________________
૪૧૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
૪) ઋજુસૂત્રનય જે જીવવ્યવહાર સમકિતના ૬૭બોલનું ભાવપૂર્વક આરાધન કરતો હોય ત્યારે સમકિતી કહેવો. ૫) શબ્દનય ઃ સમકિતના પર્યાયવાચી નામો જેવાં કે સમ્યગ્દર્શન, સમ્યક્દષ્ટિ, બોધિ, આત્માનુભવ, સ્વાનુભૂતિ, પરમ સત્યદર્શનનો સમાવેશ આ નયમાં થઈ જાય છે. સમકિતના વિવિધ ભેદો સમકિત શબ્દમાં સમાઈ જાય છે. ૬)સમભિરુઢનયઃ શબ્દ ભેદે અર્થભેદ, જેમકે -
♦ ક્ષયોપશમ એટલે ક્ષય અને ઉપશમ. દર્શન સપ્તકનો પ્રદેશોદય અથવા નિરસ વિપાકોદય થઈ ક્ષય થવું તેમજ સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોનો વિપાકોદય અટકાવવો.
♦ દર્શન સપ્તકની સાતે પ્રકૃત્તિનો સર્વથા અનુદય તે ઉપશમ સમકિત.
• દર્શન સમકનો મૂળથી ક્ષય તે ક્ષાયિક સમક્તિ.
• સમ્યગ્દર્શન એટલે યથાર્થ દર્શન.
• રુચિ, પ્રજ્ઞા અને પુરુષાર્થની ન્યૂનતા કે અધિકતા અનુસાર સમકિતના ૧૦ભેદ એ અર્થપ્રમાણે ક્રિયા છે. જીવ જેવા અધ્યવસાયમાં પ્રવર્તે તે અનુસાર તેને સમકિતનો પ્રકાર લાભ. આ સર્વનો સમાવેશ સમભિરુઢ નયમાં થાય છે.
૭) એવંભૂત નય ઃ- આ નય નિશ્ચયાત્મક, સંપૂર્ણતા અને એકત્વ દર્શાવે છે. નિશ્ચય સમક્તિ, ક્ષાયિક સમક્તિ અને જ્ઞાન, દર્શન ચારિત્રનું એકત્વ તે આત્માનુભૂતિ છે.
આત્માનું જ્ઞાન તે આત્મજ્ઞાન. આત્માનો અનુભવ તે આત્મદર્શન અને આત્માથી આત્મામાં પ્રવૃત્તિ કરવી (સ્થિર થવું) તે ભાવ ચારિત્ર છે. આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્રનું એકત્વ જે સમયે વર્તાય ત્યારે જ સમકિતી કહેવાય; એવો એવંભૂત નયનો અભિપ્રાય છે .