________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
માંડીને કરેલા પાપની શુદ્ધિને માટે શ્રી ઋષભદેવસ્વામીને તું નમન કર.” રાજાએ તે વચન સાંભળી, કદાચ શુકરાજ નાસી જશે ? એ ભયથી અશ્વ ઉપર બેઠા બેઠા જ પ્રથમ તીર્થંકરની મૂર્તિને નમસ્કાર કર્યો. રાજાને મનની આ શંકાના જાણનાર, સ્વ-૫૨-હિતાભિલાષી શુકરાજે તત્કાળ કળશ પરથી ઊડીને તે દેવાલયમાં આવી ૫રમાત્માની મૂર્તિને નમન કર્યું. તે જોઈ રાજા પણ અશ્વ ઉપ૨થી ઉતરીને દેવાલયમાં આવી તે શુકરાજની પાછળ જ રહીને વિવેકસહિત તે અલૌકિક રત્નમણિમયી શ્રીઋષભદેવસ્વામીની પ્રતિમાને વંદન-નમન કરીને, ચિત્ત પ્રસન્ન થાય, એવી સ્તવના કરવા લાગ્યો.
૧૩
હે પ્રભુ ! હું તમારી સ્તુતિ કરવા ઉત્સુક છું, પરંતુ તમારી સંપૂર્ણ સ્તવના કરવા જેટલી મારામાં શક્તિ નથી. તમારી ભક્તિ કરવાની અશક્તિને લીધે મારું ચિત્ત અસ્થિર બને છે, તથાપિ જેમ મચ્છર પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉદ્યમ કરે છે, તેમ હું પણ યથાશક્તિ તમારી સ્તવના કરવાને પ્રવર્તમાન થાઉં છું. અગણિત સુખના આપનાર પ્રભુ ! ગણિત સુખના આપનાર કલ્પવૃક્ષાદિની ઉપમા તમને કેમ આપી શકાય ? તમે કોઈ પર પ્રસન્ન પણ થતા નથી, તેમ કાંઈ આપતા પણ નથી, છતાં ય સર્વે તમારી સેવા કરે છે, અહો ! તમારી રીતિ આશ્ચર્યકારક છે. તમે મમતા-હિત છતાં પણ જગત્પ્રય-રક્ષક છો, નિઃસંગી છતાં પણ જગત્પ્રભુ છો, લોકોત્તર સ્વરૂપ છતાં રૂપરહિત છો, એવા હે પરમેશ્વર ! તમને નમસ્કાર હો.”
મિષ્ટાન્નના જાણે ઓડકાર જ ન હોય ? આવી પ્રભુની ઉદાર સ્મ્રુતિ દેવાલયની પાસે આવેલા આશ્રમમાં વસતા ગાંગીલ નામના મહર્ષિએ સાંભળી, પછી પહેલેથી જાણે કોઈએ સંકેત કરી રાખ્યો ન હોય ! તેમ શંકર સ્વરૂપ, મોટી જટાવાળો, વૃક્ષની છાલને પહેરનાર અને મૃગચર્મ રાખનાર એવા તે ગાંગીલ મહર્ષિ, તે દેવાલયમાં પ્રવેશી, શ્રીૠષભદેવસ્વામીની મૂર્તિને ભક્તિપૂર્વક અભિવંદન કરીને, નિર્મળજ્ઞાનયુક્ત હૃદયે તત્કાળ પોતે બનાવેલી ગદ્યાત્મક અને દોષરહિત ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા. "ત્રણ જગતના એક જ અને અદ્વિતીય નાથ ! હે પ્રભુ ! ત્રણે જગતનો ઉપકાર કરવામાં સમર્થ તથા અનંતાતિશયની શોભાએ યુક્ત આપ જયવંતા વર્તો !
નાભિરાજાના વિપુલ કુળરૂપ કળમને પ્રફુલ્લિત કરવાને સૂર્ય સમાન તથા ત્રણે ભુવનના જીવોને સ્તવવા યોગ્ય શ્રીમરુદેવા માતાની કુક્ષીરૂપ મનોહર સરોવરને શોભાવનાર, રાજહંસ એવા આપ જય પામો. ત્રણે જગતના ઘણા ભવ્ય જીવોના ચિત્તરૂપી ચક્રવાકને શોક રહિત કરવા સૂર્ય સમાન, સર્વ દેવોના ગર્વને સકળ પ્રારે દૂર ક૨વાને સમર્થ એવી નિર્મળ, નિઃસીમ અને અદ્વિતીય મહિમારૂપ લક્ષ્મીના વિલાસ માટે સરોવ૨ સરખા ! હે પ્રભુ ! તમે જયવંતા વર્તો. સુંદ૨ ભક્તિરસમાં લીન બની ગયેલા અને દેદીપ્યમાન તથા સેવનાર્થે સ્પર્ધાયુક્ત બની નમસ્કાર કરવામાં તત્પર એવા અમર (દેવતા) અને નર (મનુષ્ય)ના સમૂહના મસ્તકે રહેલા મુકુટના માણિકયની કાંતિરૂપ પાણીની લહેરોથી ધોવાયેલા ચરણારવિંદવાળા હે પ્રભુ ! જયવંતા વર્તો. સર્વ રાગ, દ્વેષ, મત્સર, કામ, ક્રોધાદિ દોષરૂપ મલનો નાશ કરનાર, અપાર સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને પંચમ ગતિ (મોક્ષરૂપ) તીરે પહોંચાડવાને જહાજ સમાન એવા હે પ્રભુ ! તમે જયવંતા વર્તો. સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી મુક્તિરૂપી વધૂના હે પ્રભુ ! તમે