________________
૩૮૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
જૈનદર્શનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયવિષે વિશદ ચર્ચા કરવામાં આવી છે. સમગ્ર દ્વાદશાંગીનું મૂળત્રિપદી છે. દ્રવ્ય સ્થિર છે. પર્યાયમાં પરિવર્તન થાય છે. વિજ્ઞાને વર્ષોના મંથન પછી દ્રવ્ય સંચય' નો નિયમ (Theory of conversation of Mass) રજૂ કર્યો. આસિદ્ધાંત અનુસાર મૂળદ્રવ્યનો વિનાશ થતો નથી કે ઉત્પત્તિ થતી નથી પણ તેની પર્યાય બદલાય છે. આ પ્રમાણે આગમમાં કહેલ શાશ્વત દ્રવ્ય અને ક્ષણભંગુર પર્યાયની વાતો વિજ્ઞાને પણ સ્વીકારી છે.
જૈનદર્શન અનુસાર આપણે જે જંબુદ્વીપમાં રહીએ છીએ, તેના આકાશમાં બે સૂર્ય અને ચંદ્ર છે." અમેરિકાની ‘નાસા' નામની વૈજ્ઞાનિક સંસ્થાએ સંશોધન કરી જણાવ્યું કે, ભારતીય મનિષીઓની બે સૂર્ય અને બે ચંદ્રની વાત સત્ય છે.”
જૈન આગમોમાં છદ્રવ્યની વિચારણા છે. જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયકદ્રવ્ય, તે ધર્માસ્તિકાયદ્રવ્ય છે. વૈજ્ઞાનિકો ધર્મ દ્રવ્યને ઈથર' કહે છે. જેનદર્શન અનુસાર ધર્માસ્તિકાય અભૌતિક, અવિભાજ્ય, અખંડ, લોકમાં વ્યાપ્ત, સ્થિર અને ગતિ સહાયક છે. વીસમી સદીમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકઆઈન્સ્ટાઈને ઈથરવિષેની માન્યતા બદલી નાખી.તેમણે કહ્યું, ઈથર અભૌતિક, લોકવ્યાસ, અદશ્ય, અખંડ અને ગતિનું અનિવાર્ય માધ્યમ છે.”
જૈનદર્શન આસ્તિકવાદી દર્શન છે. તે આત્માની અમરતા સ્વીકારે છે. તે પુનર્જન્મને પણ સ્વીકારે છે. ભગવાન મહાવીરના સત્યાવીસ ભવો તથા જૈન કથાઓમાં પુનર્જન્મની વાતો છે. મેઘકુમાર મુનિને ભગવાન મહાવીર દ્વારા જાતિસ્મરણ જ્ઞાન કરાવવાની ઘટના શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રમાં આવે છે. વિજ્ઞાને પણ વશીકરણ વિદ્યા (Deepest Hypnotism) ના પ્રયોગથી તે બાબતને સમર્થન આપ્યું છે. આજના સંમોહન વૈજ્ઞાનિકો (હીપ્રોટીસ્ટ)પૂર્વજન્મની સ્મૃતિ કરાવીવર્તમાન સમસ્યાનું સમાધાન કરી રહ્યાં છે. સાઈટ્રિીસ્ટ ડૉ. બ્રાઈનવીસે અમેરિકામાં કેથેરિન નામની મહિલા પર ૧૮ મહિના સુધી ઉપચાર કર્યા. અંતે વશીકરણ વિદ્યાના પ્રયોગ દ્વારા તેની પૂર્વજન્મની સ્મૃતિ કરાવી, તેની સારવાર કરી તેણે પોતાના પૂર્વના દેવભવનું વર્ણન કર્યું તેમજ કર્મ અનુસાર ફળ મળે છે, તેવું જણાવ્યું.
મનોવિજ્ઞાનના ક્ષેત્રે પરામનોવિજ્ઞાન નામના સ્વતંત્ર વિજ્ઞાન તરીકે માન્યતા પ્રાપ્ત કરેલ વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો. જેણે સંશોધન કરી આત્માની અમરતાપુરવાર કરી છે. માનવ માત્ર ભૌતિકતત્ત્વનો બનેલો નથી પરંતુ માનવમાં ભૌતિક તત્ત્વથી વિલક્ષણ આધ્યાત્મિક તત્ત્વ છે, જે મૃત્યુ પછી પણ કાયમ રહે છે. મૃત્યુથી સ્કૂલ શરીરનો નાશ થાય છે. સૂક્ષ્મ શરીર મરણપછી પણ વિદ્યમાન રહે છે, જેને જૈનદર્શનતૈજસ અને કાર્ય શરીર કહે છે. સાંખ્યદર્શન જેનેલિંગશરીર કહે છે. સંપૂર્ણ કર્મનોલયનથાય ત્યાં સુધી આશરીરનિરંતર સાથે રહે છે.
પુનર્જન્મની સિદ્ધિમાં જાતિસ્મરણજ્ઞાન પણ એક મહત્ત્વનું પરિબળ છે. જૈનદર્શન અનુસાર ચિંતન, વધુ ઊંડાણપૂર્વકના ચિંતનથી ચિત્તની એકાગ્રતા વધતાં જાતિસ્મરણશાન થાય છે. વિજ્ઞાને જાતિસ્મૃતિનું કારણ પ્રોટોપ્લાજમા (પ્રાણશક્તિ) કહેલ છે. પરામનોવિજ્ઞાન અનુસાર પૂર્વજન્મની સિદ્ધિથી પુનર્જન્મની સિદ્ધિ થાય છે.