________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૧૭ રાજાનું દાન લેવા હું આખી રાત નાચતો રહ્યો, હવામાં છલાંગો મારતો રહ્યો... તો પણ રાજા મને દાન આપતો નથી. જ્યારે પેલી શ્રાવિકા સાધુને થાળ ભરી મોદક આપવા આગ્રહ કરે છે, છતાં મુનિ લેતા નથી!
ધન્ય વેળા ધન્ય આ ઘડી મૂકું મોહની જાળ, થઈને મુનિવર સારીખો છોડી આળપંપાળ. કાયા-માયા કારમી, કારમાં સહુ પરિવાર, કૂડીરચના મેં કરી ધિક્ ધિક્ વિષય-વિકાર. સંસારે ભમતાં થકાં બાંધ્યા બહુલાં કર્મ, તે છોડી હવે ધ્યાયશું સાચો શ્રી જિનધર્મ!” ઇલાચીકુમારની ચિંતનયાત્રા આગળ ચાલી... “આ દુનિયામાં બધું જ ક્ષણિક છે, અનિત્ય છે.. ક્ષણિક ઉપર શા માટે મોહિત થવું? બધી આળપંપાળ છે. દુઃખના દાવાનળ છે.' ૦ શરીર સ્થિર થઈ ગયું છે. ૦ વાણી મૌન થઈ ગઈ છે. ૦ મન અનિત્યતાના ચિંતનમાં લીન બન્યું છે. ૦ તે શરીરની અનિયતા વિચારે છે. આયુષ્યની અનિત્યતા વિચારે છે. યૌવનની અનિત્યતા વિચારે છે. વિષયસુખોની ક્ષણિકતા વિચાર છે. લક્ષ્મી
સંપત્તિની અનિયતા વિચારે છે અને સંબંધોની અનિત્યતાનું ચિંતન કરે છે. ૦ અનિત્યભાવના ભાવતાં ભાવતાં નિત્ય, શાશ્વત, અવિનાશી એવા આત્માનું
ધ્યાન કરે છે. ભીતરમાં આત્માના એકત્વનો ઉત્સવ માણે છે. અપૂર્વ પ્રથમ સુખ – સમત્વ સુખ અનુભવે છે. આત્માનુભવનો પ્રકૃષ્ટ લય લાગી જાય છે! આમેય દોરડા ઉપર નાચવામાં લયની સાધના તો એણે કરી જ હતી. અહીં આત્મામાં પરમ લય સાધી લીધો. વાંસના મથાળે જ એને કેવળજ્ઞાન થઈ ગયું! ઈલાચીકુમાર વીતરાગસર્વજ્ઞ બન્યા.
દેવલોકમાંથી દેવો ઊતરી આવ્યા. ઇલાચીકુમાર પર પુષ્પવૃષ્ટિ કરી. જયજયકાર કર્યો. વાંસ પરથી નીચે આવ્યા. દેવોએ સાધુવેશ આપ્યો. ઈલાચીકુમારે પંચમુષ્ટિ લોચ કર્યો. સાધુવેશ ધારણ કર્યો. દેવોએ ટ્વણકમળની રચના કરી, કેવળજ્ઞાની ઇલાચીકુમારને કમલ પર આરૂઢ કર્યા.
For Private And Personal Use Only