________________
૪૨૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે પરિશિષ્ટ-૭ માર્ગો/સારીતા પાંત્રીસ ગુણ
માર્ગ એટલે કોઈનું અંધ અનુકરણ કેશરણું નહીં પરંતુ જીવના મોક્ષની સ્થિરતાએ પહોંચવાના રસ્તાઓ છે. માર્ગાનુસારી એટલે સમ્યક્તયુક્ત શ્રાવકના માર્ગનું અનુસરણ કરનારા સદાચારી જીવો. આ જીવોમાં અપુનબંધક્તા હોય છે. આવા જીવોને સમ્યકત્વ પ્રાપ્તિની સંભાવના છે. માનુસારીના ગુણો એ માનવતાની કસોટી અને અધ્યાત્મિક વિકાસનો પાયો છે. આ પાંત્રીસ ગુણોમાં નીતિશાસ્ત્રનું સત્વ સમાયેલું છે. માનવતાની યોગ્યતા પ્રાપ્ત કરનારને સમકિત પ્રગટ થાય છે તેમજ યોગનો પ્રવેશ સુલભ બની શકે. યોગ રસિક વ્યક્તિ અનુચિત, લોકવિરુદ્ધ પ્રવૃત્તિને તિલાંજલિ આપે છે. સદાચારમાંથી ચારિત્રનું ઘડતર થાય છે. શ્રાવકના ૨૧ ગુણોમાં માર્ગાનુસારી ગુણોનો સમાવેશ થઈ જાય છે. સમકિત પ્રાપ્તિ પૂર્વે કર્તવ્યનિષ્ઠા જરૂરી છે, જે દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે વફાદારીરૂપ સમકિતમાં લઈ જાય છે. સત્ય રાહ સાંપડતા દુરાગ્રહો શમી જાય છે. હૃદયપટની ક્ષિતિજ પર સરળતા, પવિત્રતા અને સત્યનિષ્ઠાની ઉષાની લાલિમા પ્રગટે છે. જે ગૃહસ્થ માર્ગાનુસારીના બોલનું યથાર્થ પાલન કરે છે તે સદ્ગતિનાં સુખો પ્રાપ્ત કરે છે. માર્ગાનુસારીનાપાંત્રીસ ગુણો: (૧)ન્યાયસંપન્નવૈભવ (૨) શિષ્ટાચારપ્રશંસક (૩) સમાનકુલ અને શીલવાળા સાથે વિવાહ (૪) પાપભીરૂ (૫)પ્રસિદ્ધદશાચારપાળવા (૬)પરનિંદાનો ત્યાગ (૭) અતિ પ્રગટ,અતિગુમકે ઘણાકારવાળા મકાનમાં રહેવું (૮) સદાચારી સાથે સોબત (૯) માતાપિતાનો પૂજક (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ (૧૧)નિંદનીય કાર્યમાં પ્રવર્તનાર (૧૨) આવક અનુસાર ખર્ચ કરનાર (૧૩) સંપત્તિ અનુસાર વસ્ત્રાનુભૂષણ પહેરનાર