________________
षड्दर्शन समुश्चय भाग -२, श्लोक - ४५-४६, जैनदर्शन
४१५
सर्वान्तिमप्रकर्षेण भाव्यं, यथा परिमाणस्याकाशे । स च ज्ञानस्य सर्ववस्तुप्रकाशकत्वरूपो यत्र विश्रान्तः स भगवान् सर्वज्ञः । ननु संताप्यमानपाथस औष्ण्यतारतम्ये सत्यपि सर्वान्तिमवहिरूपतापत्तिरूपप्रकर्षादर्शनाट्यभिचार्ययं हेतुरिति चेत् न, यतो यो द्रव्यस्य सहजो धर्मो न तु सहकारिसव्यपेक्षः-(सहजोऽपि च यः स्वाश्रये विशेषमारभते)-सोऽभ्यासक्रमेण प्रकर्षपर्यन्तमासादयति, यथा कलधौतस्य पुटपाकप्रबन्धाहिता विशुद्धिः । न च पाथसस्तापः सहजो धर्मः, किं त्वग्न्यादिसहकारिसव्यपेक्षः । तत्कथं तत्र तापोऽभ्यस्यमानः परां काष्ठां गच्छेत् । अत्यन्ततापे प्रत्युत पाथसः परिक्षयात् । ज्ञानं तु जीवस्य सहजो धर्मः स्वाश्रये च विशेषमाधत्ते । तेन तस्य निरन्तराभ्यासाहिताधिकोत्तरोत्तरविशेषाधानात् प्रकर्षपर्यन्तप्राप्ति युक्ता । एतेन “लङ्घनाभ्यास" इत्यादि निरस्तं, लङ्घनस्यासहजधर्मत्वात्, स्वाश्रये च विशेषानाधानात्, प्रत्युत तेन सामर्थ्यपरिक्षयादिति । ટીકાનો ભાવાનુવાદઃ
જૈન : (ઉત્તરપક્ષ) : તમે પૂર્વે સર્વજ્ઞના નિષેધમાં “તે સર્વજ્ઞનું ગ્રાહક પ્રમાણ નથી”—આવો હેતુ કહ્યો હતો તે સત્ય નથી. કારણકે સર્વજ્ઞસાધક અનુમાનોનો સદ્ભાવ છે જ. કહેવાનો આશય એ છે કે તમે (મીમાંસકોએ) પૂર્વે “સર્વજ્ઞસાધક પ્રમાણનો અભાવ હોવાથી સર્વજ્ઞજેવી કોઈ વ્યક્તિ નથી” આવું કહ્યું હતું તે સત્ય નથી, કારણકે સર્વજ્ઞસાધક અનુમાન પ્રમાણો છે જ. તે અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે
જ્ઞાનનો તરતમભાવ=ક્રમિકવિકાસ ક્યાંક વિશ્રાંતિ–પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. કારણ કે તે તરત મશબ્દથી વાચ્ય છે. અર્થાત્ તેનો ક્રમિકવિકાસ થાય છે. જેમકે પરિમાણ પરમાણુથી ક્રમિક વિકાસ કરતાં કરતાં આકાશમાં પોતાની પૂર્ણતાને અર્થાત્ મહાપરિમાણ અવસ્થાએ પહોંચી જાય છે. તેવી જ રીતે જ્ઞાનનો ક્રમિકવિકાસ થતાં થતાં પૂર્ણતાએ પહોંચે છે, તે જ સર્વજ્ઞતા છે.
જ્ઞાનનો ક્રમિકવિકાસ અસિદ્ધ નથી, કારણ કે જગતમાં પ્રત્યેકજીવોની પ્રજ્ઞા=પ્રતિભા તથા મેધા=ધારણાશક્તિઆદિ ગુણોનો વિકાસ ક્રમિક જ દેખાય છે. કોઈના પ્રજ્ઞા-મેધાદિ ગુણોનો વિકાસ ઓછો છે, તો કોઈનો વધું છે. આથી જ્ઞાનાદિ ગુણોનો વિકાસ જગતના જીવોમાં ક્રમિક દેખાય છે. તેથી જેમ પરમાણુમાં રહેલું પરિમાણ વિકાસ પામતાં પામતાં પરમપ્રકૃષ્ટ અવસ્થાએ આકાશમાં જોવા મળે છે, તેમ જ્ઞાનાદિ ગુણોનો વિકાસ થતાં થતાં અવશ્ય સર્વ અંતિમપ્રકર્ષ થવો જ જોઈએ અને તે જગતવર્તી સર્વવસ્તુઓના પ્રકાશક જ્ઞાનની જ્યાં વિશ્રાંતિ=પૂર્ણતા છે,