________________
૪૧૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પરિશિષ્ટ-ચાર વિક્ષેપમાં સમકિત નિક્ષેપ શબ્દ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. નિક્ષેપ એટલે સ્થાપના. વસ્તુના યથાર્થ અવબોધ માટે વસ્તુને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના રૂપમાં નિક્ષેપણ કરવું તે નિક્ષેપ છે.
નિક્ષેપના ચાર પ્રકાર છે. (૧) નામ નિક્ષેપ વસ્તુને ઓળખવા નામ આપવું, તે નામ નિક્ષેપ છે. નામ તેનો નાશ છે પરંતુ પરમાત્માનું નામ સ્મરણ અનામી અને અરૂપી બનાવવા સમર્થ છે. (૨) સ્થાપના નિક્ષેપ : પદાર્થનો આકાર મિશ્રિત વ્યવહાર, તે સ્થાપના નિક્ષેપ છે. સૌભાગ્યવતી સ્ત્રી કપાળમાં કંકુનો ચાંદલો કરે છે તે તેના પતિની સ્થાપના છે. એકલવ્યે ગુરુની મૂર્તિની સ્થાપના કરી. પિતાજી કે ગુરુનો ફોટો; તે સ્થાપના નિક્ષેપ છે. (૩) દ્રવ્ય નિક્ષેપ : પદાર્થની ભૂત કે ભવિષ્ય પર્યાયમાં અમુક શબ્દનો પ્રયોગ કરવો, તે દ્રવ્ય નિક્ષેપ છે. ઘડાની પૂર્વ પર્યાયને ઘડો કહેવો અથવા ઘડાની ઉત્તર પર્યાય ઠીકરાં, તેને ઘડો કહેવો તે દ્રવ્ય નિક્ષેપ છે. મહાપુરુષોની ચરિત્રકથા તે દ્રવ્ય નિક્ષેપ છે. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરનું ચરિત્ર વંચાય છે. કથા શ્રવણથી મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. તેમના જેવાં ગુણો સ્વમાં પ્રગટે છે; તે દ્રવ્ય નિક્ષેપ
(૪) ભાવ નિક્ષેપ : પદાર્થનો વર્તમાન પર્યાયાશ્રિત વ્યવહાર, તે ભાવ નિક્ષેપ છે. જેમકે વર્ગલોકના દેવતાઓને દેવ કહેવા. નામ, સ્થાપના અને દ્રવ્યથી જે પ્રાપ્ત થાય છે, તેની પ્રત્યક્ષ ભાવ સ્વરૂપ પ્રાપ્તિ તે ભાવનિક્ષેપ છે.
| નિક્ષેપ શબ્દનો પર્યાયવાસી શબ્દ “ચાસ' છે. નિક્ષેપનો ઉલ્લેખ શ્રી ભગવતીસૂત્ર, શ્રી અનુયોગદ્વાર સૂત્ર, શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં છે. ચાર નિક્ષેપમાં સમકિતઃ • નામ નિક્ષેપમાં સમકિત : સમકિત એ સમ્યગુદર્શન, યથાર્થદર્શન, આત્માનુભૂતિ એવી સંજ્ઞાથી ઓળખાય છે. • સ્થાપના નિક્ષેપમાં સમકિત : સમકિત વગેરે શબ્દોની અક્ષર દ્વારા લિપિમાં સ્થાપના, તે સ્થાપના સમકિત છે. • દ્રવ્ય નિક્ષેપમાં સમકિત ઃ (૧) જિનવચનમાં પૂર્ણ શ્રદ્ધા પણ જાણપણાનો અભાવ. (૨) મિથ્યાત્વ મોહનીય કર્મના પુગલોને શુભ અધ્યવસાયના બળે સમકિત મોહનીયરૂપે પરિણાવવા. (૩) સમકિતી જીવનું શબ જોઈ કહેવું કે આ સમકિતી છે. (૪) ભવિષ્યમાં સમકિત પામવાવાળા જીવને સમકિતી કહેવો. દા.ત. નવજાત શિશુ. (૫) જ્ઞાતિએ જૈન છે પણ સમકિતનો અભાવ છે. દા.ત. દીપક સમકિતી. • ભાવ નિક્ષેપમાં સમકિત : વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર રવમીનો સાક્ષાત્ યોગ છે. તે પ્રત્યક્ષ પ્રભુની સેવા, વૈયાવચ્ચ, વંદન; તે ભાવનિક્ષેપ છે.
પ્રભુના પ્રત્યક્ષ સંયોગના અભાવમાં તેમનું નામ સ્મરણ, વંદન, તેમની ચરિત્ર કથાઓનું શ્રવણ અનુક્રમે નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ છે.