________________
૪૩ર
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે તૈલપ રાજાએ કેદી મુંજનું ખાવા-પીવાનું બંધ કર્યું. તેલંગ દેશના રાજમાર્ગ પર દોરડા વડે બંધાયેલ મુજને ઘેર ઘેર ભિક્ષા માંગવાનો સમય આવ્યો. ત્યારે મુંજરાજા બોલ્યા
आगिदाधा पालवइं छिद्या वाघइंवृक्ष ।
नारि हुताशनि जालिया छार उडउ थिया लक्ष ।। અર્થ આનિએ બાળેલા વૃક્ષ પલ્લવિત થઈ શકે છે. છેદેલી વનરાઈ વધી શકે છે. પણ નારીરૂપી અગ્નિએ બાળેલા લાખો પુરુષો રાખ થઈ ઉઠે છે. વળી કહ્યું છે -
इत्थीपसंगमत को करो, तिय विलास दुःखपुंज ।
घरघर जिणेनचावीओ, जिम मक्कड तिम मुंज ।। અર્થ : જેમ વાંદરો એક જગ્યાએથી બીજી જગ્યાએ નાચે છે. તેમ સ્ત્રીના સંગથી મુંજ રાજા ઘરે ઘરે ભિક્ષા માટે નાગ્યો. તેથી હે માનવો ! સ્ત્રીનો સંગ કરશો નહિ, તેનો વિલાસ દુઃખના સમૂહરૂપ છે. આમ મૃણાલિનીના સંગથી મુંજરાજા અતિશય દુઃખ પામ્યો, તેમ મિથ્યાત્વીનો સંગ આત્માના ઐશ્વર્યને લૂંટી ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવે છે. ર૧) ચિલાતિ અને સુસુમા (સુષમા-સંસીમા): (શ્રી શાતાધર્મકથા અ. ૮, સુંસુમા.)
રાજગૃહી નગરીના ધનાવાહ શ્રેષ્ઠીની સંસમા નામની પુત્રી હતી. સંસમાની સંપૂર્ણ દેખભાળ એક ચિલાતિ નામની દાસી કરતી હતી. તે દાસીનો શિલાતિ નામનો પુત્ર હતો. જે ચિલાતિપુત્ર કહેવાયો. બાલ્ય અવસ્થામાં ચિલતિપુત્ર અને સ્મા સાથે રમતાં હતાં. જોત જોતમાં સુંસુમા મોટી થઈ. શેઠાણીએ ચિલતિપુત્રને સંસમા સાથે કુચેષ્ટા કરતો જોયો. તેથી તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે નિરંકુશ, સ્વછંદી, દુર્વ્યસની બન્યો. તે ચોર પલ્લીમાં ભળ્યો. ત્યાં ચોર વિદ્યામાં પ્રવીણ બન્યો. થોડા વર્ષોમાં તે ચોર પલ્લીપતિ બન્યો.
ચિલાતિપુત્ર સુસુમાને મેળવવાના અનેક ઉપાયો વિચારવા લાગ્યો. છેવટે સાથીઓની મદદથી તેણે શેઠના ઘરમાં લૂંટ ચલાવી. તે સુંસુમાને લઈને ભાગ્યો. શેઠ અને તેના પાંચ દિકરાઓ પણ ચિલાતિપુત્રને પકડવા તેની પાછળ દોડ્યા. હાથેથી ખેંચીને ચિલતિપુત્ર સુસુમાને પૂરા વેગથી દોડાવતો રહ્યો. અચાનક સુંસુમાને પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવામાં સમય જતાં શેઠ અને તેમના પાંચ પુત્રો નજીક આવી પહોચ્યાં. ચિલાતિપુત્રે વિચાર્યું,“સુંસુમા મારીન થાય તો શેઠની પણ ન થવા દઉં' આવું વિચારીને તેણે મ્યાનમાંથી તલવાર કાઢી એક જ ક્ષણમાં સુંસુમાનું માથું ધડથી અલગ કર્યું. પાપી ચિલાતિપુત્રના સંગથી સુંસુમા દુઃખી થઈ. તેણે પોતાનું જીવન ગુમાવ્યું. (આકથા ઉપદેશ માલાની ટીકામાં વિસ્તારપૂર્વક આપેલ છે.) રર) રાજહંસ અને કાગડોઃ
એક હંસ અને કાગડો બંને મિત્રો હતાં. હંસ સ્વભાવે સરળ હતો પણ કાગડો સ્વભાવે દુર્જન હતો. એકવાર એક રાજા પોતાના સૈનિકો સાથે શિકાર કરવા નીકળ્યો. તે થાકી જવાથી તળાવના કિનારે રહેલા વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. ત્યાં તે વૃક્ષ ઉપર હંસ અને કાગડો પણ બેઠાં હતાં. કાગડો પોતાના રવભાવ અનુસાર રાજા પર ચરક્યો. રાજાના વસ્ત્ર બગડવાથી રાજાને ગુસ્સો આવ્યો. તેમણે ક્રોધથી લાલચોળ થઈ તીર કામઠાં વડે તીર ચલાવ્યું પણ ચતુર કાગડો ત્યાંથી તે પહેલાં જ ઉડી ગયો. ભોળો હંસ ત્યાંજ બેસી રહ્યો, તેથી તીર તેને વાગ્યું. રાજાએ આશ્ચર્ય સાથે સૈનિકોને કહ્યું, “અહો ! આજે પ્રથમ વખત મેં શ્વેત કાગડો જોયો." ત્યારે હંસ બોલ્યો, “હું કાગડો નથી પણ