________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
જીવ ચરમ પુદ્ગલ પરાવર્તનમાં પણ દેશે ન્યૂન અપુદ્ગલ પરાવર્તન કાળ બાકી રહે, ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે. સમ્યગ્દર્શન થયા પછી મોક્ષ જવાનો સમય નિશ્ચિત થઈ ગયો. જેમ કોઈ માણસ ઉપર એક લાખ રૂપિયાનું દેણું હોય તેમાંથી તેણે ૯૯,૯૯૯ રૂ. ચૂકવી દીધા. હવે માત્ર એક રૂપિયાનું જ દેણું બાકી છે. કદાચ તેનું વ્યાજ થાય તો પણ ચૂક્વતાં કેટલી વાર? અર્થાત્ જીવનો અલ્પ સંસાર બાકી રહે.
૩૭૯
મોક્ષ મેળવવા કોઈ જાતિ, દ્વેષ, સંપ્રદાયની આવશ્યકતા નથી. મોક્ષમાર્ગ સર્વ જીવો માટે ખુલ્લો છે. અહીં હરિકેશી જેવા ચાંડાલ સિદ્ધ બની શકે છે. વળી પંદર ભેદે સિદ્ધ કહ્યા તેમાં મરૂદેવી માતા જેવા ગૃહસ્થલિંગે પણ સિદ્ધ થઈ શકે છે, તો વલ્કલચિરી જેવા સંન્યાસી અન્યલિંગે પણ સિદ્ધ થઈ શકે છે. અહીં ‘સાધે તે મુક્તિ લહે.' જે સાધના કરે તે સિદ્ધિ મેળવે છે.
સમ્યગ્દર્શનની સાધના આગળ વધતાં વીતરાગતા સુધી પહોંચાડે છે. મોહનીય કર્મ જેવા મહાકાય સ્વયંભૂરમણ સમુદ્રને તરવા ભૂજાબળરૂપી વિશુદ્ધ અધ્યવસાયો અને ચારિત્ર બળ જોઈએ; તો કેવળજ્ઞાનરૂપી કિનારે જરૂર પહોંચાય.
કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં શ્રીમદ્ભુ કહે છે.
.
કેવળનિજ સ્વભાવનું, અખંડ વર્તે ભાન; ૧
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
અહીં આત્મા અને જ્ઞાનની અભેદતા દર્શાવેલ છે. આત્મા જ જ્ઞાન છે અને જ્ઞાન જ આત્મા છે. આત્મા જ્ઞાનનો પિંડ છે. પરમાત્મા દેહ છતાં દેહાતીત દશા અનુભવે છે. તેમનો દેહાધ્યાસ ક્યારનો વિદાય લઈ ચૂક્યો છે. તેઓ કેવળજ્ઞાનની અનુભૂતિમાં રમણતા કરે છે. જીવ જડ કર્મ સંગે છે ત્યાં સુધી જડ કર્મ તેને બાધા પહોંચાડે છે. કેવળજ્ઞાન-મોક્ષ સ્વભાવ પ્રગટ થતાં જીવનાં અનંતજ્ઞાન, અનંતદર્શન અનાવરિત થાય છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવું તે જ મોક્ષ છે. ૧૧૯ થી ૧૨૭ કડીમાં મોક્ષતત્ત્વનું નિરૂપણ થયું છે. આ આશ્ચર્યકારક માર્ગ સદ્ગુરુ પાસેથી જાણી તેમના ચરણે ત્રણે યોગ સમર્પિત કરવાની સાધક પ્રતિજ્ઞા કરે છે.
ઉપસંહાર રૂપે ગા-૧૨૮ થી ૧૪૨ માં ગુરુ શિષ્યને અંત સમયની શિખામણ આપે છે. છેલ્લી ૧૫ કડી શ્રીમદ્લ જણાવે છે કે નિશ્ચય અને વ્યવહારનાં સમન્વયરૂપ મોક્ષમાર્ગ ત્રણે કાળમાં એક રૂપે રહેવાનો છે. જ્ઞાન, દર્શન આદિનો ઉપયોગ મોક્ષ પ્રાપ્ત કરવા માટે થવો જોઈએ.
સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના એ મોક્ષમાર્ગ છે. મોક્ષ એ કાર્ય છે. કારણ વિના કાર્ય ન હોય. કાગડો વૃક્ષ ઉપરથી ઉઠ્યો, તે સમયે જ ફળ પડ્યું પણ તેટલા માત્રથી કાગડાનું ઉડવું; એ ફળ પડવાનું કારણ કહેવાતું નથી. આવો કાકતાલીય ન્યાય મોક્ષ અને ચારિત્ર સાથે નથી.
ભરત ચક્રવર્તી ભાવધર્મથી મુક્તિ પામ્યા, તે અપવાદ છે. રાજમાર્ગ તો ચારિત્ર ધર્મ જ છે. કોઈ વટેમાર્ગુ ઉન્માર્ગે જવા છતાં લૂંટારાઓથી ન લૂંટાય, તેથી લોકો ભીડવાળા રસ્તાને છોડી ઉન્માર્ગે જતા નથી. આ શુદ્ધ વ્યવહાર છે. મોક્ષના રાજમાર્ગ સમાન ચારિત્રનો ઉચ્છેદ કરનાર મહાપાપી છે. જેમ રોગ ભયંકર હોય તો ઔષધ પણ શક્તિશાળી (strong) જોઈએ, તેમ આત્માના આરોગ્યરૂપી લક્ષ્મીને મેળવવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમ્યક્ (નિરતિચાર) જોઈએ. વિપુલ કર્મને બાળવા સાધના પણ Strong જોઈએ. ઈંધન વધુ હોય તો તેને