________________
૨૮૩ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ • સમકિતનાં પાંચલક્ષણોઃ
કવિએ કડી ૭૯૯ થી ૮૦૧માં સમકિતનાં પાંચ લક્ષણ દર્શાવેલ છે. ભૂષણ એ સમ્યકત્વની શોભા છે, જ્યારે લક્ષણ એ સમ્યકત્વી જીવને ઓળખવાની નિશાની છે. બાહ્ય લક્ષણો પરીક્ષણયંત્ર છે. વ્યવહારમાં પણ થર્મોમીટરથી તાવ માપી શકાય, પ્રમાણપત્રથી વકિલ કે ડૉક્ટર છે; એવું જાણી શકાય. સમ્યગુદર્શન અરૂપી ગુણ હોવાથી તેને વ્યક્તિના આચરણપરથી જાણી શકાય છે.
સમ્યકત્વના પાંચ લક્ષણો શ્રાવપ્રશમિ", સંબોધ પ્રકરણમાં તેમજ વિમલવિબુદ્ધસૂરિ કૃત (ઉપદેશશતક) સમ્યકત્વપરીક્ષા ઇત્યાદિ ગ્રંથમાં દર્શાવેલ છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ. સા. કહે છે
भकिखज्जई सम्मत्तं हिययगयं जेहि ताइं पंचेव ।
उवसम संवेगोतह निब्बेयणुकंपे अत्थिक्कं ॥ અર્થ: જેના વડે હૃદયગત આત્માના શુભ અધ્યવસાયરૂપ સમ્યકત્વ જાણી શકાય તે લક્ષણ કહેવાય. ઉપશમ, સંવેગ,નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયએ પાંચસમ્યકત્વનાં લક્ષણો છે. આત્માની જિજ્ઞાસાવાળો જીવ કેવો હોય તે દર્શાવતાં શ્રીમદ્જી કહે છે કે
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા
ભdખેદ,અંતરદયા, તે કહીએજિશાસ. (૧) ઉપશમ-અનંતાનુબંધી કષાયનાલયોપશમજન્ય ભાવ તે ઉપશમ છે. તેને શમ-પ્રશમ પણ કહેવાય છે. કષાયોનો ઉપશમ બે પ્રકારે થાય છે. વિંશતિવિંશિકામાં પૂર્વાચાર્ય કહે છે
पयईए कम्माणं नाऊणं वा विवागमसुहंति ।"
अवस्ढे विन कुप्पइ उवसमओ सबकालंपि॥ અર્થ: સ્વાભાવિક રીતે અથવા તો કર્મોના અશુભ વિપાકોને જાણીને, કષાય વગેરેનો ઉપશમ થાય છે. જેમ કોઈને તાવ આવ્યો હોય અને સમય મર્યાદા પૂર્ણ થતાં ઔષધનાં ઉપચાર વિના રવાભાવિક રીતે ઉતરી જાય તેમ નિસર્ગ સમકિત રવભાવિક થાય છે. જેમ કોઈને તાવ ઔષધોપચારથી ઉતરી જાય તે સમાન અધિગમ સમકિત સમજવું.
ક્રોધની ચળ અને વિષયતૃષ્ણા શમી જવાં તે ઉપશમ છે. સમકિતીને ક્રોધ આવે પણ કોધના પરિણામ તરત શમી જાય છે. યુગલિકોમાં બાહ્ય સંઘર્ષ નથી, તેમ આંતર સંઘર્ષ પણ નથી તેથી તેમને દેવગતિ મળે છે પરંતુ મોક્ષ પ્રાપ્ત થતો નથી.
શ્રેણિક મહારાજ અને કૃષ્ણ મહારાજા સમકિતી હતા. તેઓ શમ લક્ષણવાળા જ હતા એવો એકાંત નિયમ નથી. ઉત્પત્તિના સમયમાં આ પાંચે લક્ષણ હોય પછી તેની વિદ્યમાનતા રહે અથવા ન રહે. શમવિના પણ સમકિત હોય. કેટલાકને સંજવલન કષાય, અનંતાનુબંધી કષાયજેવો તીવ્ર પણ હોય છે, ત્યારે તેઓને સંજવલન