________________
૩૯૨
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે
અશોકદર, જેઓ ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડમાં મિકેનિકલ એન્જિનીયર છે. તેઓ કહે છે કે, મંત્રોચ્ચારણ કરતાં ભૂરા રંગના કણ સમૂહ દેખાય છે. આ કણ અત્યંત શક્તિશાળી છે. તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. સૂક્ષ્મશરીર તૈજસ) ની તેજસ્વિતા વધે છે. તેથી જપ, મંત્રોચ્ચારનું વિધાન વૈજ્ઞાનિક છે. હિન્દુ મંદિરોમાં સવારે અને સાંજે આરતી થાય છે તેમજ શંખધ્વનિ કરવાનો રિવાજ છે. શંખધ્વનિમાં ભૂરા કણોની વિશેષતા હોવાથી વાતાવરણ પવિત્ર બને છે. ઠંડા પ્રદેશોમાં ભૂરા કણોની પ્રચુરતા હોવાથી માનવો કે પ્રાણીઓની લાશો બરફ નીચે હજારો વર્ષ સુધી દટાયેલી એવી જ રહે છે. ફ્રીજના ઠંડા વાતાવરણમાં ગલનની પ્રક્રિયા ઓછી થાય છે, જ્યારે ભૂરા શક્તિ કણોના ગ્રહણ સ્વરૂપ પૂરનની પ્રક્રિયા વધી જાય છે. તેથી વસ્તુ લાંબા સમય સુધી તેવી જ રહે છે.લાલ કણોમાં શક્તિ ઓછી છે. વનસ્પતિ દિવસે કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરે છે અને પ્રાણવાયુ બહાર કાઢે છે. પ્રાણવાયુને ભૂરા રંગના શક્તિશાળી કણો હોઈ શકે, જ્યારે કાર્બન ડાયોક્સાઈડતેલાલરંગના કણો હોવા જોઈએ. તેથી જ પ્રાણાયામ કરનાર વ્યક્તિ પ્રાણવાયુ ગ્રહણ કરી તંદુરસ્ત રહે છે.
શબ્દની જેમ છાયા (પ્રતિબિંબ) પણ પુલ છે, એવું જૈનદર્શન માને છે. બાદર પરિણામી પુદ્ગલ સ્કંધોમાંથી પ્રતિ સમય આઠ સ્પર્શી પુલસ્કંધો બહાર નીકળે છે. તે સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતા નથી પરંતુ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા તદાકાર પિંડિત થઈ શકે છે. અભિનેતાના પ્રતિબિંબ રૂપકો આકાશમાં ફેલાય છે. સંગ્રાહક યંત્ર દ્વારા પુનઃ જોડી મૂળ પ્રતિબિંબરૂપે દૂરદર્શનના પડદા પર પ્રસ્તુત થાય છે, જેને આપણે સિનેમા કે ટેલિવિઝન (દૂરદર્શન)ની સંજ્ઞા આપીએ છીએ. ફોટો પડાવનાર વ્યક્તિના પ્રતિબિંબને કેમેરાની પ્લેટ ઉપર સંગ્રહિત કરાય છે. છાયાએ પુદ્ગલ છે, જૈનદર્શનની આ માન્યતાને વિજ્ઞાનસમર્થન આપે છે.
કોઈ પણ સજીવ પદાર્થ પોતાના શરીરમાંથી વિશિષ્ટ પ્રકારના અદશ્ય સૂક્ષ્મ કિરણો બહાર ફેંકે છે, તેને આભામંડળ Gura) કહેવાય છે. મનુષ્યના આભામંડળનો આધાર સૂક્ષ્મશરીરની શુદ્ધતા ઉપર છે. શુભવિચારો, મંત્ર શક્તિ અને ઈષ્ટદેવના સ્મરણથી સંકલ્પશક્તિ બળવાન બને છે. આભામંડળની તીવ્રતાનો આધાર મનની સંકલ્પશક્તિ ઉપર છે. જૈનદર્શન અનુસાર આભામંડળનું નિર્માણ તૈજસ અને કાર્મણ શરીરથી થાય છે. આ શરીર પુગલોનું બનેલું છે, તેથી તેમાં વર્ષ . રશિયન વૈજ્ઞાનિકસેન કર્લિયને (seyonKirian) આભામંડળની ફોટોગ્રાફી પ્લેટ ઉપર છબીઓ લેવાની પદ્ધતિની શોધ કરી. આ છબીઓથી પ્રત્યક્ષ દેખાય છે કે, દરેક વ્યક્તિનું આભામંડળ જુદું જુદું છે.
તૈજસ શરીર પાચન, સક્રિયતા અને દીતિ (તેજસ્વિતા)નું મૂળ છે. તે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. તેનો પ્રેરક કાર્પણ શરીર છે. આપણાં કર્મ અનુસાર તૈજસ શરીર સ્પંદિત થાય છે. પ્રાણધારા વિનિરિત કરે છે અને આભામંડળનું નિર્માણ થાય છે. મનના પરિણામ અનુસાર આભામંડળના રંગો બદલાય છે. મનના પરિણામને જૈનદર્શનમાં લેશ્યા કહેવાય છે. કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પવ અને શુક્લ એમ છલેશ્યાઓ છે."લેશ્યા પુદ્ગલ સ્વરૂપ છે. તેથી તેમાં પણ વર્ણ છે. આભામંડળ અને લેગ્યા એકબીજા સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે.