________________
૩૮૬
પ્રકરણ - ૬ ઉપસંહાર
આગલા પ્રકરણોમાં સમકિત વિશેના અધ્યયન પછી પ્રશ્ન થાય કે આજના યુગમાં મનુષ્યજીવનમાં સમકિતનું વિજ્ઞાન સંદર્ભે કેવું સ્થાન હોઈ શકે તેની ચર્ચા કરવાનો ઉપક્રમ આપ્રકરણમાં કર્યો છે.
માનવ સભ્યતા અને સંસ્કૃતિના વિકાસનો પ્રથમ અધ્યાય જિજ્ઞાસા છે. આ બ્રહ્માંડમાં મનુષ્ય એક સર્વોપરી બૌદ્ધિક પ્રાણી છે. તેની જિજ્ઞાસા વૃત્તિ અદમ્ય છે. જિજ્ઞાસા વૃત્તિએ મનુષ્યને નવી નવી શોધો કરવાની પ્રેરણા આપી. આધુનિક યુગ એ વૈજ્ઞાનિક યુગ છે. તેથી આજનો માનવ “તમેવ સર્વાં ખિસ્સુંતં ન બિનૈતૢિ વેડ્યું” અર્થાત્ પરમાત્માના વચનો સત્ય છે, નિઃશંક છે; એ સૂત્રને શ્રદ્ધાથી સ્વીકારવા તૈયાર નથી. સિદ્ધાંતની વાતોને કસોટીના એરણે ચઢાવી, પ્રયોગો કરી, જ્યારે સત્ય પુરવાર થાય, ત્યારે જ તેને સ્વીકારે છે. તેથી જ વિજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત કસોટીએ પાર ઉતરે પછી જ વિજ્ઞાનમાં તે સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
જૈનદર્શન અનુસાર સર્વજ્ઞમાં લોકાલોકને નિરીક્ષણ કરવાની અવિનાશી, અતીન્દ્રિય અને અનંત શક્તિનો આવિર્ભાવ થાય છે. જૈનવિજ્ઞાનનું પ્રતિપાદન તીર્થંકર, અરિહંત કે સર્વજ્ઞ દ્વારા થયું છે, જ્યારે આધુનિક વિજ્ઞાન છદ્મસ્થ માનવની શોધ છે. તે ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનને પ્રમાણભૂત માને છે, તેથી આધુનિક સમયમાં સર્વજ્ઞના સિદ્ધાંતોમાં તથા વૈજ્ઞાનિક માન્યતાઓમાં ખગોળ સંબંધી કેટલીક વિસંવાદિતા જોવા મળે છે.
(૧) જૈનદર્શન અનુસાર પૃથ્વીનો આકાર પુડલો અથવા થાળી જેવો ગોળ છે. આધુનિક વિજ્ઞાન અનુસાર પૃથ્વીનો આકાર ઈંડા અથવા નારંગી સરખો ગોળ છે. (૨) શાસ્ત્રીય માન્યતા અનુસાર પૃથ્વી સ્થિર છે. સૂર્ય અને ચંદ્ર ફરે છે. આધુનિક વિજ્ઞાન અનુસાર સૂર્ય સ્થિર છે. પૃથ્વી પોતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફરે છે. અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. (૩) પૃથ્વી મોટી છે. અસંખ્ય યોજન પ્રમાણ છે જ્યારે સૂર્ય અને ચંદ્ર નાના છે; એવું જૈનદર્શન માને છે. આધુનિક વિજ્ઞાનના મતે સૂર્ય ઘણો મોટો છે. પૃથ્વી તેની અપેક્ષાએ ઘણી નાની અને અમુક પ્રમાણની છે. (૪) જૈનદર્શન અનુસાર પૃથ્વી, પૃથ્વી સ્વરૂપ છે પરંતુ ગ્રહ નથી, જ્યારે આધુનિક વિજ્ઞાન અનુસાર બુધ, શુક્ર આદિ ગ્રહોની માફક પૃથ્વી એ (સૂર્યનો) ગ્રહ છે. (૫) જૈનશાસ્ત્ર અનુસાર અસંખ્ય દ્વીપ - સમુદ્ર પ્રમાણ પૃથ્વી છે. આધુનિક વિજ્ઞાન અનુસાર એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા; આ પાંચ ખંડ પ્રમાણ પૃથ્વી છે. (૬) આજના વિજ્ઞાને સૂર્યમંડળ અને આકાશી ગ્રહો વિષે જણાવ્યું છે, જ્યારે જૈન ખગોળ શાસ્ત્રીઓ ગ્રહોની ઉપર અસંખ્ય વિમાનો, દેવોની સૃષ્ટિ વિષે પણ જણાવે છે.
જેમ ખગોળ સંબંધી જૈનદર્શનની માન્યતા સાથે વિજ્ઞાનને સુમેળ નથી, તેમ જીવશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના સંબંધમાં પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. જેમકે (૧) પાણી, અગ્નિ અને વાયુ પોતે જ જીવ છે