________________
૪૨૮
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે
૧૧) ઢંઢણ મુનિ (ટચૂકડી કથાઓ ભાગ ૩, કથા-પ૪૦, પૃ.૧૬૧-૧૬૪.)
બાવીસમા તીર્થકર નેમનાથ પ્રભુ પાસે શ્રીકૃષ્ણના પુત્ર ઢંઢણકુમારે સંયમ સ્વીકાર્યો. પૂર્વકર્મના ઉદયથી તેમને ગોચરી મળતી નથી. તેમને વહોરાવવાના ભાવ કોઇને થતા નથી. નેમિનાથ પ્રભુ પાસેથી પોતાનો પૂર્વ ભવનો વૃત્તાંત સાંભળી પોતાનાં કર્મો ક્ષય કરવા અભિગ્રહ કર્યો, મારી લબ્ધિની ભિક્ષા મળે તો જ વાપરવી. છ મહિના વીતી ગયા, છતાં ઢંઢણમુનિને આહાર ન મળ્યો.
નેમિનાથ પ્રભુના ૧૮૦૦૦ સાધુઓમાં તેઓ મહાન, દુષ્કર અભિગ્રહ કરનારા હતા. છ-છ મહિનાથી પોતાની લબ્ધિનો આહાર ન મળવા છતાં તેમના મનના અધ્યવસાયો પ્રતિદિન વિશુદ્ધ હતા. ઢઢણમુનિને રસ્તામાં ગોચરીએ જતાં જોઈ શ્રીકૃષ્ણ મહારાજ હાથી પરથી નીચે ઉતરી ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતા જોઇને એક મીઠાઇ બનાવનાર કંદોઇએ કોઇ ઉચ્ચ મહાત્મા છે', તેવું જાણી મોદક વહોરાવ્યા. ઢઢણમુનિએ તેમનાથ પ્રભુને કહ્યું, “પ્રભુ! આજે મારી લબ્ધિનો આહાર મળ્યો છે. એમનાથ પ્રભુ બોલ્યા, “હજુ તારું અંતરાય કર્મ નષ્ટ થયું નથી. આ મોદક કૃષ્ણની લબ્ધિના મળ્યા છે, માટે તેને નિર્દોષ ભૂમિમાં પરઠવી દો.” મુનિરાજે જરા પણ ખેદ કર્યા વિના દઢપણે અભિગ્રહ પાળ્યો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરતાં, લાડુનો ચૂરો કરતાં કરતાં તેમણે કર્મનો ચૂરો કર્યો. તેઓ શુક્લધ્યાનની શ્રેણીએ ચડયા. તેમણે ઘાતી કર્મનો ક્ષય કર્યો. ઉગ્ર અભિગ્રહધારીઢંઢણમુનિ કેવળી બન્યા. ૧૨) અર્જુનમાળી (શ્રી અંતગડદશાંગસૂત્ર, પૃ. ૧૩ર-૧૩૫.પ્ર.શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન.)
યક્ષાવિષ્ટ અર્જુનમાળીએ પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧ જીવોનો વધ કર્યો. સુદર્શન શેઠની પ્રેરણાથી તેઓ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા. અર્જુન માળીનું અંધકારમય જીવન ભગવાનની વાણીથી પ્રકાશમય બન્યું. વીતરાગ ધર્મમાં શ્રદ્ધા અને રુચિ થવાથી અર્જુન માળી અણગાર બન્યા. અણગાર બની નિરંતર છઠ્ઠ-છઠ્ઠ પારણા કરવાની પ્રતિજ્ઞા રવીકારી. પારણાના દિવસે નગરીમાં ગોચરી (ભિક્ષા) માટે નીકળતા. ત્યારે લોકો હત્યારા કહીને તેમને ધિક્કારતા, મારતા, પીટતા, તેમના ઉપર પત્થર ફેંકતા, ઘરમાંથી કાઢી મૂકતા, તિરસ્કાર કરતા. રાજગૃહી નગરીમાં અર્જુન અણગારને મુશ્કેલીથી ભિક્ષા મળતી. તેમ છતાં અર્જુન મુનિ સમતા રાખતા. તેઓ મનમાં જરા પણ અપ્રીતિ થવા દેતા નહિ. આ પ્રમાણે ઉત્તમ કોટિનું તપશ્ચરણ અને શુભ ભાવના ભાવતાં તેઓ છ માસમાં સર્વકર્મોનો ક્ષય કરી અંતકૃત કેવળી બન્યા.
અર્જુન અણગારે ઉત્કૃષ્ટ ભાવે તથા ઉત્તરોત્તર વર્ધમાન પરિણામી તપથી આત્માને ભાવિત કર્યો. તેમણે છે માસ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કર્યું. તપના પ્રભાવે તેમણે જન્મ જન્માંતરના ગાઢ કર્મો ક્ષય કર્યા. ૧૩) પાંડવઃ (શ્રી જ્ઞાતાધર્મકથા)
દ્વિપાયન ઋષીને કોપથી દ્વારિકા નગરીનો વિનાશ થયો. શ્રી કૃષ્ણ કોસંબી વનમાં ગયા. ત્યાં પદ્મશીલા પર પીતાંબર ઓઢીને સૂતા હતા ત્યારે જરાકુમારે હરણ સમજી બાણ માર્યું. શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. જરકુમાર શ્રી કૃષ્ણના કહેવાથી તેમનું કૌસ્તુભ મણિ અને પીતાંબર અડધું ફાડી પાંડવો પાસે લઈ ગયા. શ્રી કૃષ્ણના મૃત્યુના સમાચાર સાંભળી પાંડવોએ વિચાર્યું, વ્યક્તિ ગમે તેટલો સામર્થ્યવાન હોવા છતાં મૃત્યુના પંજામાંથી છૂટી શકતો નથી. નિશ્ચિત છે કે જેનો જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. આવી ચિંતનધારાથી પાંડવોને વૈરાગ્ય ઉત્પન થયો. તેમણે પાંડુસેન નામના રાજકુમારને રાજ્ય સોંપી ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા લીધી. તેમણે ૧૪ પૂર્વનો અભ્યાસ કર્યો. તેમણે સુરાષ્ટ્ર જનપદમાં લોકોના મુખેથી અરિષ્ટ નેમી ભગવાનના વિચરણની વાત સંભળી, તેમને પ્રભુ દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છા પ્રગટી.