________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४१७
विसंवाद्युपदेशदायी च कश्चित्, तस्मात्तत्साक्षात्कारी, तथाविधश्च श्रीसर्वज्ञ एवेति । यद्योक्तं “प्रमाणपञ्चकाप्रवृत्तेः सर्वज्ञस्याभावप्रमाणगोचरत्वं,” तदपि वाङ्मात्रं प्रमाणपञ्चकाप्रवृत्तेरसंभवात् । सा हि बाधसद्भावत्वेन स्यात्, न च सर्वज्ञे बाधकसंभवः । तथाहि-तद्बाधकं प्रत्यक्षं १, अनुमानं २, आगमः ३, उपमानं ४, अर्थापत्तिर्वा ५ । तत्राद्यः पक्षो न श्रेयान्, यतो यदि प्रत्यक्षं वस्तुनः कारणं व्यापकं वा स्यात्, तदा तन्निवृत्तौ वस्तुनोऽपि निवृत्तियुक्तिमती, वयादिकारणवृक्षत्वादिव्यापकनिवृत्तौ धूमत्वादिशिंशपात्वादिनिवृत्तिवत् । न चार्थस्याध्यक्ष कारणं, तदभावेऽपि देशादिव्यवधानेऽर्थस्य भावात् । नापि व्यापकं, तन्निवृत्तावपि देशादिविप्रकृष्टवस्तूनामनिवर्तमानत्वात् । न चाकारणाव्यापकनिवृत्तावप्यकार्याव्याप्यनिवृत्तिरूपपन्ना, अतिप्रसक्तैरिति । ટીકાનો ભાવાનુવાદ :
હવે સર્વજ્ઞની સિદ્ધિ માટે બીજુંઅનુમાન આપે છે- “સમુદ્રના પાણીના જથ્થાનું પ્રમાણાદિ કોઈને પ્રત્યક્ષથી પ્રતિભાસિત થાય છે, કારણ કે પ્રમેય છે. જેમ ઘટાદિમાં રહેવાવાળા રૂપ, સ્પર્શ આદિ. આ અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.
સમુદ્રમાં કેટલા પ્રમાણમાં પાણી છે, તે પ્રમેય = પ્રમાણનો વિષય તો છે જ. વળી “જે વસ્તુ સતુ હોય છે, તે કોઈ પ્રમાણનો વિષય તો ચોક્કસ હોય જ છે. સામાન્યતઃ આવો નિયમ છે. તેથી સમુદ્રના પાણીના જથ્થાનું માપ સતું હોવાથી કોઈ પ્રમાણનો વિષય બને જ છે. તેથી પ્રમેયત્વ હેતુ અસિદ્ધ નથી. કદાચ માની લઈએ કે સમુદ્રના પાણીના જથ્થાનું માપ પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણનો વિષય બનતો નથી. છતાં પણ જ્યાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણની પ્રવૃત્તિ ન હોય ત્યાં અભાવપ્રમાણની પ્રવૃત્તિ તો અવશ્ય હોય જ છે. આથી પ્રમેય અભાવપ્રમાણનો વિષય તો ચોક્કસ બને જ છે. આવું તો તમે પણ માનો જ છો. આથી પ્રમેયત્વ હેતુ અસિદ્ધ નથી.
જો સમુદ્રના પાણીના જથ્થાના માપમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણની અપ્રવૃત્તિ હોવા છતાં પણ અભાવપ્રમાણની પણ પ્રવૃત્તિ ન હોય તો અભાવ પ્રમાણ વ્યભિચારી બની જશે, કારણ કે “જ્યાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણની પ્રવૃત્તિ નથી હોતી, ત્યાં અભાવપ્રમાણની પ્રવૃત્તિ તો હોય જ છે.”આ નિયમ તૂટી જાય છે. આથી સમુદ્રના પાણીના જથ્થાનું માપ પ્રમેય હોવાથી તેનું સાક્ષાત્કાર કરનાર કોઈને કોઈ તો હોવો જ જોઈએ. અને સમુદ્રના પાણીના જથ્થાના માપનું પ્રત્યક્ષ જેને થાય છે તે સર્વજ્ઞ ભગવાન છે.