________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
પ્રત્યક્ષ થતું નથી, છતાં પદાર્થ વિદ્યમાન હતો જ. તેમજ ભીંતના આંતરે રહેલા પદાર્થનું પ્રત્યક્ષ ન થવા છતાં પણ પદાર્થ તો હોય જ છે. આથી પ્રત્યક્ષ, પદાર્થનું કારણ નથી.
પ્રત્યક્ષ, વસ્તુનું વ્યાપક પણ નથી. કારણકે પ્રત્યક્ષની નિવૃત્તિ થવા છતાં પણ દૂરદેશાદિ સ્થિત પદાર્થની નિવૃત્તિ થતી નથી.
આથી જે પદાર્થનું કારણ કે વ્યાપક નથી, તેની નિવૃત્તિથી કાર્ય અને વ્યાપ્યની નિવૃત્તિ માની લેવી તે સંગત થતી નથી. કારણકે વ્યભિચાર આવે છે, અવ્યવસ્થાનો દોષ આવી પડે છે. અર્થાત્ ઘટની નિવૃત્તિથી પટની નિવૃત્તિ પણ માનવાની આપત્તિ આવશે. આ રીતે એકપદાર્થની નિવૃત્તિથી બીજા પદાર્થની નિવૃત્તિ માની લેવાથી અવ્યવસ્થા ઉભી થશે.
આથી “સર્વજ્ઞનું પ્રત્યક્ષ થતું નથી, તેથી પ્રત્યક્ષપ્રમાણથી સર્વજ્ઞનો બાધ થાય છે.” તેમ કહેવું समुथित नथी...
नाप्यनुमानं तद्बाधकं, धर्मिसाध्यधर्मसाधनानां स्वरूपासिद्धेः । तत्र हि धर्मित्वेन किं सर्वज्ञोऽभिप्रेतः १, सुगतादिः २, सर्वपुरुषा वा ३ । यदि सर्वज्ञः, तदा किं तत्र साध्यमसत्त्वं १, असर्वज्ञत्वं वा २ । यद्यसत्त्वं किं तत्र साधनमनुपलम्भो १, विरुद्धविधिः २, वक्तृत्वादिकं ३ वा । यद्यनुपलम्भः किं सर्वज्ञस्योत १, तत्कारणस्य २, तत्कार्यस्य ३, तद्व्यापकस्य ४ वा । यदि सर्वज्ञस्य, सोऽपि किं स्वसंबन्धी १, सर्वसंबन्धी २ वा। स्वसंबन्धी चेन्निर्विशेषणः १, उतोपलब्धिलक्षणप्राप्तत्वविशेषणो २ वा । आद्ये परचित्तविशेषादिभिरनैकान्तिकः ‘अनुपलम्भात्' इति हेतुः, तेषामनुपलम्भेऽप्यसत्त्वानभ्युपगमात् । नाप्युपलब्धिलक्षणप्राप्तत्वविशेषणः, सर्वत्र सर्वदा च सर्वज्ञाभावसाधनस्याभावप्रसङ्गात् । न हि सर्वथाप्यसत उपलब्धिक्षणप्राप्तत्वं घटते, क्वचित्कदाचित्सत्त्वोपलम्भाविनाभावित्वात्तस्य । एतेन सर्वसंबन्धिपक्षोऽपि प्रत्याख्यातः । किं चासिद्धः सर्वसंबध्यनुपलम्भः, असर्वविदा प्रतिपत्तुमशक्यत्वात् । न खलु सर्वात्मनां तज्ज्ञानानां चाप्रतिपत्तौ तत्संबन्धी सर्वज्ञानुपलम्भः प्रतिपत्तुं शक्यः । ટીકાનો ભાવાનુવાદ :
અનુમાન પણ સર્વજ્ઞનું બાધક નથી. કારણકે સર્વજ્ઞના બાધકઅનુમાનમાં ધર્મી કોણ રાખશો ? સાધ્ય કોને બનાવશો? અને કોને હેતુ કરશો? (તેનું સ્વરૂપ જ) અનિશ્ચિત છે.
સારું, તમે બતાવો કે તમારા સર્વજ્ઞબાધક અનુમાનમાં ધર્મી તરીકે કોણ છે ? શું ધર્મિ