________________
૪૨૯
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
તેઓએ અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી અરિષ્ટનેમિના દર્શન ન થાય ત્યાં સુધી માસક્ષમણના પારણે માસક્ષમણ તપ કરવું. આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરી તેઓ વિહાર કરવા લાગ્યા. હસ્તિકલ્પ નગરમાં માસક્ષમણ તપના પારણે ભિક્ષા લેવા જતા તેમણે સંભળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન ગિરનાર પર્વત ઉપર એક માસનું અનશન કરી ૩૬૦૦૦ સાધુઓ સાથે કાળધર્મ પામ્યા છે. આ સાંભળીને પાંડવોએ ભિક્ષામાં લાવેલો આહાર એકાંત જગ્યાએ વિવેકપૂર્વક પરઠી લીધો. તેઓ શેત્રુંજ્ય પર્વત ઉપર ગયા. ત્યાં બે માસનો પાદોપગમન સંથારો કરી સિદ્ધ થયા. ૧૪) ઉદાયી રાજા : (ઉપદેશ પ્રાસાદ, ભા.૧, પૃ ૧૩૬-૧૪૨.)
ઉદાયી રાજા રાજગૃહી નગરીના કોણિક રાજાના પુત્ર હતા. તે શૌર્યવાન, દાનવીર અને ધર્મવીર હતા. સાધુઓના સંગે તે બારવ્રતધારી શ્રાવક બન્યા. તેઓ સમ્યક્ત્વ સહિત બાર વ્રતનું આરાધન કરતા. તેઓ આવશ્યકપ્રતિક્રમણાદિ ક્રિયાઓ શુદ્ધ ભાવે કરતા હતા, તેમજ પર્વતિથિએ પૌષધ કરતા. તેમણે ધર્મ આરાધના કરવા રાજમહેલની નજીક પૌષધશાળા પણ બનાવી. સમય મળતાં ધર્મ સ્થાનકમાં આવી સામાયિક કરતા. પિતાના મૃત્યુની યાદ ભૂલવા તેમણે પાટલીપુત્રને રાજધાની બનાવી.
એકવાર ખંડિયા રાજાથી ખંડણી ન ભરાતાં, ઉદાયી રાજાની સેના ખંડણી વસૂલ કરવા ગઇ. બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિપક્ષ રાજાનું મૃત્યુ થયું. તેથી તે રાજાના પુત્રએ પોતાના પિતાના ખૂની એવા ઉદાયી રાજાની હત્યા કરવાનો નિશ્ચય કર્યો. તેણે જોયું કે જૈન મુનિઓ કોઇ પણ જાતની પૂછતાછ વિના રાજમહેલમાં જઇ શકે છે. તેથી ઉદાયી રાજાના ધર્મગુરુ ધર્મઘોષ મુનિ પાસે ખંડિયા રાજાના પુત્ર, તેમની કૃપા મેળવી દીક્ષા લીધી. તેનું નામ વિનયરત્ન પડયું. તેણે ગુરુ સાથે રહી ઘણો અભ્યાસ કર્યો પરંતુ તેના પિતાના મૃત્યુનો બદલો લેવાની ભાવના તેના મનમાં જીવંત રાખી.
બાર વર્ષ પછી પાટલીપુત્રમાં તેઓનું આગમન થયું. ઉદાયી રાજાએ પર્વતિથિના દિવસે ગુરુને રાત્રિ પૌષધ કરવાની ભાવના વ્યક્ત કરી અને પૌષધશાળામાં પધારવાની વિનંતી કરી. વિનયરત્નમુનિ ગુરુ સાથે પૌષધશાળામાં પધાર્યા. પ્રથમ પ્રહરમાં ધર્મચર્ચા કરી. ત્યાર પછી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી, સંથારો (શયા) કરી રાજા, આચાર્ય તથા વિનયરત્નમુનિ સૂતા. વિનયરત્નમુનિ ઊંધવાનો ઢોંગ કરતા હતા. તેણે મધ્યરાત્રિએ રાજાનું ખૂન કરી જંગલ જવાના બહાને ત્યાંથી નીકળ્યા. થોડીવારમાં લોહીની ધારથી આચાર્ય શ્રીનો સંથારો ભીનો થયો. તેઓ જાગી ગયા. વિનયરત્ન મુનિને પલાયન થયેલા જાણી હેબતાઇ ગયા. જૈન મુનિ દ્વારા રાજાનું ખૂન', એવું નગરજનોને ખબર પડશે ત્યારે જૈનશાસન વગોવાશે; એવું જાણી આચાર્યએ સર્વ જીવો સાથે ક્ષમાપના કરી, પાસે પડેલી છરી પોતાના ગળામાં ખોસી દીધી. ઉદાયી રાજા ધર્મ પ્રેમી, ઉત્તમ ક્રિયાશીલ અને તપસ્વી હતા. તેથી તે સ્વર્ગે ગયા. ૧૫) શિવ-પાર્વતી : (શિવપુરાણ(મરાઠી), અ.-૧૩, પૃ.૪૩૫-૪૪૫. પ્ર. ૨ઘુવંશી પ્રકાશન, ૨૪૨, શુક્રવાર પેઠ. પૂના).
દક્ષ રાજાની પુત્રી પાર્વતીએ કૈલાશપતિ સદાશિવ (શંકર) સાથે લગ્ન કર્યા, જે દક્ષ રાજાને ન ગમ્યું. તેથી તેમને સદાશિવ પ્રત્યે અણગમો હતો. દક્ષ રાજાએ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. તે સદાશિવની નિંદા કરતા હતા. ગળામાં નરમુંડોની માળા પહેરનારા, શરીરે હાથીનું ચામડું પહેરનારા, શરીરે ભસ્મ ચોપાડનારા એવા અપવિત્ર અને અભદ્ર દેવ તેમને પસંદ ન હતા. શિવની નિંદા કરવા એકવાર દક્ષ રાજા કૈલાશે ગયા. શંકર ભગવાને તેમનું સ્વાગત ન કર્યું. તેથી ક્રોધિત થયેલા દક્ષે શિવની નિંદા કરી. એકવાર દક્ષની પુત્રી પાર્વતી કૈલાસ પર ફરવા ગઈ. ત્યાં તેણે પિતાના ઘરે યજ્ઞ થતો જોયો. પોતાની બીજી બહેનોને યજ્ઞમાં આવેલી જોઈ. પાર્વતીએ પિતાના ઘરે યજ્ઞમાં