________________
૪૧૫
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
ધર્માચરણથીઆલોકકેપરલોકના સુખની ઇચ્છાનકરવી.
વ્યવહારનયથી પુણ્ય-પાપ જનિત ફળની ઈચ્છા ન રાખવી તે નિષ્કાંક્ષા છે. નિશ્ચયનયથી મિથ્યાત્વ, વિષય-કષાયનો અભાવ અને શુદ્ધ આત્મસ્વભાવમાં વસવું તે નિષ્કાંક્ષા આચાર છે. ૩) નિર્વિચિકિત્સાઃ-ધર્મકરણીનાફળમાં લેશમાત્ર સંદેહનહિતેનિર્વિચિકિત્સા ગુણ છે. ધર્મનું ફળનિશ્ચિત સમયે અવશ્ય મળે છે. ધર્મના ફળ પ્રતિ નિઃસંદેહ રહેવાથી સમકિત નિર્મળ રહે છે. તેનો બીજો અર્થ એ છે કે સાધુસાધ્વીઓના મલિન શરીર અને ઉપધિને જોઈ તેમના પ્રત્યે ધૃણા કે દુગછા કરવી નહિ. સાધ્વાચારમાં મેલ પરિષહને જીતવો એ વિશિષ્ટ ગુણ છે એવું સમજવું.
વ્યવહારનયથી ધર્મમાં અખેદ, પરનિંદાનો ત્યાગ અને ધર્મક્રિયાના ફળમાંનિઃસંદેહરહેવું.નિશ્ચયનયથી કર્મનાવિપાક, ઉપસર્ગ અને પરિષદમાં સમભાવે રહેવું તે નિર્વિચિકિત્સા અંગછે. (૪) અમૂઢદષ્ટિ-યોગ્યદેવ,ગુરુ, ધર્મશાસ્ત્ર સંબંધી નિશ્ચયન કરી શકવોતે મૂઢતા છે. તે સર્વમૂઢતાનો ત્યાગ કરી આગમજ્ઞાન ગર્ભિત યથાર્થ સમજણ રાખવી તે અમૂઢ દૃષ્ટિ છે. એકાંતવાદી કે કુપંથગામીઓની પ્રશંસા કરવી, તેમનો સંગ કે અતિ પરિચય કરવો, તેમના તરફ આકર્ષાવું તે મૂઢ દૃષ્ટિ છે. અમૂઢદષ્ટિવાળો ક્ષાયિકસમકિત પ્રાપ્ત કરે છે.
વ્યવહારથી મૂઢતા કે અજ્ઞાનતાનો ત્યાગ તે અમૂઢદષ્ટિ છે. નિશ્ચયનયથી આત્મસ્વરૂપમાં અમૂઢતા અર્થાત્યથાર્થઆત્મબોધતે અમૂઢદષ્ટિ અંગછે. (૫) ઉપબૃહણ -તેના ત્રણ અર્થ છે. (૧) સાધર્મિકોના ગુણોની પ્રશંસા કરવી તેમજ તેવા ગુણો પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો (૨) ક્ષમા, મૃદુતા, નિલભતાઆદિ ગુણોની વૃદ્ધિ કરવી (૩)સમકિતની પુષ્ટિ કરવી
સમકિતીની અને સાધર્મિક જીવોની ગુણસ્તુતિ કે પ્રશંસા કરવાથી સગુણો પ્રતિ પ્રમોદભાવ અને મૈત્રીભાવ વધે છે. જેમ એક દીપકમાંથી અનેક દીપક પ્રગટે છે તેમ સદ્ગુણોની પ્રશંસાથી સગુણી બનવાની પ્રેરણા મળે છે, તેથી સણોની હારમાળા સર્જાય છે.
વ્યવહારનયથી સ્વગુણ પ્રશંસા અને પરદોષ દર્શન ન કરવાં. નિશ્ચયનયથી પરભાવનો ત્યાગ કરી સ્વભાવમાં લીન બનવું તે ઉપવૃંહણ આચાર છે. (૯) સ્થિરીકરણ- કોઈ પ્રબળ કષાયના ઉદયથી, અસંગતિથી, મિથ્યાષ્ટિના મંત્રતંત્રના ચમત્કારો જોઈ સમ્યકત્વ કે ચારિત્રથી ચલાયમાન થાય તેવા વ્યક્તિને પુનઃ ધર્મ માર્ગમાં સ્થિર કરવો તે સ્થિરીકરણ આચાર છે. આ ગુણસ્વ-પર ઉપકારકબને છે.
સાધર્મિક બંધુઓની આર્થિક, શારીરિક કે માનસિક તકલીફો જાણી, તેમની સાથે આત્મિયતા કેળવી, તેમની તકલીફોને યથાશક્તિ દૂર કરવાનો પ્રયત્ન કરવો, જેથી તેઓ ધર્મમાં સ્થિર રહે. તેની શ્રદ્ધાચલિત ન થાય. તેવી જ રીતે નવદીક્ષિત સાધુ પ્રત્યે પણ સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ જેથી અનેક જીવો ધર્મ માર્ગે દોરાય.