________________
૪૩૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
કરી. ઈન્દ્ર મહારાજના વચન ઉપર અશ્રદ્ધા થવાથી વિજય અને વૈજયંત બે દેવો વિપ્રનું રૂપ લઇ ચક્રવર્તીના મહેલમાં આવ્યા. સનકુમાર ચક્રવર્તીનું રૂપ જોઈ બંને દેવો વિસ્મય પામ્યા. ખરેખર !વિધાતાએ અભુત રૂપ ઘડ્યું છે. રાજાનું તેજ સૂર્યથી પણ અધિક છે. આ પ્રમાણે દેવો રાજાના રૂપની પ્રશંસા કરી રહ્યા હતા. ત્યારે સનકુમાર ચક્રવર્તી ગર્વ સહિત બોલ્યા, “હે ઉત્તમ બ્રાહ્મણો! હું જ્યારે વસ્ત્ર આભૂષણ ધારણ કરી રાજસભામાં બેઠો હોઉં ત્યારે મારું રૂપ જોવા જેવું છે.”
સનકુમાર ચક્રવર્તી રાજ્યસભામાં આવ્યા. ત્યારે વિપ્ર પણ ત્યાં આવ્યા. તેઓ રાજાનું રૂપ જોઈ નિરાશ થયા. તેમણે કહ્યું, “હે રાજન! સ્નાન કરતી વખતે તમારું રૂપ અધિક તેજવી હતું પરંતુ અલ્પકાળમાં જ તમારા શરીરમાં રોગો ઉત્પન્ન થયાં છે, તેથી તમારું રૂપ, લાવણ્ય, અને કાંતિ ઝાંખા પડી ગયાં છે.” સનકુમાર ચક્રવતીને દેવોને વચનથી કાયાની અનિત્યતા સમજાણી. પુદ્ગલની નશ્વરતા જાણી શાશ્વત સુખ મેળવવા છ ખંડનું રાજ્ય છોડી તેમણે સંયમ અંગીકાર કર્યો. આ હતો સમ્યગદર્શનનો પ્રભાવ!
તેમણે સંયમ અંગીકાર કરી છઠ્ઠના પારણે છઠ્ઠ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી. પારણામાં નીરસ આહાર કરવાથી તેમના શરીરમાં કં, કુક્ષિપીડા, નેત્રપીડા, કાસ, શ્વાસ, જ્વર, અરુચિ જેવી સાત વ્યાધિઓ ઉત્પન્ન થઇ.તે ૭૦૦ વર્ષ સુધી સહન કરી. તેમજ તેમને મલૌષધિ, આમાઁષધિ, શકુદૌષધિ, મૂત્રૌષધિ, સર્વોષધિ, સંભિન્નશ્રોત એ સાત લબ્ધિઓ પ્રગટી. જે લબ્ધિમાં રોગનું નિવારણ કરવાની શક્તિ હતી, છતાં એ મહર્ષિએ લબ્ધિનો પ્રયોગ વ્યાધિની ચિકિત્સા માટે ન કર્યો.
બે દેવો તેમની નિ:સ્પૃહતાથી પ્રભાવિત થઈ પરીક્ષા લેવા વેધનું રૂપ લઈ તેમની પાસે આવ્યા. તેમણે કહ્યું, “હે મુનિ! જો આપની અનુજ્ઞા હોય તો અમે વૈદ્યો તમારા વ્યાધિની ચિકિત્સા કરીએ.” વૈદ્યોએ મુનિ સમક્ષ આવું વારંવાર કહ્યું ત્યારે મુનિ બોલ્યા, “તમે કર્મ રોગની ચિકિત્સા કરો છો કે દેહ રોગની?" એવું કહી મુનિએ પામી (ખરજ-બસ)થી સડી ગયેલી પોતાની એક આંગળીને પોતાનું ઘૂંક ચોપડયું, આંગળી સુવર્ણ જેવી બની ગઈ. સનકુમારમુનિ બોલ્યા “આ શરીરના રોગની ચિકિત્સા હું પોતે પણ કરી શકું છું પણ તે કરવાની મારી ઇચ્છા નથી. તેથી જો તમે કર્મરોગની ચિકિત્સા કરી શકતા હો તો કરો.” દેવો તે બાબતમાં અસમર્થ હતા. સમ્યગુદષ્ટિ જીવ નિઃસ્પૃહ હોય છે. તે જાણે છે કે, કર્મરૂપી વ્યાધિનો નાશ કરવામાં આત્મા રવયં સમર્થ છે. કોઈના કર્મ કોઈ દૂર કરી શકે. પ્રભુ મહાવીરે રવયં કર્મનો ક્ષય તપના માધ્યમે કર્યો.ઉપરોક્ત બન્ને દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે તપ એ કર્મ નિર્જરાનું અમોઘ શસ્ત્ર છે. નિસ્પૃહભાવે તપ કરતાં અનેક લબ્ધિઓ પ્રગટે છે. સનકુમાર ચક્રવર્તીએ શક્તિ હોવા છતાં લબ્ધિનો ઉપયોગ પોતાના માટે ન કર્યો. તે ખરેખર પ્રશંસનીય છે. આવા તપના પ્રભાવે જિનશાસની પ્રભાવના થાય છે. ૩૦) શ્રેયાંસકુમાર (2 કલ્પસૂત્ર કથાસાર ૨૫૮ થી ૨૬૦, સં. સુનંદાબહેન વોહોરા.)
શ્રેયાંસકુમાર એ બાહુબલિના પૌત્ર હતા. ભગવાન ઋષભદેવે સંયમ અંગીકાર કરી છ માસના ઉપવાસનો અભિગ્રહ ધારણ કર્યો. ભગવાન ઋષભદેવ છ માસના ઉપવાસ પૂર્ણ થતાં ભિક્ષા માટે ફરતા હતાં. તે સમયે લોકો સુખી અને સમૃદ્ધ હતાં પરંતુ આહાર દાન વિષે અજાણ હતાં. ભગવાન ઋષભદેવ ભિક્ષા માટે નગરીમાં જતાં ત્યારે લોકો કન્યા, રત્ન, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષામાં આપતા. બીજા છ માસ પૂર્ણ થતાં હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે વનમાં