________________
સંતોષ, તપ, વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું આ સેવન કરે છે, પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાં આસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇકિયેને પ્રત્યાહત કરી પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણું ધરે છે, સ્થિરચિત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ-સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે. અને આમ જે અનંત સુખધામ પદને ઈચ્છતા સુસંતે-ગીન્દ્રો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, અને જ્યાં અનંત એવી સુધામય પરમ શાંતિ પ્રવહે છે, એવા તે પરમ અમૃતસ્વરૂપ શુદ્ધ પરમ પદને આ ગિરાજ સાક્ષાત પામે છે. “સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
(૨) શાસ્ત્રકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી. આમ દિવ્ય ગદષ્ટિથી પરમાર્થમય વેગમાર્ગનું યથાર્થ દર્શન કરાવનાર આ શાસ્ત્રકર્તા મહર્ષિના પવિત્ર ચરિત્ર સંબંધી બે શબ્દ કહી અંત્ય મંગલરૂપ ઉપસંહાર કરીએ –આ ભારત ભૂમિમાં મત-દર્શનના આગ્રહથી પર એવા જે ગયાગાંઠ્યા “નિપક્ષ વિરલા કોઈ” સાચા સંત પુરુષે થયા છે, તેમાં શ્રી હરિભદ્રાચાર્ય કોઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તરસન્ન થઈ ગયા, સર્વ દર્શનનો સાધમિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંત દષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક
તિર્ધર આર્ષ દષ્ટા થઈ ગયા. વિક્રમના આઠમાં નવમા સૈકામાં થઈ ગયેલા આ યાકિની મહત્તા સૂન' તરિકે સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિના જીવન સંબંધી જે અતિ અ૫ માહિતી શ્રી પ્રભાવક ચરિત્ર આદિ પરથી આપણને ઉપલબ્ધ થાય છે તે પ્રમાણે તેઓશ્રી ચિત્રકૂટના( ચિત્તોડના) નિવાસી સર્વશાપારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા? અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરોહિત હતા. તે ચતુર્દશ વિદ્યાસ્થાનમાં પ્રકર્ષ ને પામેલા હતા, પણ તેમને પિતાની વિદ્યાને મદ ચડ્યો હતો. પિતાને કલિસકલગ્નપણે માનતા આ ઘમંડી વિપ્રે દુતર પ્રતિજ્ઞા કરી હતી કે “ અત્રે જેનું કહેલું હું ન સમજી શકું, તેનો હું શિષ્ય થઈ જાઉં.' આમ દ્વિજ શ્રેષ્ઠ હરિભદ્ર પુરોહિત અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતવવેષક હતા. એક દિવસ તે મહાપંડિત કોઈ ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા, ત્યાં એક “યાકિની ”મહત્તરા નામના વૃદ્ધ સાધ્વીજીને નીચેની ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા–
" चक्की दुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ॥”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org