________________
ye
આ ગાથાનો અર્થ બેસાડવા હરિભદ્ર ઘણું મધ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિં. એટલે તેમણે પાસે જઈને ઉપહાસમાં વૃદ્ધાને પૂછયું –અહો! માજી ! આ તમે ચિફ ચિકુ છું કર્યું ? ત્યારે યોગિનીએ જવાબ આપ્યો-બેટા ! નવું લિખેલું ચિફ ચિફ થાય. નવર્જિતં વિશ્વવિક્રાયતે' (અર્થાત વ્યંગમાં તું પણ નવો નિશાળી છે, શિખાઉ અણઘડ છે, એટલે આ બધું તને ચિક્ર ચિફ લાગતું હશે, પણ તેમ નથી.) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રને ઉપહાસ થઈ ગયે ને તે ચાટ પડી ગયા. એટલે ચમકાર પામેલા સત્યપ્રતિજ્ઞા સરલાત્મા હરિભદ્ર વિનમ્ર બની વિનયથી પૂછયું–અહીં માતાજી! તમે જે આ પાઠ કર્યો તેને અર્થ આપ સમજાવ, હું તે અર્થ સમજતું નથી, હું આપનો શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું–હે ભદ્ર! પુરુષને શિષ્ય કરવાને અમારો આચાર નથી, પણ હારી જિજ્ઞાસા હોય તે તું અમારા ધમોચાર્ય પાસે જા. એટલે હરિભદ્ર પુહિત જિનભટાચાર્ય પાસે જઈ તેમને સમસ્ત નિવેદન કરી તેમની પાસે દીક્ષિત થયા. પછી તો જિનદર્શનરૂપ પારસમણિનો પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રનો આત્મા તેના રંગથી હાડોહાડ રંગાઈ ગયે. આમ જેના નિમિત્તથી પોતાને આ જીવનપલટ થશે, અને પરમ ધમ બીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયે, એવા તે ચેગિની “યાકિની” મહત્તરાને પોતાને સદ્ધર્મ સંસ્કારરૂપ ધર્મ જન્મ આપનારા, સાચે પરમાર્થ “દ્વિજ ” બનાવનારા પોતાના ધર્મમાતા માની, કૃત
શિરોમણિ હરિભદ્ર પિતાને “યાકિની મહત્તાસૂન' તરિક ઓળખાવવા લાગ્યા, અને પિતાની અમર કૃતિઓમાં પણ તે પુણ્ય સ્મૃતિ તેમણે જાળવી રાખેલી અદ્યાપિ દશ્ય થાય છે. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અપ સમયમાં સમસ્ત જિનાગમના પારગામી થયા ને તેને યોગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યા.
તેમના બે ભાણેજ હંસ અને પરમહંસે તેમની સમીપે દીક્ષા લીધી. પ્રમાણુશાસ્ત્રમાં પારંગત આ બે મહાબુદ્ધિમાન્ શિષ્ય, ગુરુની અનુજ્ઞા નહિં છતાં, બોદ્ધ પ્રમાણ શાસ્ત્રોના અભ્યાસાર્થે ગુપ્ત વેશે બૌદ્ધ નગરે ગયા. ત્યાં પાછળથી ખબર પડી જતાં બોદ્ધોએ હંસને હણી નાંખે, પણ પરમહંસ નાસી છૂટી માંડ ગુરુ પાસે પહોંચ્યું, અને હકીક્ત નિવેદન કરતાં તે પણ હદવિભેદથી મરણ પામે. એટલે આવા બે ઉત્તમ શિષરત્નોના વિરહથી શેકનિમગ્ન થયેલા હરિભદ્રસૂરિને ક્ષણિક આવેશરૂપ કેપ વ્યાપે છે, પણ તેમના ગુરુએ પાઠવેલી “ગુજળ અજિતા ' ઈ. ત્રણ ગાથાથી તેનું તતક્ષણ શમન થાય છે, અને તેમને પિતાના ક્ષણિક આવેશરૂપ કોપનો પારાવાર પશ્ચાત્તાપ થાય છે અને પ્રાયશ્ચિત્ત યાચે છે. પછી શિષ્યસંતતિનો વિરહ જેને વેદતો હતો અને આવા દુ:ખમય સંસારસ્વરૂપ પ્રત્યે તીવ્ર વૈરાગ્યથી જે “ભવવિરહ’ ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરંગી શ્રી હરિભદ્રાચાર્ય “શાઅસંતતિ’ના સજનાથે અનુપમ અતુલ પરમ આશ્ચર્યકારી પુરુષાર્થ થી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ બી જ ભૂત ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org