________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમુક્તની સાત ભૂમિકા ક્રિીટજોફ કાપ્રા નામનો ચિંતક કહે છે :
Absolute knowledge is an entirely non-intellectual experience of reality arising in a non-ordinary state of Consciousness. (all તાઓ ઑફ ફિઝિક્સ), વાત એમ છે કે મનુષ્ય આપમેળે પ્રગટતો કે ઉત્પન્ન થતો નથી, એની ભીતર જે ઊગે છે તે સ્વયંભૂ કે સ્વયહૂર્ત હોય છે.
હેન્રી બર્ગમાં કહે છે કે સતત પરિવર્તનશીલ એવી વાસ્તવિકતાની સમુચિત ઓળખ માટે કેવળ બુદ્ધિ પૂરતી નથી, એ માટે અન્તર્બોધ જોઈએ અન્તર્બોધ એટલે વાસ્તવિકતા કે પરિવર્તનશીલતાના હાર્દમાં પહોંચવાની શક્તિ.
Golzi se ig : The Only way to know reality is through intuition.
કશુંક અંદરથી ઊગે ત્યારે માણસ જાણે થોડીક પળો માટે અધ્ધર થઈ જાય છે! ક્યારેક અંદરથી સંકલ્પ સ્ફરે છે, ક્યારેક વિચાર સ્ફરે છે, ક્યારેક નિર્ણય જડે છે. ક્યારેક ઉકેલ જડે છે. માર્ગ મળી આવે છે. પંક્તિઓ ફૂટે છે, પ્રતિમા ઊપસી આવે છે અને કલ્પનાઓ પાંગરે છે. આવી પળો દોહ્યલી ગણાય. આ એવી પળો છે કે દિવ્યતાથી મઢેલી હોય છે. પ્રત્યેક માણસને આવી મૂલ્યવાન પળો ઓચિંતી મળી જાય છે! પરંતુ બહુ ઓછા માણસો આવી સુંદર પળોનો વિનિયોગ જીવનપરિવર્તન માટે કરે છે. આવી જીવતી પળો દરમિયાન જે અંતબધ માણસ પામે છે તે પરમેશ્વરના આદેશને કે ઇશારાની ઊંચાઈ ધરાવતો હોય છે.
તાથી જકડાયેલા, ઘોંઘાટમય, ઘટમાળિયા અને ઘડિયા જીવન અંતધ (ઇસ્યુઈશન)નું સૌન્દર્ય ખતમ કરે છે. અને પળો દરમ્યાન જે ઊંડી અનુભૂતિ થાય તે પામવાની સંવેદનશીલતા ને સંવેદનક્ષમતાનું પોત સાવ પાતળું પડી જાય
અન્તર્બોધ જ્ઞાનપ્રાપ્તિનું દિવ્ય ઝરણું છે. સાવ નીચલા સ્તરે એ નિર્ણયઉકેલ-વિચાર કે ઝબકારની કક્ષાએ થતો હોય છે; જ્યારે સાવ ઉપલા સ્તરે કદાચ એ વાસ્તવિકતાના દર્શનમાં પરિણમે છે. અલબત્ત, ક્યારેક અંતર્બોધમાં ગોટાળા, ભ્રમણા, આત્મવંચના અને દંભ પણ ભળે છે. અંતર્બોધને અપ્રદૂષિત રાખવાની પૂર્વશરત એ કે માણસ સહજ હોય, પ્રામાણિક હોય અને અંદરથી પરિતૃપ્ત હોય. વ્યવહારશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને સ્થિતપ્રજ્ઞતાના કારણે ઋષિનોમુનિનો અન્તર્બોધ અનોખી ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only