________________
પર્શન સમુય માગ – ૨, ોજ - ૪૨-૪૬, જૈનવર્શન
હવે સર્વજ્ઞની સિદ્ધિમાટે ત્રીજુંઅનુમાન આપે છે. “કોઈ આત્મા અતીન્દ્રિયપદાર્થોનો સાક્ષાત્કાર કરવાવાળો છે. કારણ કે તે ઉપદેશ (શાસ્ત્ર) અને અવિસંવાદિલિંગ (=અનુમાપક હેતુઓ)વિના પણ ચંદ્રગ્રહણ વગેરે જ્યોતિષનો યથાર્થઉપદેશ આપે છે.”
४१८
જે વ્યક્તિ જે વિષયમાં શાસ્ત્ર અને અનુમાપક હેતુઓવિના ઉપદેશ આપે છે, તે વ્યક્તિ તે વિષયનો સાક્ષાત્કારિ હોય છે. જેમકે કોઈ ઘટઆદિ પદાર્થોને પ્રત્યક્ષ જોઈને, તેનું યથાર્થ વર્ણન કરવાવાળા આપણે.
કહેવાનો આશય એ છે કે અમુકદિવસે અમુકકલાકે અમુકમિનિટે ચંદ્રગ્રહણ થશે વગેરે આવા ભાવિકાલવિષયક અતીન્દ્રિયપદાર્થોનું સાક્ષાત્કાર કરનાર સર્વપ્રથમ શ્રીજિનેશ્વર પરમાત્મા છે. આથી અતીન્દ્રિયપદાર્થોને દેખવાવાળા સર્વજ્ઞ છે.
વળી તમે જે કહ્યું હતું કે “સર્વજ્ઞમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણોની પ્રવૃત્તિનો અભાવ હોવાથી સર્વજ્ઞ અભાવપ્રમાણનો વિષય બને છે. અર્થાત્ સર્વજ્ઞનો અભાવ છે.” તે પણ યુક્તિયુક્ત નથી, માત્ર પ્રલાપ જ છે. કારણકે સર્વજ્ઞની સિદ્ધિમાં પ્રત્યક્ષાદિ પાંચપ્રમાણોની અપ્રવૃત્તિ અસંભવિત છે. કેમકે (પૂર્વે જોયા તે અનુમાનપ્રમાણથી સર્વજ્ઞની સિદ્ધિ થતી હોવાથી કેવી રીતે કહી શકાય કે પ્રત્યજ્ઞાદિ પાંચપ્રમાણોની અપ્રવૃત્તિ છે ?) પ્રત્યક્ષાદિ પ્રમાણોની અપ્રવૃત્તિ તો તે પદાર્થોમાં હોય છે કે, તે પ્રમાણોદ્વારા તે પદાર્થોમાં બાધ આવતો હોય. સર્વજ્ઞમાં કોઈપણ પ્રમાણ બાધા કરનાર નથી. તેથી સર્વજ્ઞની સત્તા નિર્બાધ છે.
તમે કહો કે સર્વજ્ઞનો બાધ કરનાર (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) આગમ, (૪) ઉપમાન, (૫) અર્થાપત્તિ, આ પાંચપ્રમાણમાંથી કયું પ્રમાણ છે ?
“સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું નથી, માટે પ્રત્યક્ષપ્રમાણથી સર્વજ્ઞનો બાધ થાય છે”-આવું કહેવું સમુચિત નથી. કારણ કે જો પ્રત્યક્ષ, વસ્તુનું કારણ કે વસ્તુનું વ્યાપક હોય ત્યારે, તેની નિવૃત્તિ થવાથી વસ્તુનો પણ અભાવ થાય છે, એમ કહેવું યુક્તિયુક્ત કહેવાય !
જેમ ધૂમનું કા૨ણ અગ્નિ છે. તેથી અગ્નિની નિવૃત્તિ થતાં ધૂમની નિવૃત્તિ થઈ જાય છે. અર્થાત્ કારણરૂપ અગ્નિની નિવૃત્તિ થતાં કાર્યરૂપ ધૂમની નિવૃત્તિ થઈ જાય છે. તે જ રીતે વૃક્ષત્વ શિશપા, આંબા વગેરે તમામવૃક્ષોમાં ૨હેતું હોવાથી વ્યાપક છે. આથી વ્યાપકરૂપ વૃક્ષત્વની નિવૃત્તિ થતાં વ્યાપ્યરૂપ શિંશપા વગેરે વૃક્ષોની પણ નિવૃત્તિ થઈ જ જાય છે.
વળી પ્રત્યક્ષ, પદાર્થનું કારણ નથી, તેથી વસ્તુનું પ્રત્યક્ષ ન થવા છતાં પણ દેશ, કાલ, ભીંતના વ્યવધાને રહેલા પદાર્થનો સદ્ભાવ હોય જ છે. કહેવાનો આશય એ છે કે દૂરદેશમાં રહેલા પદાર્થોનું પ્રત્યક્ષ થતું નથી, છતાં પદાર્થ વિદ્યમાન હોય છે. ભૂતકાલીનપદાર્થનું વર્તમાનમાં