________________
૩૯૬
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે
તામસીકઆહારવિકારો ઉત્પન્ન કરે છે, જ્યારે સાત્વિક આહાર શારીરિક અને માનસિકપુષ્ટિ કરે છે.
અનર્થાદંડ વિરમણ વ્રતમાં પણ ભાવ હિંસા અને દ્રવ્ય હિંસાથી નિવર્તવાનું જ છે. પોતાના કુટુંબ, પરિવારની જવાબદારી નિભાવવા આશ્રવનું સેવન કરવું પડે તે અર્થદંડ છે પરંતુ આર્ત-રૌદ્ર સ્થાન (દુર્ગાન) માં વ્યસ્ત રહેવું, બીજાની પ્રગતિની ઈર્ષા, નિંદા કરવી એ અનર્થદંડ છે. પવિત્ર વિચાર અને પવિત્ર આચાર એજ ધર્મ છે. માત્ર મનના દુર્ગાનથી તંદુલમસ્ય અંતર્મુહૂર્તમાં સાતમી નરકે જાય છે. પ્રમાદ એટલે આળસ. રોજિંદા વ્યવહારમાં પણ ઘી, તેલ, પાણી આદિનાં વાસણો ઉઘાડાં રાખવાથી, અયના અને અવિવેકની પ્રવૃતિથી અન્ય જીવોનાં પ્રાણહણાય છે. અહિંસાના પ્રચારથી નહીંપરંતુ અહિંસાના પાલનથી ધર્મટકે છે. જ્યાં ચિત્ત શુદ્ધિ છે, ત્યાં સ્વકેપરનું અહિત કરવાની ભાવના નહોય.
ઉપરોક્ત સર્વ વ્રતો-નિયમોમાં અહિંસા ધર્મની પ્રધાનતા છે. અહિંસા એ આત્માનો ગુણ છે. આ ગુણને પુષ્ટિ કરનારા સામાયિક વ્રત, પૌષધવ્રત તથા દેશાવગાસિક વ્રત છે. પાપકારી વ્યાપારોથી નિવૃત્ત થવું અને સ્વસ્વભાવમાં સ્થિર થવું, તે સામાયિક વ્રત છે. જૈનત્વ પ્રાપ્તિરૂપ ચોથા ગુણસ્થાનકથી સામાયિકની પ્રાપ્તિ થાય છે અને તે સિદ્ધત્વ પ્રાપ્તિ સુધી વિકાસ પામે છે. જૈનત્વ, જિનત્વ અને સિદ્ધત્વ સર્વ સામાયિકમય જ છે.સામાયિક કરનાર સાધુ સમાન બને છે."
સામાયિક એટલે સર્વત્ર સામ્યદૃષ્ટિ. સામાયિક સ્વ-પર તારકતાની અમોઘ શક્તિ છે. સામાયિક એટલે મધુર જીવન, ભીતરમાં મધુરતા, સર્વ જીવો પ્રત્યે માધુર્ય. જ્યાં સમભાવ-સામ્યદૃષ્ટિ છે, ત્યાં જીવન નંદનવન બને છે. ધરતી પર સ્વર્ગ ખડું થાય છે. સામાયિક એ વિશ્વ પ્રેમ, મૈત્રીભાવ અને વિશ્વકલ્યાણની ભાવના છે. જ્યાં સમભાવ નથી, ત્યાં વિષમતા, વિખવાદ અને સંઘર્ષ છે. પુણિયા શ્રાવકની શુદ્ધ સામાયિકપ્રભુ મહાવીરના મુખેથી વખણાઈ. નિઃસ્વાર્થતા, અર્પણ અને પ્રેમએ સમભાવનાં ત્રણ પગથિયા છે. સમભાવ એ આત્મસ્વભાવની પ્રાપ્તિનું પ્રવેશદ્વાર છે.
દેશાવગાસિક વ્રત અને પૌષધવતમાં સાધુ સમાન જીવન જીવતાં છ કાય જીવની રક્ષા થાય છે. બારમું અતિથિ સંવિભાગ દ્રત છે, જે સાધર્મિક અને શ્રમણ ભગવંતોને આહાર, વસ્ત્ર-પાત્ર, ઔષધ ઈત્યાદિ વિભાગ કરવારૂપ છે.બારમું વ્રત શ્રમણ જીવનની અનુમોદનાછે. અતિથિ પરિચર્યારૂપ છે. આ વ્રત સાધર્મિકોને અન્ન, વસ્ત્ર આપી તેમની મુશ્કેલી-વિષમતા દૂર કરવાની પ્રેરણા આપે છે. જેથી સમાજમાં તેઓ પણ માન-મોભો જાળવીશકે. શ્રીમંત કે ગરીબની ભેદરેખાનારહે. ઉપરોક્ત વ્રતોનું પાલન કરનાર સમાજ એક આદર્શ અને સ્વસ્થ સમાજ બની શકે છે. ઉપરોક્ત સર્વવ્રતોમાં અહિંસાની પુષ્ટિ કરી છે. પ્રભુ મહાવીરનો ધર્મ તોફાની સમુદ્રમાં અટવાયેલા બાળ જીવો માટે દીવાદાંડીરૂપ છે. ઉપરોક્ત વ્રતોનું યથાર્થ પાલન કરનાર આત્માનું જીવન ક્ષમા, સંતોષ આદિ ગુણોથી ખીલી ઉઠે છે.
અહિંસાની સાથે પર્યાવરણનો સિદ્ધાંત પણ સમાયેલો છે. ધર્મ અને યજ્ઞના નામે થનારી હિંસા રોકનાર