________________
૩૮૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
બાળવામાં અગ્નિને ઘણો સમય જોઈએ તેમ અહીંસમજવું.
વસ્તુ અનંત ધર્માત્મક છે. સમ્યગુષ્ટિ જીવ વસ્તુના દરેક અંશોને સાપેક્ષ દૃષ્ટિએ ગ્રહણ કરે છે. મિથ્યાષ્ટિ જીવ આંધળા માણસની જેમ વસ્તુના એકએક અંશને માને છે. છૂટાં છૂટાં મોતીઓ દોરામાં પરોવાઈ માળા બને છે, તેમ એકાંત અભિનિવેશવાળા દર્શનો અસત્ય કરે છે પરંતુ તેઓ સ્યાદ્વાદરૂપસૂત્રથી ગૂંથાય છે ત્યારે સત્ય કરે છે, પ્રમાણબને છે.
કવિયશોવિજયજી તથા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આષસ્થાનની પ્રરૂપણા કરી છે. આત્મજ્ઞાન ભેદજ્ઞાન કરાવે છે. ભેદજ્ઞાન કષાયોને મંદ બનાવે છે. કષાયો મંદ થતાં આત્મવિશુદ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી નિરંતર પુરુષાર્થ કરી, ગુણસ્થાનકે આરોહણ કરી, ક્ષપકશ્રેણીમાંડી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. વર્તમાન કાળ ભલે કેવળજ્ઞાન નથી પણ આત્મજ્ઞાન તો છે જ.
નાસ્તિકવાદી, અનિત્યવાદી, અકર્તુત્વવાદી, અભોકતૃત્વવાદી, મોક્ષાભાવવાદ અને અનુપાયવાદ આ મિથ્યાત્વનાં છ સ્થાનો છે. જે ગુણવાન જીવો આએકાંતમતનો ત્યાગ કરે છે, તે શુદ્ધ સમકિતપ્રાપ્ત કરે છે.
આ બંને કૃતિઓમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગનો સમાવેશ થયો છે. ઉપાધ્યાયજીએ ચોપાઈ છંદમાં કૃતિની રચના કરી છે.
આ બંને કૃતિઓમાં શબ્દોમાં ગંભીરતા, સચોટતા છે. ઉત્તમજ્ઞાનથી ભરપૂર એવી આ કૃતિઓ મુમુક્ષુ માટે ગાગરમાં સાગર સમાન છે, જેમાં મોક્ષમાર્ગ અનેકાન્તથી દર્શાવેલ છે. અનાદિકાલથી મોહાગ્નિમાં બળી રહેલાજીવો માટે આ ગ્રંથ શીતળ સમાધિ આપે તેવો છે.
પ્રકરણ - ૫ પાદનોંધ ૧-૨, શ્રી આચારાંગસૂત્ર. ૧/૪/૨/૧, પૃ.૫૮૫, લે. ઘાસીલાલજી મહા. ૩. એજ -૧/૪/૨/૧, પૃ. ૬૦૫, લે. ઘાસીલાલજી મહારાજ. ૪. એજ - ૧/૪/૨/૮, પૃ-૧૫૧.પ્રશ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન. ૫. એજ. ૧-૪-૩-૩, પૃ.-૧૫૪. ૬, એજ. ૧/૬/૩/૭, પૃ. ૧૮૮. ૭. એજ. ૧/પ/પ૨ પૃ.૨૦૨. ૮. એજ. ૧/પ/પ૪, પૃ.૨૦૫. ૯. એજ. ૧/૫/૫/૮. પૃ-૧૦૯. ૧૦. એજ. ૧/૫/૫/૩. પૃ- ૨૦૪/૨૦૫. ૧૧. શ્રી સૂત્રકૃતાંગસૂત્ર-૧/૬/૨૯, પૃ.૨૯૮, સં.- લીલમબાઈ મહાસતીજી. ૧૨. એજ. ૧/૮/૨૩, પૃ-૨૯૬, ૧૩. એજ. ૧૨/૩/૧૧, પૃ.-૧૨૫. ૧૪. એજ દ્વિતીય શ્ર. અ.- ૨, સૂટ-૪૭, પૃ-૭૪. ૧૫. શ્રી પૂત્રકૃતાંગસૂત્રદ્ધિ.શ્ર.આ.-૨, સૂ-૬૧,પૃ.-૮૮. ૧૬. એજ. ૨/૭/૨ અને ૩પૃ.૧૮૦, ૧૮૧. ૧૭. એજ. ૨૭/૩૮ પૃ.૨૦૫. ૧૮. શ્રી ભગવતીસૂત્ર શ.૯, ૧.૩, પૃ.૧૭૬૦ થી ૧૭૮૨, લે. ધારીલાલજી મહારાજ.