________________
૩૯૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પરિશિષ્ટ-૧ ગ્રંથિભેદતી પ્રક્રિયા
સર્વ સંસારી જીવોની માતૃભૂમિ વનસ્પતિકાયના નિગોદ વિભાગની અવ્યવહારરાશિ છે. દરેક જીવાત્માની આ નિયત છે. અનાદિ નિગોદમાં રહેવું તે અવ્યવહારરાશિ છે. જ્યાં જીવે અનંત જન્મમરણ કરી અનંત કાળ પસાર કર્યો છે. જેટલા જીવોસિદ્ધપદ પ્રાપ્ત કરે છે તે સમયે તેટલાજીવો જેની કષાય અને કૃષ્ણલેશ્યાની તીવ્રતા મંદ થઈ છે તેવા જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. નિગોદમાંથી બહાર આવવું, તે વ્યવહારરાશિ છે. અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવવાનું કારણ વ્યવહારરાશિમાં જીવોની સંખ્યા નિશ્ચિત (F) છે. તેથી કોઈ જીવ સિદ્ધ થતાં વ્યવહારરાશિમાં તે જીવની ખાલી જગ્યા પૂર્ણ કરવા તેમજ ત્યાંની જીવરાશિનું પ્રમાણ બરાબર જળવાય, તે માટે અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે.
| નિગોદમાંથી બહાર આવ્યા પછી પણ જીવ અનંત જન્મ-મરણ કરતો સંસારની વિવિધ યોનિઓમાં ફરતો ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. અજ્ઞાનતાના કારણે જીવ તીવ્ર ભાવે પાપકર્મ કરે છે. તે કાળમાં જીવને ખોટા ઉપાયને છોડી સાચા ઉપાયની પ્રાપ્તિ કરવાની ચતુરાઈ જ પ્રગટતી નથી. અવ્યવહારરાશિ તેમજ વ્યવહારરાશિમાં પણ છેલ્લા પુદગલ પરાવર્તન પૂર્વેનો સઘળો કાળ અચરમાવર્ત કાળ છે. “ચરમાવર્ત એ જૈન પરંપરાનો શબ્દ છે. છેલ્લો પુદ્ગલપરાવર્તન એટલેચરમાવર્ત. અચરમાવર્તએટલે દીર્થસંસાર અથવા લાંબો સંસાર પટ.
તમામ સંસારી જીવો અનંત પુદગલ પરાવર્તનમાંથી પસાર થયા છે. ક્યારેક ભવ્ય જીવોનો સંસાર કાળ ઓસરવા માંડે છે અને જીવ પરનું પ્રાધાન્ય ભોગવતું મોહનીયકર્મનું બળ મંદ પડે છે. તેથી આત્મિકશુદ્ધિ વધતી જાય છે, ત્યારે સંસાર કાળ પરિમિત બને છે. તે પરિમિત સંસાર કાળ એટલે ચરમાવર્ત. ચરમાવર્ત કાળમાં જયોગ પ્રાપ્તિ થઈ શકે.
અચરમાવર્ત કાળમાં જીવો ભવાભિનંદીહોય છે. તેમને પ્રજ્ઞાચક્ષુની જેમસન્માર્ગ જડતો જ નથી. બધા જીવોનો તેવો સ્વભાવ હોવાથી સર્વ જીવોના અનંતા પુદ્ગલો વીતી ગયા છે. તેમને અસાર વસ્તુપણ સારરૂપ લાગે છે. જન્મ, જરા, મરણ આદિ ઉપદ્રવ્યોથી ભરેલો સંસાર અત્યંત પ્રિય લાગે છે. સંસાર તેમને અભિનંદનરૂપલાગે છે, તેથી તેઓ “ભવાભિનંદી જીવો કહેવાય છે. આ જીવો શુદ્ર (પણ), લાભરહિત (માંગવાના સ્વભાવવાળા), મત્સર, શઠ, અજ્ઞાની અને ભયવાન હોય છે. સ્વપ્રમાં પણ તેમને દુઃખનિવારકવિવેકજ્ઞાન હોતું નથી. આવા જીવો માત્રયશ-કીર્તિ અને સંપદા મેળવવા લોકોત્તર ધર્મની આરાધના કરે છે.
જીવનો બે પુગલ પરાવર્ત જેટલો સંસાર કાળ બાકી રહે ત્યારે ઓઘ સંજ્ઞાએ વિવેક રહિતપણે સહજતાથી ધર્મ સાંભળે તે “શ્રવણસન્મુખી’ભાવ ઉપજ્યો કહેવાય.
ત્યાર પછી દોઢપુદ્ગલપરાવર્ત જેટલો સંસારકાળબાકી રહે ત્યારે જૈન ધર્મ પ્રત્યે કંઈક રુચિ ઉત્પન્ન થાય ત્યારે તુલનાત્મક બુદ્ધિથી, માર્ગગવેષણા કરીવિશુદ્ધલબ્ધિથી જૈનધર્મ પ્રત્યે રાગ ઉપજે.તે “માર્ગસન્મુખી' કાળમાં