________________
૪૦૦
કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે
પ્રવેશ્યો કહેવાય.
ત્યાર પછી એક પુદ્ગલ પરાવર્તકાળ જેટલો સંસાર બાકી રહે, ત્યારે દેશના લબ્ધિ પામે. ત્યારે માગનુસારીના ૩૫ બોલપામે. છ દ્રવ્ય અને નવતત્ત્વને જાણે. ઉત્કૃષ્ટ નવ પૂર્વ સુધીનુંદ્રવ્ય જ્ઞાન પણ ઉપાર્જન કરી શકે છે. પ્રાયોગ્ય લબ્ધિ પામે તો દ્રવ્ય ચારિત્રમાં પુરુષાર્થ કરી ઉત્કૃષ્ટ નવ રૈવેયક સુધી જાય, ત્યારે જીવની બધા કર્મોની સ્થિતિ (આયુષ્ય સિવાય) અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમની બને છે. આવા મંદ યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવે છે અને પાછો ફરે છે. દ્રવ્ય ચારિત્રમાં અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થયા કરે છે પણ સમકિતપ્રાપ્ત થતું નથી.
ચરમાવર્તકાળને આધ્યાત્મિક યોગોને પ્રગટાવવાની ભૂમિકા છે. તે ધર્મનો યૌવન કાળ છે. અચરમાવત કાળ એ ધર્મનો બાલ્યકાળ છે. જેમ જેના શરીરે ખણજ ઉપડતી હોય તેને ખણવામાં જ મજા આવે છે, તેમ અચરમાવર્ત કાળમાં મોહાંધ જીવો જ્યાં સુધી પાપનું ફળ દુઃખ મળતું નથી, ત્યાં સુધી પાપ કરતો જ રહે છે. જે મનુષ્ય શરમાવર્તકાળમાં પ્રવેશે તે જ વાસ્તવિક યોગી બની શકે. અચરમાવર્તકાળમાંથી ચરમાવર્તકાળમાં જીવ સહજ ભવિતવ્યતાથી પ્રવેશે છે. તેમાં પુરુષાર્થ કારણભૂત નથી. અભવ્યજીવો ચરાવર્તકાળમાં પ્રવેશ કરી શકતા નથી”.શુક્લપાક્ષિક, ગ્રંથિભેદ કરનારા અને ચારિત્રની યોગ્યતા ધરાવતા જીવોજ ચરમપુદ્ગલપરાવર્તન કાળમાં પ્રવેશી શકે છે.
અનુક્રમે તે ભવ્ય જીવનો અર્ધ ચરમ પુગલ પરાવર્તન જેટલો પરિમિત સંસાર કાળ બાકી રહે ત્યારે જીવનાં સંકલેશ પરિણામો મંદ થતાં જાય છે. તેથી મોહનીય કર્મ વધુમાં વધુ અંતઃ ક્રોડ ક્રોડી સાગરોપમ જેટલી સ્થિતનું જ બાંધે છે. તે વખતે તેની યોગ્યતા એવી પ્રગટે કે તે જીવ સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમની સ્થિતિનું મોહનીય કર્મફરીથી નહીં બાંધે, જેને શાસ્ત્રીય ભાષામાં અપુનબંધક' કહેવાય.પઆ જીવ શુક્લપાક્ષિક કહેવાય છે. કાળો અંધાર પટ ઘટવાથી, પ્રત્યેક રાત્રિએ ચંદ્રની કળા વધવાથી, પ્રકાશ કાળ લંબાય, તે શુક્લપાક્ષિક છે. અર્ધ પુદ્ગલપરાવર્તન કાળથી વધુ સંસારકાળબાકી હોય, તે કૃષ્ણપાક્ષિક છે. અપુનબંધકજીવકર્મ અને કષાયો ઘટતાં ગ્રંથિભેદ તરફ આગળ વધે છે. ત્યારે માગભિમુખ અને માર્ગપતતિ જેવી બે વિશિષ્ટ અવસ્થાઓમાંથી પસાર થાય છે. માર્ગ એટલે ચિત્તની સરળતા, આત્માનો વિશિષ્ટ ક્ષયોપશમ. અપુનબંધક લખોપતિ છે, જ્યારે માભિમુખ અને માર્ગપતિત જીવો કરોડપતિ છે. અપુનબંધકનીજ એક વિશેષ અવસ્થા છે.
- જ્યારે જીવનો દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર કાળ બાકી રહે છે, ત્યારે કરણલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તે સમયે ત્રણકરણ કરી સમકિત પ્રાપ્ત કરે છે. આ નિયમ સર્વ જીવો માટે છે. કેટલાક જીવોલયોપશમ, વિશુદ્ધ, ભવ્ય - જે જીવો સિદ્ધિ પામવા યોગ્ય છે તે ભવ્ય જીવો કહેવાય અને જે જીવો સિદ્ધિ પામવાને અયોગ્ય છે તે અભવ્ય જીવ કહેવાય. જેવી રીતે સોનામાં, રત્નમાં, ચંદનના કાષ્ઠમાં મતિ બનવાની યોગ્યતા છે. છતાં બધા જ સોનાની કે ચંદનની મતિ બની જ જાય એવો નિયમ નથી એવી જ રીતે જે ભવ્ય જીવને મોક્ષે જવાની સામગ્રી મળે તે મોક્ષમાં જાય. (વિશેષાવશ્યક ભાષ્ય. ગા. ૧૮૩૪, પૃ-૧૦૭). *માર્ગમાં પ્રવેશવાની યોગ્યતા પ્રાપ્ત કરનાર માગભિમુખ છે અને માર્ગમાં પ્રવેશેલો માર્ગપતિત છે.
-------