________________
૪૧૬
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
ધર્મજીવોની પ્રવૃત્તિ પણ એવી હોવી જોઈએ કે જેથી અન્ય જીવો અધર્મથી નિવૃત્ત બને.
વ્યવહારનયથી સ્વ અને પરને જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્થિર કરવાં.નિશ્ચયનયથી આત્મામાં આત્મા દ્વારા સ્થિર થવું. જ્ઞાન-દર્શન ગુણોમાં સ્થિરતા કેળવવીતસ્થિરીકરણ આચાર છે. (૭) વાત્સલ્ય- સાધાર્મિકો પ્રત્યે હૈયામાં માતા સમાન હેત હોય, તેમના પ્રત્યે હાર્દિક અને નિઃસ્વાર્થ અનુરાગ તેમજ સાધર્મિકસાધુ અને શ્રાવકવર્ગની સેવા કરવી તે વાત્સલ્ય આચાર છે.
ચતુર્વિધ સંઘની ભક્તિ કરવી એટલેકે સંઘમાંથી કોઈ આત્મા ભવિષ્યમાં તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કે વિશિષ્ટ પુણ્ય કાર્ય કરનારા શ્રાવક થશે. તે આત્માઓની ભક્તિથી ઉત્તમતા પ્રાપ્ત થાય છે. પુણિયા શ્રાવકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં અખંડપણે તેમણે સાધર્મિક ભક્તિ કરી હતી.એકદિવસ પોતે ઉપવાસ કરે, બીજે દિવસે પત્ની ઉપવાસ કરે અને નિત્ય ભક્તિપૂર્વક સાધર્મિકોને જમાડે ! આ દ્રવ્ય સાધાર્મિક ભક્તિ છે.
ધર્મકાર્યમાં પ્રમાદ કરનારા સાઘર્મિકોને ધર્મના કર્તવ્યો યાદ કરાવી, ભૂલોથી બચાવવા વાત્સલ્યપૂર્વક સન્માર્ગની પ્રેરણા આપવીતભાવ સાધર્મિક ભક્તિ છે.
સાધાર્મિક ભક્તિનું ફળ મહાન છે. ત્રીજા સંભવનાથ ભગવાન પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડ દ્વીપમાં ઐરાવતક્ષેત્રની ક્ષમાપુરી નગરીમાં વિમલવાહનનામે રાજા હતા. તે સમયે ત્યારે ભયંકર દુષ્કાળ પડતાં તેમણે સર્વ સાધામિકોની ભોજનાદિ વડે ભક્તિ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. સમકિતમાં વાત્સલ્યગુણ પ્રગટાવવાની શક્તિ છે પણ બધાજ સમકિતી જીવોમાં જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યભાવ ઉભરાતો નથી. ઉત્કૃષ્ટ કોટિનું વાત્સલ્ય તીર્થકરોને હોય છે, તેથી તેના સમ્યગુદર્શનને ‘વરબોધિ' શ્રેષ્ઠબોધિકહ્યું છે.
જે સંઘ મજબૂત અને સ્થિર હોય તે ધર્મ ચિરંજીવી રહી શકે છે, તેથી સંઘની દષ્ટિએ આ દર્શનાચાર મહત્ત્વનું છે. વ્યવહારનયથી સમકિતી જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખવી, નિશ્ચયનયથી “સવી જીવ કરું શાસન રસી' નીભાવનાભાવવતે વાત્સલ્ય આચાર છે. (૮) પ્રભાવનાઃ- જિનશાસનનું માહાત્ય અને શોભા વધારવા પોતાના વિશિષ્ટ ગુણોથી ધર્મ અને સંઘની ઉન્નતિ કરવીતે પ્રભાવના છે. પ્રભાવકના આઠ ગુણો આ પ્રમાણે છે. ૧) જે કાળે જેટલા આગમ ઉપલબ્ધ હોય તેમાં કુશળ હોય. ૨)પ્રવચનકાર હોય૩) વાદવિજેતા હોય૪) ત્રણે કાળ સંબંધી નિમિત્ત જ્ઞાનમાં કુશળ હોય ૫) તપસ્વી હોય ૬) મંત્રાદિ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તેમજ ધર્મની ઉત્કૃષ્ટ આરાધનાથી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આદેય વચનવાળા હોય ૭) અનેક લબ્ધિસંપન્ન હોય ૮)કવિ હોય. આવા વિશિષ્ટ ગુણોથી પ્રભાવક જિનશાસનની પ્રભાવના કરે છે.
વ્યવહારનયથી જિનશાસનની ઉન્નતિનાં કાર્યો કરવાં, નિશ્ચયનયથી આત્મવિકાસમાં અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રગુણોની વૃદ્ધિમાં કાળજી રાખવીતે પ્રભાવનાઆચાર છે.