________________
૩૪૨
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
આશ્રવને જાણનાર અને તેના નિવૃત્તિના ઉપાયને જાણી તેના પર શ્રદ્ધા કરનાર સમ્યગદષ્ટિ છે. • વિરતિને ધારણ કરનાર મુનિ જ સમ્યગદ્દષ્ટિ હોય છે; એવું શ્રી આચારાંગસૂત્રની જેમ મઝિમનિકાયમાં પણ કહ્યું છે. અહીં બંનેની માન્યતા સમાન છે. • મઝિમનિકાર્યમાં કહ્યું છે- ઉપાસક (શ્રાવક)ને સાધનાથી નિર્વાણ અને સંપૂર્ણ દુઃખોથી મુક્તિ અસંભવે છે. શ્રાવકને સુગતિ પ્રાપ્ત થાય પરંતુ ભિક્ષુ સંપૂર્ણ દુઃખોનો ક્ષય કરી શકે છે.*
- ઉપરોક્ત કથન પરથી સ્પષ્ટ થાય છે કે, બૌદ્ધદર્શન ઉપાસકની સાધનાને અપૂર્ણ માને છે. શ્રમણની ઉપસાનાને સંપૂર્ણ માને છે, જે જૈનદર્શન સાથે સમાનતા ધરાવે છે. • બૌદ્ધદર્શન ચાર આર્ય સત્યની સ્વીકૃતિને સમ્યગ્દષ્ટિ તરીકે સ્વીકારે છે, તેમ જૈનદર્શનમાં ષસ્થાનકની વીકૃતિને સમ્યગુરષ્ટિ કહેલ છે. (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મોનો કર્તા છે (૪) આત્મા કર્મોનો ભોક્તા છે (૫) મોક્ષ છે (૬) મોક્ષનો ઉપાય છે. આ છ સ્થાન પર દષ્ટિકોણની વિશુદ્ધતા અને સદાચાર નિર્ભર છે. આ સ્થાન જૈનનૈતિકતાના કેન્દ્રબિંદુ સમાન છે. • સંયુક્તનિકાય ગ્રંથમાં કહ્યું છે- આ સંસાર તૃષ્ણા, આસક્તિ અને મમત્વથી ભરેલો છે. જે આર્ય શ્રાવક તેનાથી વિરક્ત રહે છે, તે મોહમાં પડતો નથી, તે કોઈ શંકા કે આકાંક્ષા રાખતો નથી, તેને સ્વયં ભીતરમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને સમ્યગુરુષ્ટિ કહેવાય છે.*
સમ્યગૃષ્ટિના ઉપરોક્ત લક્ષણ સમ્યકત્વના સમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા લક્ષણ સાથે સામ્યતા ધરાવે છે. • બુદ્ધ, ધર્મ અને સંઘમાં શ્રદ્ધા રાખવાથી દુઃખોનો નાશ થાય છે.*
જૈનદર્શનમાં જેમ દેવ-ગુરુ અને ધર્મની શ્રદ્ધાને સમ્યગદર્શન કહેલ છે. તેમ બૌદ્ધદર્શનમાં બુદ્ધ (દેવ), સંઘ (ગુરૂ) અને ધર્મની શ્રદ્ધા સ્વીકારી છે. • વિશુદ્ધિ માર્ગમાં સમ્યગુદર્શનનું સ્વરૂ૫ દર્શાવતા કહ્યું છે– સંદેહ રહિત જ્ઞાન સમ્યગદર્શન છે. જે યથાર્થ જાણે છે, તેને સમ્યગુદર્શન કહેવાય છે.
- જૈનદર્શનમાં સત્યદષ્ટિ અને શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન સમ્યગદર્શન છે, ઉપર્યુક્ત કથન જૈન અને બૌદ્ધ ધર્મમાં સમાન છે.
શ્રદ્ધાના અર્થમાં સમ્યગદર્શનને લેતાં બૌદ્ધદર્શન, જેનદર્શન સાથે સુમેળ ધરાવે છે. • શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા*, આ પાંચે ઈન્દ્રિયો આધ્યાત્મિક વિકાસની મુખ્ય શક્તિ છે. જૈન પરંપરામાં તેને ક્રમશઃ સમ્યગદર્શન, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ કહેવાય છે. સમ્યગદર્શન એટલે શ્રદ્ધા, વિરતિ એટલે વીર્ય, અપ્રમાદ એટલે સ્મૃતિ, વસ્વરૂપમાં સ્થિરતા એટલે સમાધિ છે. પ્રજ્ઞા એટલે અયોગ.
બૌદ્ધદર્શનમાં આધ્યાત્મિક વિકાસની ચાર ભૂમિકાઓ દર્શાવેલ છે. ૧) સ્ત્રોતાપન નિર્વાણગામી પ્રવાહ. આ ભૂમિકાએ રહેલા સાધકને બુદ્ધ, સંઘ અને ધર્મમાં અવિચલ શ્રદ્ધા હોય છે. તેના વધુમાં વધુ ૭ ભવબાકી હોય છે. ૨) સદાગામી ફક્ત એકજ વાર જન્મ લેવાવાળો. આ ભૂમિકામાં યોગીને ક્લેશ ક્ષીણ કરવાનો પ્રબળ