________________
૪૩૦
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે
જવાની શિવજી પાસે રજા માંગી. શિવજીએ પાર્વતીને ત્યાં ન જવા સમજાવ્યું પરંતુ પાર્વતી નંદી પર બેસી પિતાના ઘરે પહોંચ્યા. પોતાની પુત્રીને યજ્ઞમાં આવેલી જોઈને માતા-પિતાએ મોઢું ફેરવી લીધું. અનંત બ્રહ્માંડની રવામિનીનું ઘોર અપમાન થયું. પાર્વતીએ યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું. બ્રહ્માંડ ડોલાયમાન થયું. આ વાતની શંકર ભગવાનને ખબર પડતાં પોતાના અહંકારને છોડી મહા ભયંકર રૂપ ધારણ કરી તેઓ શ્વસુર ગૃહે આવ્યા. પાર્વતીના મૃત્યુથી ક્રોધિત થઈ તેમણે ત્યાંતાંડવનૃત્ય કર્યું. તેમણે દક્ષ રાજાનો શિરચ્છેદ કર્યો. ૧૬) સુબાહુકુમાર ઃ (શ્રી કલ્પસૂત્ર કથાકાર પૃ. ૨૪૫થી ૨૭૦. સં. સુનંદાબહેન વહોરા.).
બાહકુમાર તથા સુબાહુકુમાર વજનાભ ચકવર્તીના ભાઈ હતા. બંને ભાઈઓએ સંયમ સ્વીકારી મુનિ વૈયાવચ્ચ અને શુશ્રુષાનું ઉત્તમ કાર્ય કર્યું. ભરતે ભોજન લાવવા દ્વારા તેમજ બાહુબલિએ શરીર દ્વારા શુષા કરી. બાહુમુનિ વૈયાવૃત્યના પ્રભાવથી બીજા ભવમાં ઋષભદેવ ભગવાનના મોટા પુત્ર ભરત થયા અને સુબાહુકુમાર ભરતના નાનાભાઈ બાહુબલિ તરીકે જનમ્યા. ભરત મહારાજાએ છ ખંડની પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાર પછી પોતાના નવાણું ભાઈઓને પોતાના આધીન રહેવા સંદેશ મોકલ્યો. બાહુબલિ સિવાય અઠ્ઠાણું ભાઈઓએ ભગવાન ઋષભદેવના ઉપદેશથી વૈરાગ્ય પામી સંસાર ત્યાગ કર્યો. તે સર્વેએ કૈવલ્ય રાજ્ય મેળવ્યું. સિંહ કદી બીજાને આધીન ન રહે તેમ બાહુબલિ ભરત મહારાજાને આધીન રહેવા માંગતા ન હતા. તેથી બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું. બાહુબલિ અને ભરત મહારાજા વચ્ચે દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ થયું. આ ચારે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો. પૂર્વભવમાં બાહુબલિએ કરેલી શ્રમણોની ભાવપૂર્વક, તેમજ નિષ્ઠાપૂર્વક સેવાથી તેમનામાં બાહુબળરૂપી અપૂર્વ શક્તિ ઉત્પન્ન થઈ હતી. ૧૭) હરિકેશી મુનિ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : અ. ૧૨, પૃ. ૫૬૪-૬૪૩. લે. વાસીલાલજી મ.)
હરિકેશી મુનિ પૂર્વે સોમદત્ત નામનો પુરોહિત હતો. મથુરા નરેશ શંખરાજાએ સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એક ગામથી બીજે ગામ વિચરતાં એકવાર તેઓ હસ્તિનાપુર પધાર્યા. તેઓ બપોરના સમયે ગોચરીએ જતાં સુનકાર શેરીની નજીક આવ્યા. તેમણે નજીકમાં રહેતા સોમદત્ત ભટ્ટને માર્ગ પૂછયો. તે ગલીનું નામ હુતવહરચ્યા' (ગ્રીષ્મ ઋતુના તાપથી તપ્ત) હતું. સોમદત બ્રાહ્મણ મુનિઓનો દ્વેષી હતો. તેણે શંખમુનિને ઊણમાર્ગ બતાવ્યો. મુનિના લબ્ધિના પ્રભાવે ઉષ્ણ માર્ગ શીતળ બન્યો. સોમદત્ત બ્રાહ્મણ પણ તે માર્ગે ગયો. તેણે પણ શીતળતાનો અનુભવ કર્યો. પોતાના અનુચિત કાર્ય બદલ તેને પશ્ચાતાપ થયો. તેણે મુનિ પાસે ક્ષમા માંગી. મુનિએ તેને ક્ષમા આપી ધર્મોપદેશ આપ્યો. ગીતાર્થ ગુરુના વચનોથી સોમદત્ત બ્રાહ્મણે પ્રવજ્યા સ્વીકારી. મુનિપણું સ્વીકાર્યા પછી પણ તે જાતિમદ, કુળમદ, રૂપમદ કરતો રહ્યો. તેથી દ્રવ્ય ચારિત્રનું પાલન કરી મૃત્યુ પામીતે દેવલોકમાં ગયો. ત્યાંથી એવી હરિકેશ ગોત્રીય ચાંડાલોના અધિપતિ બલકોટ્ટ અને તેની પત્ની ગૌરીના ગર્ભમાં પુત્રપણે અવતર્યો. તેનું નામ બલ રાખવામાં આવ્યું. સમય જતાં તે હરિકેશબલથી ઓળખાયો. પૂર્વભવમાં કરેલા રૂપમદ અને સાધુઓ પ્રત્યેના દ્વેષના કારણે વર્તમાને તેને નીચ ગોત્ર મળ્યું તેમજ દેખાવે કુરૂપ થયો. રવભાવે ક્રોધી, ઈર્ષાળુ હોવાથી સર્વત્ર અપમાનિત થયો.
એકવાર હરિકેશબલ લાચાર અને નિરાશ બની બેઠો હતો ત્યારે ત્યાં એક ભયંકર કાળો સર્પ નીકળ્યો. ચાંડલોએ ‘તે દુષ્ટસર્પ છે', એવું કહી મારી નાખ્યો. થોડીવારમાં ત્યાંથી એક અલશિક (બે મુખવાળો) જાતિનો નિર્વિષ સર્પ નીકળ્યો, લોકોએ તેને વિષરહિત છે, એવું કહી છોડી દીધો.