________________
૪૦૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે
પરિશિષ્ટ-૨ યોગચક્ર સાથે સમકિતની તુલના
માનવમાંથી મહામાનવ, મહામાનવમાંથી અતિમાનવ બનાવનાર મનુષ્યની કાયામાં ગુપ્ત રહેલી ઉચ્ચ આધ્યાત્મિક શક્તિને કુંડલિની કહેવાય છે. તેને ભારતીય તથા પાશ્ચાત્ય સંસ્કૃતિએ પોતાના ધાર્મિક ગ્રંથોમાં વિવિધ નામે સંબોધી છે. ખ્રિસ્તી ધર્મમાં તેને “હોલી સ્પિરિટ', જાપાનમાં તેને કી' અને ચીનમાં તેને “ચી' કહી છે. વેદ અને ઉપનિષદમાં તેને “ચિતિ શક્તિ', શિવ સૂત્રમાં તેને “ઉમા' કહી છે. ચિતિ શક્તિ એટલે ચેતન શક્તિ. આ શક્તિ પ્રત્યેક પ્રાણીમાં સ્વતંત્રપણે રહેલી છે. જેને પ્રાણ શક્તિ કહેવાય છે. આ ચેતન શક્તિની ગ્રંથિભેદ સાથે તુલના પ્રસ્તુત છે. • આ ચેતન શક્તિ આત્મકલ્યાણ કરાવનાર છે. જીવનમાં પાનખરમાંથી વસંતનું આગમન કરાવનાર છે. જીવત્વનું શિવત્વ સાથે જોડાણ કરાવનાર છે. તેનાથી યોગની પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
સમ્યગદર્શન એટલે સત્ય દર્શન. જે માનવને પૂર્ણતાની પ્રાપ્તિ કરાવનાર છે, સિદ્ધિપદનું બીજ છે. • આ કુંડલિની શક્તિના બે સ્વરૂપ છે. અવિદ્યા અને વિદ્યા. કુંડલિની પ્રત્યેક માનવમાં મૂલાધાર ચક્રમાં સાડા ત્રણ કુંડાળામાં ગોઠવાઈને સૂતેલી છે. તે ભુજંગાકારે હોવાથી તેને સર્પિણી' પણ કહેવાય છે. આ અવસ્થામાં માનવીની દષ્ટિ વિષય સુખ અને દુનિયાદારીના ભોગો ભોગવવા તથા મેળવવા તરફ હોય છે. તેથી તેવી અવસ્થામાં કુંડલિની કર્મબંધનનું કારણ બને છે, જેને અવિધા અવસ્થા કહેવાય છે.
જેનદર્શન અનુસાર ઉપરોક્ત સ્થિતિ એ ગ્રંથિભેદ પૂર્વેની અચરમાવર્ત કાળની અવસ્થા છે. જેને બહિરાત્મદશા' કે “કૃષ્ણપક્ષ' કહી શકાય. જ્યાં મોહનીપ્રચુરતાના કારણે દષ્ટિમાં વિપર્યાય છે. આવા જીવોને “ભવાભિનંદી' કહેવાય છે. ભવ પ્રત્યે અત્યંત અહોભાવ હોવાથી ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. આ સ્થિતિમાં જીવ કર્મની ૧૫૮ પ્રકૃતિઓ બાંધે છે. ત્યાં કર્મની સઘનતા વિશેષ પ્રમાણમાં હોય છે. જીવની આ ઘોર અંધકારમય દશા છે. • સંસારથી અથડાતાં, કૂટાતાં, કર્મના કવિપાકો ચાખતાં જ્યારે સંસાર પ્રત્યે અણગમો ઉત્પન થાય છે, મોક્ષ તરફની રુચી વધે છે, પરમાત્મા થવાની પ્રભુતા જાગે છે ત્યારે કુંડલિની શક્તિ જાગૃત બને છે; જેને વિધાઅવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં માનવી પાપોને નષ્ટ કરે છે.
જૈનદર્શન અનુસાર અર્ધપુગલ પરાવર્તન જેટલો સંસાર કાળ જેનો બાકી રહે છે, તેવા જીવો શુક્લપક્ષી કહેવાય છે. ચરમાવર્ત કાળમાં આવ્યા પછી જ યોગદષ્ટિમાં પ્રવેશ થાય છે. તેવા જીવોને સંસાર અને ભોગોથી છૂટવાનો તલસાટ જાગે છે. તેનો મોક્ષ મેળવવા તરફનો ઝોક વધુ તીવ્ર બને છે. તે અભિનિવેશ-કદાગ્રહ, માત્સર્ય આ સર્વ દોષો ત્યજે છે. તે સત્સંગતિ અને સદાચાર પ્રવૃત્તિ દ્વારા આત્મિક ગુણોનો વિકાસ સાધે છે. તે દર્શન મોહનીય કર્મનો ક્ષય કરી કોઈ ધન્ય ઘડીએ ગ્રંથિભેદ કરે છે. તેનામાં દેહ ભાવથી છૂટવાનો વિવેક જન્મે છે. આ અવસ્થા તે અંતરાત્મદશા' કે “શુક્લપક્ષ કહેવાય છે. ગ્રંથિભેદ કરી સમકિત પ્રાપ્ત કરનાર આત્મા પાપભીરુ હોવાથી ઉત્કૃષ્ટ કોટિના પાપ ન બાંધે