________________
૩૫૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વની મંદતા છે. અહીં પણ દેવ-ગુરુની ભક્તિ, સંસાર પ્રત્યે કંટાળો, ધર્મક્રિયામાં બહુમાન, તીવ્ર તત્ત્વ જિજ્ઞાસા, તત્ત્વશ્રવણની ઇચ્છા, ધર્મરાગ આદિ ગુણોનો વિકાસ ઉત્તરોત્તર વધતો જાય છે. પ્રથમ ગુણસ્થાનકે રહેલો જીવ સદ્ગુરુ અને જિનવાણીના માધ્યમથી કોઈ ધન્ય પળે સમકિત પ્રાપ્ત કરી સ્થિરા નામની પાંચમી યોગદૃષ્ટિમાં પ્રવેશે છે. જેમ ચૂલા પર મૂકેલા મગ તરત ચડી જતાં નથી. તેમાં કાળની પ્રધાનતા છે, તેમ કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થના સહયોગથી ગ્રંથિભેદ થાય છે. સમકિતરૂપી સૂર્ય ઉગતાં માનવ મહામાનવ બને છે. યોગદષ્ટિ સમુચ્ચય, ગ્રંથના આધારે સ્થિરાદેષ્ટિની ભૂમિકા સાથે સમકિતની તુલના પ્રસ્તુત છે. • સ્થિરાદેષ્ટિમાં યોગી ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરવા સમર્થ બને છે. ચૈત્યવંદનાદિ ધર્મ ક્રિયાઓ નિરતિચારપણે અને ભાનિરહિત કરે છે. તેને સમકિતના સડસઠબોલમાંથી કુશળતા (ભૂષણ) સાથે સરખાવી શકાય. • તમોગ્રંથિ ભેદાઈ જવાથી સમગ્ર ભવણ બાલધૂલીગૃહ' ની રમત જેવી લાગે છે. વરસાદના દિવસોમાં ભીની રેતીમાં બાળકો ઘરઘરની રમત રમે છે. સમ્યગુદૃષ્ટિ આત્માને સંસારની સર્વપ્રવૃત્તિઓ આ રમત જેવી લાગે છે. તેને સમકિતના લક્ષણનિર્વેદ સાથે તુલના કરી શકાય. તેનો સત્યપ્રતિવેગવધે છે. તે ઘર, શરીર, સંપતિને તે સ્વાવતુ જુએ છે. • સ્થિરાદષ્ટિમાં આવેલા યોગીને મોક્ષનું સાચું સ્વરૂપ સમજાય છે. તેને મોક્ષ ઉપાદેય લાગે છે. આ સમકિતનું સંગલક્ષણ છે. • સ્થિરાદેષ્ટિમાં મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમ કે ક્ષય સાથે અનંતાનુબંધી કષાયોનો પણ ક્ષયોપશમ કે ક્ષય થતો હોવાથી યોગીનો પ્રશમભાવપૂર્વની દૃષ્ટિઓ કરતાં વિશેષ શુદ્ધ અને દઢ બને છે. તે સમકિતના ઉપશમ ભાવ સાથે તુલનીય છે. • પ્રથમની ચાર દૃષ્ટિમાં જીવો પ્રત્યે અનુકંપા હોય છે પરંતુદ્રવ્ય અનુકંપાની ત્યાં પ્રધાનતા રહે છે. સ્થિરાદેષ્ટિમાં ભાવ અનુકંપાનીપ્રધાનતા છે, જે સમકિતનું અનુકંપાલક્ષણ છે. • મિત્રાઆદિચાર દૃષ્ટિઓમાં આત્મતત્ત્વની શ્રદ્ધા સમાન હોય છે પરંતુ આત્મસ્વરૂપની ઓળખાણમાં ફરક છે, જે સમકિતનું આસ્થા (આસ્તિકય) લક્ષણ છે. • સ્થિર દૃષ્ટિમાં યોગી ઈન્દ્રિય વિજેતા બને છે. હૃદય સુજુ અને કોમળ બને છે. વિવેક શક્તિ દ્વારા પદાર્થને યથાર્થપણે જાણે છે, જેને સમકિતની ત્રણ શુદ્ધિ સાથે સરખાવી શકાય. • સ્થિરા દૃષ્ટિમાં રહેલા સાધકમાં ગ્રંથિભેદ થતાં તત્ત્વબોધ રત્નપ્રભાના અજવાળા જેવો થઈ જાય છે. ભ્રાંતિ નામનો દોષટળે છે. જેને નિશક્તિ ગુણ સાથે સરખાવી શકાય. આતત્ત્વબોધ, અપ્રતિપાતી અને પ્રવર્ધમાન હોય છે, જેની મુખ્યત્વે ક્ષાયિક સમક્તિ સાથે તુલના કરી શકાય કારણકે ક્ષાયિક સમકિત અપ્રતિપાતિ અને સાદિ અનંત સ્થિતિનું છે. • સ્થિરાદેષ્ટિ પામેલો યોગી સમજે છે કે, ધર્મના ફળરૂપે પ્રાપ્ત થતાં ભોગસુખો પ્રાયઃ અનર્થકારી બને છે. ધર્મથી મળતાં સ્વર્ગાદિ સુખોમાં જીવો પ્રમાદી બની અનર્થના ભાજન બનતા હોય છે. ચંદન-કાષ્ઠનો અગ્નિ પણ બાળ્યા વિના ન રહે. આવી ભાવનાથી ભાવિત યોગી ભોગસુખમાં આનંદ માનતો નથી. તેના ચિત્તમાં તત્ત્વવિચાર જ