________________
૪૨૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
નારદજી શીલવ્રતધારી હતા, તેથી મોક્ષમાં ગયા.
૯)સુદર્શન શેઠ : (શ્રાદ્ધવિધિ પ્રકરણ ગ્રંથ, પૃ. ૨૫૯.)
ચંપાનગરીમાં એક પત્નીવ્રતને પાળનારા સુદર્શન નામે એક સત્પુરુષ રહેતા હતા. તેઓ સુંદર મુખમુદ્રાવાળા, કાંતિમાન અને મધ્ય વયનાં હતાં. એકવાર તેઓ નગરના રાજ દરબાર પાસેથી કોઇ કાર્ય પ્રસંગે નીકળ્યા. ત્યારે અભયારાણી આવાસના ગોખમાં બેઠી હતી. તેની દૃષ્ટિ સુદર્શન શ્રેષ્ઠી પર પડી. તેમનું ઉત્તમ રૂપ જોઇ રાણીએ સુદર્શન શેઠને ભોગ ભોગવવા સંબંધી આમંત્રણ આપ્યું. સુદર્શન શેઠે યુક્તિથી કહ્યું, ‘હું પુરુષત્વ વિનાનો છું'. ત્યાર પછી રાણીએ અનેક પ્રકારના હાવભાવ કરી સુદર્શન શેઠને વશ કરવા પ્રયત્ન કર્યા પરંતુ તેને કોઇ સફળતા મળી નહીં.
એકવાર નગરમાં કૌમુદી મહોત્સવની ઉજાણી હતી. ચારે તરફ ખૂબ ધામધૂમ હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા. અભયારાણી કપિલા નામની દાસી સાથે ત્યાં આવી હતી. તેણે દાસી દ્વારા જાણ્યું કે આ પુત્રો સુદર્શન શેઠના છે. હવે રાણીએ સુદર્શનશેઠનો બદલો લેવાનો નિશ્ચય કર્યો. અભયારાણી અને કપિલા દાસીએ મળી યુક્તિ ગોઠવી. રાણીએ રાજાનાં કાન ભંભેર્યા. સુદર્શન શેઠે તેને ભોગનું આમંત્રણ આપ્યું હતું, એવા અયોગ્ય કથનો વડે રાણીએ રાજાને ઉશ્કેર્યા. સ્ત્રીનાં માયાવી મધુરાં વચનોથી રાજા ક્રોધિત બન્યા. સુદર્શન શેઠને બોલાવી તેમને શૂળીએ ચઢાવી દેવાની રાજાએ આજ્ઞા કરી.
સુદર્શન શેઠને શૂળીએ બેસાડવા, સુદર્શન શેઠે નવકાર મંત્રનું સ્મરણ કર્યું. તરત જ શૂળીની જગ્યાએ સોનાનું સિંહાસન થઇ ગયું. દેવદુંદુભિના નાદ થયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શન શેઠનું સત્યશીલ ઝળકી ઉઠયું. સુદર્શન શેઠને સંસારનું સ્વરૂપ જોઇ વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી ભિક્ષાર્થે જતાં દેવદત્તા ગણિકા તેમના રૂપથી મોહિત બની. સુદર્શન મુનિએ બ્રહ્મચર્ય વ્રતનું અખંડ પાલન કર્યું. છેવટે દેવદત્તા થાકી. ૧૦) દૃઢપ્રહારી : (શ્રાદ્ધવિધિ પ્રકરણ ગ્રંથ, પૃ. ૧૩૭-૧૩૮.)
વસંતપુર નગરમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેણે ધન મેળવવા ચોરી કરી. ઘણીવાર સજા થઇ. રાજાએ સમજાવ્યા છતાં ન સમજ્યો તેથી ગામ બહાર કાઢી મૂક્યો. તે ચોરની પલ્લીમાં ગયો. સરદારે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી ક્રૂર અને બળવાન હોવાથી તેના પ્રહારથી વ્યક્તિ મરી જતા. તેથી તેનું ‘ ઢઢ઼પ્રહારી’ નામ પડયું.
એક વખત તે સાથીદારો સહિત કુશ સ્થળમાં ચોરી કરવા આવ્યો. ચોરો બ્રાહ્મણના ઘરે આવ્યા. પરંતુ ત્યાં ખીર પાત્ર સિવાય કાંઇ ન મળ્યું, તેથી ખીરપાત્ર ઉપાડયું. ત્યાં તો બ્રાહ્મણના છોકરાઓ રડવા લાગ્યા. બ્રાહ્મણ ચોરોને મારવા દોડચો. દ ૢપ્રહારીએ તલવારથી તેના બે ટુકડા કર્યા. રસ્તામાં ગાય અથડાણી તેને પણ મારી નાંખી. બ્રાહ્મણની ગર્ભિણી સ્ત્રી ચોરોને અપશબ્દ બોલતી હતી, તેને પણ મારી નાંખી. તેનો ગર્ભ પણ ટુકડા થઇ ભૂમિપર પડ્યો. આ દૃશ્યથી બાળકો ભયથી કંપી ઉઠયાં. તેઓ રડવા લાગ્યાં. ક્રૂર દઢ઼પ્રહારી બાળકોના રુદનથી થોડો નરમ બન્યો. તે ચોરી કરી નગરમાંથી નીકળ્યો પરંતુ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા તેને સાલવા લાગી. રસ્તામાં મુનિને જોઇ તેણે પોતાના પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું. દઢ઼પ્રહારી દીક્ષા લઇ તે જ ગામમાં રહ્યા. લોકોએ છ-છ માસ સુધી તિરસ્કાર કર્યો. મુનિ સમજતા હતા કે પાપ તીવ્ર છે, તેથી તેનું ફળ પણ ખૂબ સહન કરવું પડશે. દૈતૃપ્રહારી મુનિએ સમભાવે સર્વ ઉપસર્ગો સહન કર્યાં. તેમણ ઉગ્ર અભિગ્રહપૂર્વકની તપશ્ચર્યા કરી છ માસમાં સર્વ કર્મો ક્ષય કર્યાં.