________________
૪૩૫
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
છો ને ? આજે તમે જ દસમા !'' કામલતાના વચનોથી નંદિષણ જાગૃત થયા. કામલતાનો ઉપકાર માની મુનિવેશના ઉપકરણો ધારણ કરી આત્મલાભ કહી ગંભીર પગલે મુનિ નંદિષેણ ભગવાન મહાવીર પાસે ચાલ્યા.
મુનિ નંદિષણની બુદ્ધિમતા, વાક્ચાતુર્ય, પ્રચંડ પુણ્યોદય અને ધર્મપ્રેમ પ્રશંસનીય છે. તેઓ મહાગીતાર્થ, મહાસંવિજ્ઞ અને શાસ્ત્રના નિષ્ણાંત હતા, તેથી તેમણે ગૃહસ્થી બન્યા પછી પણ જિનશાસનની પ્રભાવના કરવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું. તેઓ ચારિત્રથી પતિત થયા હતા પણ તેમની શ્રદ્ધા સ્થિર હતી.
૨૭) બળભદ્રમુનિ : (ઉપદેશમાલા, પૃ. ૨૨૦ થી ૨૨૨.)
નંદિષણ મુનિ જેવા જ બીજા પ્રભાવક બળભદ્રમુનિ હતા. સંયમનું નિર્દોષ પાલન કરવા માટે તેઓ જંગલમાં જ રહેતા હતા. દીક્ષા લઈ તેઓ માસખમણની તપશ્ચર્યા કરતા હતા. એકવાર તેઓ પારણા માટે નગરીમાં આવ્યા. તેમના તેજસ્વી રૂપથી આકર્ષાઈ અનેક સ્ત્રીઓ તેમની પાછળ ભમવા લાગી. મુનિવરનું રૂપ જોઈને એક સ્ત્રી ભાન ભૂલીને દોરડાનો ગાળો તેના ઘડામાં નાખવાને બદલે સાથે આવેલ નાના બાળકના ગળામાં નાખી, તેને થડાની ભ્રમણાથી કૂવામાં સીંચ્યો. બાળકના પ્રાણ ચાલ્યા ગયા. પોતાનું રૂપ અનર્થનું નિમિત્ત જાણી બળભદ્ર મુનિએ હવે નગરમાં પારણા માટે ન આવવું; તેવી પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી બળભદ્ર મુનિ જંગલમાં જ રહે છે. તેમના તપ-દયા, ધર્મ દેશનાના અપ્રતિમ પ્રભાવથી આકર્ષાઈને અનેક વનચર પશુ, પક્ષીઓ, મુનિની સેવા કરવા લાગ્યા. સિંહ, વાઘ, હરણાં, સસલાં વગેરે નાનાં મોટાં પ્રાણીઓ જાતિવૈર ભૂલીને બળભદ્ર મુનિની દેશના શ્રવણ કરતા. એક હરણને મુનિની સેવા કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. તે પોતાના જ્ઞાન વડે જંગલમાં આવેલા મુસાફર પાસે બળભદ્ર મુનિને પારણા નિમિત્તે લઈ જતો. તેથી મુસાફરોને આહાર દાનનો-અપૂર્વ અવસર પ્રાપ્ત થતો.
ધર્મનો પ્રભાવ પશુઓ અને ચોરો પર પણ પડે છે. જે વનમાં બળભદ્ર મુનિ સાધના કરતા હતા. ત્યાં રહેલા હિંસક પ્રાણીઓ પણ ધ્યાનસ્થ બની જતાં. મુનિનાં પવિત્ર દેહમાંથી સતત બહાર આવી રહેલી ઉર્જાનો આ પ્રભાવ હતો. ઋષિમુનિઓના સત્ત્વશાળી પરમાણુઓથી એ ભૂમિ પવિત્ર બની ગઈ હોય છે. તેમની સાધનાના અણુ પૂંજો ત્યાં પથરાયેલા હોય છે. તેથી કુદરતનું સંતુલન પણ જળવાઈ રહે છે.
૨૮) વિષ્ણુકુમારમુનિઃ
કુરુદેશના હસ્તિનાપુર નગરમાં પદ્મોતર નામે રાજા રાજ્ય કરતો હતો. તેમની જ્વાલા નામની રાણી હતી. તેણે ગર્જના કરતા સિંહના સ્વપ્નથી સૂચિત પરાક્રમી વિષ્ણુકુમાર નામના બાળકને તથા ચૌદ સ્વપ્નોથી સૂચિત સૂર્ય સમાન તેજસ્વી મહાપદ્મ નામના પુત્રને જન્મ આપ્યો. અનુક્રમે બંને બાળકો યૌવન અવસ્થા પામ્યા. વિષ્ણુકુમારે નિઃસ્પૃહપણાથી યુવરાજ પદ ન સ્વીકાર્યું, તેથી મહાપદ્મકુમારને યુવરાજ પદે નિર્યુક્ત કર્યા.
તે સમયે ઉજ્જયિની નગરીમાં શ્રીધર્મ નામે રાજા હતો. તેને નમુચિ નામનો નાસ્તિક મંત્રી હતો. એકવાર મુનિસુવ્રતસ્વામીના ઉત્તમ શિષ્ય સુત્રતાચાર્ય ઉજ્જયિની નગરીમાં પધાર્યા. રાજાએ શ્વેતાંમ્બર મુનિના વંદન અને ઉપદેશ શ્રવણની ઇચ્છા મંત્રીને જણાવી. નમુચિ મંત્રીએ ઘણી રીતે રાજાને જૈન મુનિઓ પાસે જતાં રોક્યા પણ રાજાને જૈન મહાત્માઓનો ઉપદેશ સાંભળવો હતો. અંતે મંત્રી સહિત રાજા મુનિ ભગવંતના દર્શનાર્થે ગયા.
આચાર્યને પરાજિત કરવાના ઉદ્દેશ્યથી, નમુચિ મંત્રીએ અવહેલના ભર્યા શબ્દોમાં પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. આચાર્યના એક બાળસાધુએ નમુચિ મંત્રીની વાદ ક૨વાની ખણજને દૂર કરી. નમુચિ મંત્રી બાળ મુનિથી