________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧પ૭ - અગ્નિનો પણ પાર વિનાનો ઉપયોગ થઈ રહ્યો છે. અગ્નિને જડ માનીને
માનવી કામનો ઓછો, નકામો દુરુપયોગ વધુ કરી રહ્યો છે. - વાયુમાં પણ કોણ “જીવત્વ' માને છે? કોણ સમજે છે? એનો પણ બેફામ
ઉપયોગ થવા લાગ્યો છે. એમાં કોઈને જીવત્વનો અનાદર નથી લાગતો!
એમાં જીવવધ નું પાપ નથી સમજાતું. - વનસ્પતિમાં જીવત્વ છે” આ વાત વૈજ્ઞાનિકે સિદ્ધ કરી ખરી, પણ વનસ્પતિ
સાથેનો વ્યવહાર જડવત્ કે જીવવતુ? વૃક્ષોને... હજારો લાખોની સંખ્યામાં કાપવાં... લીલી હરિયાળી લોન પર બેસવું-ફરવું ને કૂદવું-નાચવું... વધુમાં વધુ ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો. એના મોટા ધંધા કરવા... આ બધામાં જીવ પ્રત્યેનો આદરભાવ ક્યાં આવ્યો? પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવોના ચૈતન્ય તરફ આદરભાવ પ્રગટે તો જ આપણે “આત્મતત્ત્વ'ને ઓળખું, એમ કહેવાય. સમગ્ર જીવસૃષ્ટિ સાથે વિશુદ્ધ આત્મભાવથી આપણે એકત્વ સ્થાપિત કરવાનું છે.
જેમ મને દુઃખ નથી ગમતું, એમ કોઈ જીવને દુઃખ નથી ગમતું. માટે મારે કોઈ જીવને દુ:ખ નથી આપવું.'
જીવન જીવવા માટે પૃથ્વી, પાણી આદિ એકેન્દ્રિય જીવોનો જાણાવા છતાં પણ નાશ કરવો પડે છે, તો ઓછામાં ઓછો એ જીવોનો નાશ થાય એવી જીવનપદ્ધતિ બનાવવી જોઈએ. થોડો પણ નાશ થાય છે, એ વાતનું હૃદયમાં દુઃખ થવું જોઈએ. “એક પણ જીવની હિંસા ન કરવી પડે, એવું શ્રેષ્ઠ જીવન હું જ્યારે જીવી શકીશ?” આવો વિચાર વારંવાર મનમાં જાગવો જોઈએ.
ચેતન, દસ પ્રકારની જીવવિરાધના અંગે તેં ક્યારેય વિચાર કર્યો છે? ઈરિયાવાહિયો' સૂત્ર તો તને આવડે છે, બોલે છે, અનેક વાર બોલે છે પણ અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા... આ દસ પ્રકારની વિરાધનાનો ક્યારેય શાન્ત ચિત્તે વિચાર કર્યો છે? કેટલી બધી સૂમતાથી... એ જીવોને કેવી કેવી રીતે પીડા થાય છે, દુઃખ થાય છે... મરી જાય છે, ઘાયલ થઈ જાય છે... આ બધું ઊંડાણથી સમજાયું છે?
આ તો એક માત્ર ચાલવાની ક્રિયાને અનુલક્ષીને વાત કરી છે. નીચે જોઈને સાવધાનીપૂર્વક ચાલવાનો ઉપદેશ આપેલો છે. સાવધાનીપૂર્વક ચાલવા છતાં ભૂલચૂકથી કે પ્રમાદથી કોઈ જીવની વિરાધના થઈ હોય તો ઈર્યાપથિકી પ્રતિક્રમણ
For Private And Personal Use Only