________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્ત્વનું સ્વરૂપ બતાવેલ છે. પુણ્યની મહત્તા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે તત્પશ્રદ્ધા અનિવાર્ય છે. કવિએ ઈ.સ. ૧૬રર માં ભરત-બાહુબલિ રાસ(ઢાળ૮૩, ગા-૧૧૧૬) રાસ રચ્યો છે, જેમાં ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત અને ભારતના નાના ભાઈ બાહુબલિના પૂર્વભવોનાં વૃત્તાંતથી તેમજ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર પામેલી આ કૃતિ છે. તેના દ્વારા મોહ કર્મ સાથે ભાવ યુદ્ધ કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો બોધ અપાયો છે. ત્યાર બાદ ઈ.સ. ૧૬રર માં આપણી રાસકૃતિ સમકિતસાર રાસ(કડી-૮૭૯)ની રચના થઈ છે. સમ્યકત્વ એ સંસારથી તરવામાં નૌકા સમાન છે. તે ધર્મનું મૂળ છે, તેથી તેનું જતન કરવાની કવિ હિતશિક્ષા આપે છે. ઈ.સ.૧૬રરમાં બીજી રાસકૃતિ રચાઈ જેનું નામ ક્ષેત્રપ્રકાશ રાસ (કડી-૫૮૪) છે; જેમાં ભૂગોળના વિષયોનું આલેખન છે તેમજ તેમાં ચૌદ રાજલોક, અસંખ્યતા દ્વીપ અને સમુદ્રો, દેવલોક, નારકી આદિ ક્ષેત્રનો પરિચય તથા ભૌગોલિક વિષયોની ચર્ચા કરી છે. કવિએ અહીં પોતાની શાસ્ત્રોક્ત વિકતા દર્શાવી છે. ત્યારબાદ કવિએ ઈ.સ.૧૬૨૬ માં હિતશિક્ષા રાસ (કડી-૧૮૬૨) રચ્યો છે, જેમાં જીવનને ઉપયોગી વિગતોનું જ્ઞાન મળે છે. તેમાં માર્ગનુસારીના ૩૫ બોલનું વર્ણન કર્યું છે. કવિએ ઈ.સ. ૧૬ર૬ માં સાકાર ભક્તિરૂપે પૂજા વિધિ રાસ(લગભગ ૫૭૧કડી) રચ્યો છે. આ ઉપરાંત ઈ.સ.૧૬ર૬માં જીવતસ્વામીનો રાસ(રર૩ કડી), ઈ.સ. ૧૯૨૬માં શ્રેણિક રાસ(૧૮૩૯ કડી), ઈ.સ.૧૬ર૭માં કયવના રાસ (૨૮૪ કડી) ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ઉમેરી હીરવિજયસૂરિએ ૧ર આજ્ઞાઓ જાહેર કરી તેને વર્ણવતો ઈ.સ.૧૬૨૮માં હીરવિજયસૂરિનો બાર બોલનો રાસ(૨૯૪ કડી), ઈ.સ. ૧૬૯માં મલ્લિનાથ રાસ(૨૯૫ કડીનો), ઈ.સ.૧૯૨૯માં હીરવિજયસૂરિ રાસ(કડી-૩૧૩૪), ઈ.સ.૧૬૨૯માં વીસ સ્થાનકતપ રાસ, ઈ.સ. ૧૬૩૧માં અભયકુમાર રાસ(૧૦૦૫ કડી), ઈ.સ. ૧૬૩૨માં રોહણિયા મુનિ-રાસ રચ્યો છે. આ ઉપરાંત ઈ.સ.૧૬૧રમાં બાર આરા સ્તવન, ઈ.સ.૧૬૧૧માં આદિશ્વર વિવાહલો, ઈ.સ. ૧૬૬માં ચોવિસ જિન નમસ્કાર જેવી રાસકૃતિઓ રચી છે.
કવિ ઋષભદાસે પોતાનું સમગ્ર જીવન સાહિત્ય સર્જનની સેવામાં પસાર કર્યું છે. નમ્રતા અને લઘુતા :
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનાર શ્રાવક કવિ ઋષભદાસ સત્તરમી સદીમાં થયા હતા. તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળશાહ, નર્મદાશંકર અને દયારામ જેવા જૈનેત્તર કવિઓની પંક્તિમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમનું સ્થાન તેમના સમકાલીન મહાકવિઓ નયસુંદર અને સમયસુંદરની સમકક્ષાએ આવે છે.
કવિ નયસુંદરનો જીવનકાળ ઈ.સ. ૧૫૪૨ થી ઈ.સ. ૧૬૧૩ સુધીનો છે. કવિ સમયસુંદરનો જીવનકાળ ઈ.સ. ૧૫૫૪ થી ઈ.સ. ૧૬૪૪ સુધીનો છે અને કવિ ઋષભદાસનો જીવનકાળ ઈ.સ. ૧૫૭૫ થી ઈ.સ. ૧૬૩૫ સુધીનો છે. આ ત્રણે કવિઓ વચ્ચે થોડા થોડા સમયનું અંતર છે. પ્રથમ કવિ નયસુંદર,