________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૪૭ સામાન્ય શ્રાવક કે પ્રમાદી જારી કે ચમત્કારી શાસ્ત્રવાણીનો લોભી વ્યાપારી, અહંકારી, અયોગ્ય વક્તા, દુરાચારી, પ્રપંચી યતિ નહોતો બનવાનો. અને અમર પણ એવો બનવા નહોતો માગતો, લાખો શ્રાવકો જેવો સામાન્ય શ્રાવક બનવા નહોતો માગતો
અમર પોતાના પ્રિય અને ભવ્ય અનંતને અનુસરવા ઇચ્છતો હતો. અને જો અનંત ક્યારેક પરમ તેજોધામમાં પ્રવેશે તો અમર તેના મિત્ર તરીકે, સાથી તરીકે, સેવક તરીકે તેના પડછાયાની જેમ તેને અનુસરવા માગતો હતો. આ જ રીતે બીજા મિત્રો પણ અનંતને ચાહતા હતા. તે ચાહકોને સુખી કરતો હતો.
પરંતુ અનંત સ્વયં સુખી ન હતી. પોતાના અંજીર-ઉપવનની ગુલાબી પગથીઓ પર બેસતા, વનરાજીની નીલ છાયામાં બેસી ધ્યાનમગ્ન થતા, રોજ પ્રતિક્રમણ થી પોતાની જાતને સ્વચ્છ કરતા, છાંયડાવાળા આમ્રકાનનના ઊંડાણમાં રહેલા નાનકડા જિનમંદિરમાં ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય આદિ અર્પણ કરતા, સહુના સ્નેહ
અને આનંદનું ભાન બનતા અનંતના સ્વયંના હૃદયમાં આનંદ ન હતો. નદીમાંથી, રાત્રિના ટમટમતા તારલાઓમાંથી, સૂર્યનાં ઓગળતાં કિરણોમાંથી સ્વપ્નો અને ચંચળ વિચારો તેના મનમાં ધસી આવતાં. આત્માની અસ્વસ્થતા તેને ઘેરી વળતી. અનંત પોતાની ભીતરમાં જ અસંતોષનો સળવળાટ અનુભવવા લાગ્યો. તેને લાગતું હતું કે આ સ્વજનો, પરિજનો ને મિત્રોનો સ્નેહ તેને સદૈવ સુખી નહીં કરી શકે. તેને શાન્તિ નહીં આપી શકે. તેને સંતોષ નહીં આપી શકે.
અનંતને, એના પૂજ્ય પિતાએ, અન્ય ગુરુઓએ, મોટા વિદ્વાનોએ તેમની પ્રજ્ઞાની સમગ્ર શ્રેષ્ઠતા વારસામાં આપી હતી. તેમના જ્ઞાનનો સંપૂર્ણ અર્ક અનંતના પિપાસુ પાત્રમાં રેડ્યો હતો. ને છતાંય એ પાત્ર અપૂર્ણ રહ્યું હતું. અનંતની બુદ્ધિ સંતુષ્ટ થઈ ન હતી. તેનો આત્મા શાન્ત ન હતો. તેનું હૃદય સ્વસ્થ ન હતું. પવિત્ર અનુષ્ઠાનો છેવટે તો ક્રિયાઓ હતી; તેમાં ભાવના પ્રાણ ન હતા. તે ક્રિયાઓ પાપનાશ નહોતી કરતી, અને દુઃખી હૃદયનો બોજ હળવું કરતી ન હતી. પૂજા-પાઠ અને પરમાત્મપ્રાર્થના જ શું ઉત્તમ છે? તે જ શું સર્વસ્વ છે?”
પ્રત્યેક વ્યક્તિ પોતાની ભીતરમાં જે શાશ્વતને ધારણ કરે છે, તે અંતરતમમાં, તે સ્વમાં આત્માની ખોજ ન કરવાની હોય, તો તે આત્માને ક્યાં શોધવો? તેનો વાસ ક્યાં? તેનો શાશ્વત ધબકાર ક્યાં? પણ આત્મા છે શું? તે અસ્થિમજ્જા
For Private And Personal Use Only