________________
૪૦૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
જ્ઞાનાવરણીય આદિ કર્મોની લાંબી સ્થિતિને અપવર્તનાકરણ વડે ઘટાડી દેવી સ્થિતિઘાત છે. અપૂર્વ એટલા માટે છે કે જીવે પૂર્વે આવો સ્થિતિઘાત કદી કર્યો નથી. • અપૂર્વસઘાતઃ સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસનો અપવર્તનાકરણથી નાશ કરવો તેરસઘાત કહેવાય છે. અહીં વિશુદ્ધિની તીવ્રતાને કારણે અશુભ કર્મોમાં રહેલા ઉગ્રરસનો ઘાત થાય છે. અર્થાત્ અશુભ કર્મોમાં પડેલા રસને મંદબનાવી દેવામાં આવે છે, જેથી ફળ આપવાની તીવ્ર શક્તિ ઘટી જાય છે. • અપૂર્વ ગુણશ્રેણી: સમયે સમયે અસંખ્યાત ગુણ અધિક કમંદલિકો ભોગવાય તે રીતે કર્મદલિકોને અનુક્રમે ગોઠવવા, તે ગુણશ્રેણી કહેવાય છે. આયુષ્ય સિવાયની કર્મપ્રકૃતિનો અપવર્તનાકરણથી જે સ્થિતિઘાત પૂર્વે કર્યો હતો તેને અહીંગુણશ્રેણીમાં ઉદયના પ્રથમ સમયથી માંડીને અંતર્મુહૂર્ત સુધીનાસ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણાકારે ગોઠવવા, તે ગુણશ્રેણી છે.
કર્મદલિકોને ભોગવવાની રચના સામાન્ય સ્થિતિમાં ઉતરતા ક્રમમાં હોય છે, જ્યારે અપૂર્વકરણની ગુણ શ્રેણીની આ વિશેષ સ્થિતિમાં તે ચઢતા ક્રમમાં હોય છે. અર્થાતુ કર્મલિકો પૂર્વ સમયમાં જેટલા ભોગવાય તેનાથી આગળના સમયમાં અસંખ્યાતગુણા વધુ ભોગવાય તે રીતે ગોઠવવાં તે ગુણશ્રેણી કહેવાય. એટલે ગ્રંથિભેદ કરનારો જીવ સમયે સમયે અસંખ્યાતગણી કર્મનિર્જરાકરે છે. • અપૂર્વ સંક્રમણઃ અપ્રશસ્ત પ્રકૃતિઓ સ્વજાતીય પ્રકૃતિમાં સંક્રમિત થાય છે. દા.ત. અનંતાનુબંધી કર્મના પરમાણુ સંક્રમણદ્વારા અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કે સંજવલન પ્રકૃતિરૂપે પરિણમે છે. ગુણ સંક્રમણમાં પ્રતિ સમય અસંખ્યાતગુણા પરમાણુ સંક્રમિત થાય છે.
પ્રથમ બીજો
પ્રથમ બીજો સમય સમય
સમય સમય સામાન્ય સ્થિતિમાં કર્મદલિકોની રચના
ગુણશ્રેણીમાં કર્મદલિકોની રચના • અપૂર્વ સ્થિતિબંધ: સમયે સમયે નવા બંધાતા કર્મોની સ્થિતિ ઓછી ઓછી બાંધવી. અર્થાતુ પૂર્વે ક્યારેય નહીં થયેલો એવો અલ્પસ્થિતિબંધ થાય છે. તે અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે.
સ્થિતિ બંધનું કારણ કષાયોદય છે. જેમ કષાયોદય તીવ્ર બનતો જાય, તેમ સંક્ષિણ પરિણામ વધવાથી સ્થિતિબંધ વધે છે અને કષાયોદય મંદ થતાં વિશુદ્ધિ વધવાથી સ્થિતિબંધ ઘટે છે. આ નિયમાનુસાર વિશુદ્ધ પરિણામધારાએ ચઢેલો અપૂર્વકરણવ જીવ પૂર્વ પૂર્વનાસ્થિતિબંધ કરતાં પછી પછીની સ્થિતિબંધ પલ્યોપમના