનમાં ડૂબી ગઈ. વિલય પ્રાપ્ત થઈ ગયો.
મન શરીરના અને શરીરથી ભિન્ન આત્માના ચિંતનમાં નિમગ્ન બન્યા : - આ શરીર મદિરાનો ઘટ છે. - આ શરીર કચરા-ઉકરડાનો ઢગલો છે. - આ શરીર લસણ જેવું દુર્ગંધવાળું છે. - આ શરીર દુષ્ટ માણસ જેવું છે. - આ શરીર દગાબાજ છે, અવિશ્વસનીય છે. - આ શરીર કાચી માટીનો પિંડ છે. - આ શરીર પવિત્રને અપવિત્ર કરે છે. - આ શરીર બીભત્સતાથી ભરેલું છે.
ભરતેશ્વર અંતરાત્મદશામાં પ્રવેશ્યા હતા. તત્ત્વદૃષ્ટિનો પ્રકાશ પામ્યા હતા. તેમણે શરીરની અંદર જોયું. માંસ, રુધિર, મળ અને મૂત્ર બહાર નીકળીને વહેવા લાગે તો જોઈ ન શકાય, એવું બીભત્સ દશ્ય ઊભું થયું. તેમણે શરીરની રોગી અવસ્થાનો વિચાર કર્યો. વૃદ્ધાવસ્થાની કલ્પના કરી. નિચ્ચેષ્ટ દેહનું દર્શન કર્યું. શરીરને લાકડાની ચિતા પર લાચાર, મજબૂર, નિષ્માણ હાલતમાં પડેલું જુએ છે. ક્ષણાર્ધમાં એ અગ્નિની જ્વાળાઓમાં, લાકડાની સાથે બળીને રાખ થતું જુએ છે. એ રાખના ઢગલાને, વાયુના ઝપાટા પળ બે પળમાં અહીંતહીં ઉડાડી દઈ નામશેષ કરી નાંખે છે.
આવું તત્ત્વદર્શન કરવાથી ભરતેશ્વરનું મમત્વ તૂટી ગયું.
એમનું મન અવિનાશી આત્મા પ્રત્યે પૂર્ણ આકર્ષિત થયું. તેઓ પોતાના આત્માને કહેવા લાગ્યા : “હે આત્મનું, તું પરમ વિશુદ્ધ અવિનાશી આત્માને સમુખ થા. આત્મા તરફ વળ. આત્માનું સમ્યગું ધ્યાન કર. સમતાભાવમાં તું સ્થિર થા. આત્માનુભવ પામવા માટે મન-વચન-કાયાની સ્થિરતા પ્રાપ્ત કર. નિર્વાણ પામવાનો આ જ માર્ગ છે.
For Private And Personal Use Only