________________
૩૬૭
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
યશોવિજયજીએ ષસ્થાન ઉપર ‘સમકિતષસ્થાન ચઉપઈ બાલાવબોધ સહિતની રચના કરી છે. તે ગ્રંથનો મૂળ આધાર સિદ્ધસેન દિવાકર રચિત “સમ્મતિ તર્ક છે. આ બાલાવબોધ ઉપર સરળ ગુજરાતી વિવરણ મુનિ અભયશેખરવિજયજીએ કર્યું છે. તેમાં છ દર્શનોના વિચાર પ્રવાહોને પોતાની બુદ્ધિની સરાણે ચઢાવીને મૂક્યા છે. કવિયશોવિજયજીએ દર્શનની માન્યતાઓને ખંડિત કરી સ્યાદ્વાદદારતે સર્વનો સમન્વય સાધ્યો છે. કવિરષભદાસે છ ભાવનાઓનો કેવળનામોલ્લેખ કર્યો છે, જ્યારે કવિયશોવિજયજી ભાવનાને વર્ણવે છે.
ભાવિજેરા સમકિત જેહથી રૂઅહે, તેભાવનારીભાવીકરી મનપઅડું
જોસમકિતરોતાજુંસાજુંમૂળરે, તેવતતાદીએશિવફળ અનુકુળ જેનાથી સુંદર સમકિત ગુણને વધુ સુવાસિત બનાવી શકાય, તેનું નામ સમકિતની ભાવના છે.
પ્રથમ ભાવનામાં તેમણે કહ્યું છે - અનુકૂળ મૂળ રસાલ સમકિત સમકિતરૂપી મૂળને અનુકૂળ અને રસાળ એમ બે શબ્દો દ્વારા ઓળખાવ્યું છે. સમકિતરૂપી મૂળ તાજું અને અખંડ હોય તો, વ્રતોરૂપી વૃક્ષ મોક્ષરૂપી ફળ અવશ્ય આપે છે.
બીજી ભાવનામાં સમકિતને ધર્મરૂપી શહેરનું દ્વાર કહેલ છે, ત્રીજી ભાવનામાં સમકિતને પીઠ (પાયા) ની ઉપમા આપી છે. સમકિતરૂપીપાયો દઢહોયતો તેના પર ચણેલો ધર્મરૂપી મહેલસ્થિર રહે છે. કારણકે
પાયે ખોટે રીમોટે મંડાણનશોભિયે,
તેણે કારણરસમકિત શું ચિત્ત ભોલિયે. ખોટા પાયા પર મોટી ઇમારતની રચના અશોભનીય છે માટે સમકિતમાં ચિત્ત સ્થિર કરવું જોઈએ. કવિએ અહીં પણ યમક અલંકારના પુનરાવર્તિત ભાવને દઢ કર્યા છે. ચોથી ભાવનામાં સમકિતને સર્વ ગુણરૂપી રત્નોને સુરક્ષિત રાખવા માટેનો ભંડાર (નિધાન) કહેલ છે.
સમક્તિનિધાનસમસ્ત ગુણનું એવું મનલાવિયે,” તેહવિનાછુટારત્નસરિખા, મૂલ-ઉત્તરગુણસવે
કિમ રટે તાકેજેહહરવા,ચોરજોરભભવે..૫૯ અહીં કવિયશોવિજયજી એ મૂળ અને ઉત્તરગુણોને સમકિતવિના છૂટાંરત્નો સમાન ગણાવ્યા છે, તેમજ સમકિતનેનિધાન સમાન ગણાવ્યું છે. રત્નોની ચોરી કરવા કષાયોરૂપી ભયંકર કૂરચોરો તાકી રહ્યા હોય ત્યારે તેનું રક્ષણ શી રીતે થાય? સમકિતરૂપી તિજોરી વિના તે રત્ન ચોરાઈ જાય છે. અહીં કવિએ ચોર, જોર એવા શબ્દો વડે યમદઅલંકારના ભાવને લય દ્વારા કહ્યા છે.
- પાંચમી આધાર ભાવના છે. જેમ સર્વ પદાર્થોના આધાર પૃથ્વી છે, તેમ સર્વ ઉત્તમ ગુણોનો આધાર સમકિત છે. છઠ્ઠી ભાવનામાં કવિયશોવિજયજી કહે છે કે
નવિઢળે સમકિતભાવનો રસ અભિયરસસુંદરતણો. સમકિતરૂપી ભાજન મળે તો શાસ્ત્ર અને સદાચારનો રસતેમાંથી ઢળી શકે નહિ. સમકિતના ભાવનો રસ તો ન ઢળે પરંતુ અમૃત જેવા સંવરનો રસ પણ ન ઢળે. અહીં કવિ યશોવિજયજી એ સમકિતને ધર્મનું મૂળ, ધર્મનું