________________
૩૯૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
તથાગત બુદ્ધ સ્થૂલહિંસા રોકવાની વાત કરી. ભગવાન મહાવીરે છ કાયમાં જીવ છે, એવું જણાવ્યું. જીવ માત્રના જીવનના હકનો સ્વીકાર એ જૈનદર્શનની મૌલિકતા છે. શ્રી આચારાંગસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી સૂયગડાંગ સૂત્રશ્રુતસ્કંધ-આદિઆગમગ્રંથોમાં પર્યાવરણનો સિદ્ધાંતઓતપ્રોત છે.
કોઈ પણ પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરતાં પર્યાવરણનો લય ખોરવાતો નથી. તેથી જીવનમાં, પ્રલય પણ આવતો નથી. એ પછી પાણી બચાવો, વૃક્ષબચાવો, કુદરતબચાવો'ના સૂત્રો આપોઆપજીવનમાં વણાઈ જાય છે.
શ્રાવકના બાર વ્રત એ ત્રસ અને સ્થાવર જીવોની હિંસાની મર્યાદાપૂર્વકના છે - જીવનમાં આસક્તિનું અલ્પીકરણ પ્રગટતાં પર્યાવરણ સુરક્ષાની જાગરૂકતા કેળવાય છે. અષ્ટપ્રવચન માતાનો સિદ્ધાંત એટલે સ્કૂલ પર્યાવરણ અને માનસિક પર્યાવરણની શુદ્ધિ છે. અવિવેક કે અનાથી કરેલી પ્રવૃત્તિમાં હવા, પાણી, ધ્વનિ આદિ પ્રદૂષણ ખોરવાતાં, પર્યાવરણની સુરક્ષાની વાત કરી છે. જૈનગમોમાં કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ પ્રકારની હિંસાથી બચવાની વાત જણાવેલ છે. પ્રાણીઓની કતલ કરનારા કસાઈ, મત્સ્ય ઉદ્યોગ જેવી કંપનીના શેર ખરીદનાર કે કેમીકલ કારખાનાનો કચરો નદી-તળાવમાં ઠાલવનાર પર્યાવરણના શત્રુઓ છે.
આજના યુગની ગ્રીનહાઉસની સમસ્યા પર્યાવરણની સુરક્ષાથી હળવી થઈ શકે એમ છે.
અહિંસા આર્યાવર્તની પ્રાચીન અને પરમ સંસ્કૃતિ છે. તે જગતના જીવોને કલ્યાણની ભેટ આપનારી છે. અહિંસા સાથે સંકળાયેલો પ્રભુ મહાવીરનો મહત્ત્વનો સિદ્ધાંત છે અનેકાન્ત. અનેકાન્ત કે સહઅસ્તિત્વના આધારે વિભિન્ન સંપ્રદાયો, રાજનૈતિકજૂથો કે કોમી જૂથો વચ્ચે એકતા સ્થાપી શકાય છે. જ્યાં એકાંત છે ત્યાં હિંસા, વિદ્રોહ છે. એકાન્તમાં હઠાગ્રહ અને કદાગ્રહ સમાયેલો છે. ખોટો આગ્રહ સત્ય સ્વીકારવાની ઊણપ જન્માવે છે. જ્યાં અહંકાર અને મમકારનો ધમધમાટ છે, ત્યાં અન્યના સારા વિચારોને અપનાવવાની વૃત્તિ પણ ન હોય. જ્યાં બીજાને ઉતારી પાડવાની વૃત્તિ છે, ત્યાં અહિંસા ક્યાંથી સંભવી શકે? આત્મિકશુદ્ધિના ઉર્તીકરણ માટે આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્ત આવશ્યક છે. આગ્રહ અને વિગ્રહનું વિસર્જન કરી વિરોધી દૃષ્ટિઓમાં સુમેળ સાધવાનું કાર્ય અનેકાન દ્વારા થાય છે.
પ્રત્યેક સમાજ તેનાં મૂલ્યો પર અને એ મૂલ્યો પ્રગટ કરતાં આચારો પર ટકેલો હોય છે. મૂલ્યો જ્યારે સમાજની જીવનશૈલીમાં વણાઈ જાય છે ત્યારે તે સમાજ સબળ, સુયોજિત અને પ્રગતિશીલ બને છે. તેવા સમાજનો વ્યક્તિ જીવનને ઉર્ધ્વગામી બનાવવાની સાથે સાથે સદાચારપૂર્ણ બનાવે છે.
ભગવાન મહાવીરના સર્વ સિદ્ધાંતો જનજીવનને સંવાદી અને સુરીલું બનાવવા તેમજ સમાજમાંથી વિષમતા દૂર કરવા માટે છે. તેને સમજવા માટે સમ્યક દૃષ્ટિની આવશ્યકતા છે. જ્યાં સુધી દૃષ્ટિ સવળી ન બને ત્યાં સુધી અમૂલ્ય સિદ્ધાંતોનું જ્ઞાન કે રહસ્ય ન સમજાય. સિદ્ધાંતોની સભ્ય શ્રદ્ધા-જ્ઞાન અને આચરણ વિના મોક્ષમાર્ગ દૂર ધકેલાય છે.