________________
૪૧૨
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
ઉછળે છે.) તારા દાદી સ્વર્ગ સુખોમાં નિમગ્ન હોવાથી તને કહેવા આવ્યા નથી. તેવી જ રીતે નારકી પણ ચાર કારણે મૃત્યુલોકમાં આવતા નથી. (૧) તીવ્ર વેદનામાંથી મુક્તિ ન મળે (૨) પરમાધામી દેવો દ્વારા દંડાય છે. (૩) અશાતાના વેદનીય કર્મનો ઉદય છે (૪) નરકના આયુષ્યનો નિકાચિત ઉદય છે. આ કારણે તારા દાદા નરકની વેદનાથી આકુળ હોવા છતાં અહીં આવી શકતા નથી. હે રાજન્ તારી પ્રિય રાણી સૂરિકતા સાથે કોઈ પુરુષ વિષય સેવન કરે તો તે દુરાચારી પુરુષને તું ગમે તેટલી આજીજી કરવા છતાં છોડી મૂકે ? તેના સ્વજનોને મળવાની પરવાનગી આપે ? તેમ તારા દાદા પણ અપરાધી છે, તે મનુષ્ય લોકને ઇચ્છે છતાં ત્યાંથી નીકળી ન શકે.
હે પ્રદેશી! અરણીના કાષ્ટની અંદર અગ્નિ હોવા છતાં તેના ગમે તેટલા ઝીણા ટુકડા કરીએ તો પણ અગ્નિ દેખાય જ નહિ, તેમ શરીરના ગમે તેટલા ઝીણાં ટુકડા કરો તો પણ જીવ ક્યાં છે તે દેખાય નહીં. સર્વજ્ઞ ભગવંત જીવને પ્રત્યક્ષ જુએ છે. તું તારા શરીરના પાછળના ભાગને પણ જોઈ શકતો નથી, તો જીવ તો અરૂપી છે. તેને તું શી રીતે જોઈ શકે? તેથી જીવ સત્તા છે, પરલોક છે, સ્વર્ગ-નરક છે એવું પ્રમાણ કર.
લુહારની ધમણ વાયુથી ભરેલી હોય કે ખાલી હોય તેને તોળો છતાં તેના વજનમાં રતિ (અંશ) માત્ર પણ ફેર જણાશે નહીં, તેવી જ રીતે જીવયુક્ત શરીર અને જીવ રહિત શરીરનું સમજવું. જીવને અગુરુલઘુત્વ નામનો ગુણ છે, તેથી તેનું વજન નથી.
કોઠીની અંદર પૂરેલો માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સંભળાય છે પણ તે શબ્દ કયા માર્ગે બહાર આવ્યાં તે જણાતું નથી, તેવી જ રીતે કુંભી (કોઠી)ની અંદર પૂરેલા માણસનો જીવ શી રીતે બહાર નીકળ્યો અને કુંભીની અંદર થયેલા કીડાના જીવો શી રીતે અંદર પ્રવેશ્યા તે જાણી શકાય નહીં કારણકે જીવ અપ્રતિહત ગતિના ગુણવાળો છો.’’
પ્રદેશી રાજાને બોધ પમાડવા કેશી ગણધરે અનેક યુક્તિઓ દર્શાવી, પ્રદેશી રાજાએ કહ્યું, “આપ કહો છો તે વાત સત્ય છે. તમારા ઉપદેશથી મારા હૃદયમાંથી મિથ્યાત્વરૂપી શલ્ય દૂર થયું છે પરંતુ કુળ પરંપરાથી નાસ્તિક મતને હું શી રીતે છોડું ?'’
કેશી ગણધરે કહ્યું, “જેમ પરંપરાથી આવેલા દારિદ્ર, રોગ, દુઃખ આદિનો ત્યાગ થાય છે, તેમ નાસ્તિકપણું છોડવા યોગ્ય જ છે. હે પ્રદેશી ! કેટલાક વણિકો વ્યાપાર માટે પરદેશ ગયા. માર્ગમાં પ્રથમ લોખંડની ખાણ આવી. ત્યાંથી ઉપાડી શકાય તેટલું લોખંડ દરેકે લીધું. આગળ ચાલતાં તાંબાની ખાણ આવી. દરેકે લોખંડ છોડી તાંબું લીધું, પણ લોહ વણિકે ઘણા સમયથી લોખંડનો ભાર ઉપાડેલો, તેને સારી રીતે બાંધેલું, તેની પાછળ ખૂબ મહેનત કરી હતી, તેથી તે લોખંડ તેણે ન છોડ્યું. માર્ગમાં આગળ વધતાં ચાંદી, સોનું, રત્ન અને હીરાની ખાણો આવી. દરેકે કિંમતી વસ્તુઓને ગ્રહણ કરી અને તુચ્છ વસ્તુઓનો ત્યાગ કર્યો. લોહ વણિકે છેવટ સુધી લોખંડ ન છોડ્યું. બધા વણિકો વતનમાં પાછા ફર્યાં. લાવેલ વસ્તુઓને વેચી શ્રીમંત થયા. લોહ વણિકે લોખંડ વેચી અલ્પ ધન