________________
૩૭૧
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
વાતો કરી છે, તેથી તેમની સજઝાય સંક્ષિપ્ત અને શાસ્ત્ર અભ્યાસીઓને ગમે તેવી છે.
ક્યાં એક શ્રાવક કવિ અને ક્યાં ન્યાયવિશારદ કવિ કવિ ઋષભદાસ શ્રાવક હોવા છતાં તેમણે આરાસને તત્ત્વસભર બનાવવા જે પ્રયત્નો કર્યા છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. કવિ યશોવિજયજીની સજઝાય સમજવા માટે વિવરણની જરૂર પડે છે કારણકે બધીજ પંક્તિઓ માર્મિક છે, જ્યારે કવિ ઋષભદાસની આ કૃતિ વિવરણાત્મક છે; તેથી સ્વયંસમજાય છે.
પંડિત કવિ બનારસીદાસ અને અન્ય કેટલાકનો નિશ્ચય તરફનો ઝોક હતો, એવા સમયે ઉપાધ્યાય યશોવિજયજીએ નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કરવા માટે આ સજઝાય અને અન્ય કૃતિઓની રચના કરી છે. કવિ યશોવિજયજીએ છ સ્થાનોની જે મીમાંસા કરી છે, તેનાથી એકાંત મતનું ખંડન સ્વયં થાય છે. કવિની સામે હરિભદ્રસૂરિનો આદર્શ છે, જ્યારે કવિ ઋષભદાસે આ હરિભદ્રસૂરિના સમ્યકત્વ સપ્તતિકાનો વિસ્તાર કર્યો છે, જેથી શ્રોતાઓ ઉપાશ્રયની અંદર ધર્મકથા સાંભળવા આવે, ત્યારે તેઓને તાત્ત્વિક વિષયને સમજવામાં સરળતા થાય. વળી તેમને અન્ય ગ્રંથોની સહાયતાનલેવી પડે. એ સાથે જ અન્ય વિષયોનું જ્ઞાનપણએકજરાસમાંથી મળી જાય; એવો શ્રાવક કવિ ઋષભદાસનો એક હેતુ છે.ચાતુર્માસ દરમ્યાન અથવા શેષકાળમાં સાધુ-સાધ્વીજી મહારાજ બપોરના સમયે શ્રોતાજનો અથવા શ્રાવક-શ્રાવિકા સમક્ષ આવી પ્રબંધ પ્રકારની કથાત્મક રાસકૃતિ વાંચતા હતા, એવી પૂર્વે એક પરંપરા હતી. આ રાસની કથાના માધ્યમથી તેઓને કાંઈકતાવિકજ્ઞાન મળે તે માટે પણ કવિ8ષભદાસેરાસકૃતિની રચના કરી છે.
કવિ ઋષભદાસે સમકિતના સ્વરૂપને ખૂબ વિસ્તારીને સ્પષ્ટ કર્યો છે. તેમજ વચ્ચે વચ્ચે અનેક કથાઓ મૂકીને શ્રોતાજનોનો રસ જળવાઈ રહે તેવી યોજના પણ કરી છે. તેમણે સાંભળનાર શ્રોતાજનોને સમકિતના સડસઠ બોલ ઉપરાંત સમકિત સંબંધી અન્ય જ્ઞાન મળી રહે તે માટે આરામ કૃતિમાં વિવિધ વિષયોને સમાવ્યા છે. મધ્યકાળની વર્ણનાત્મક આકર (વિશાળ) ગ્રંથની પ્રણાલિકાને તેઓ અનુસર્યા છે. તેમની રાસકૃતિ દીર્ઘસૂત્રી અને ક્યાંકનીરસ પણબનીછે.
કવિયશોવિજયજીના ગ્રંથનું અપૂર્વતાવિકમૂલ્ય છે, તો કવિત્રઋષભદાસકૃતતત્ત્વસભર રાસની યોજના પણ અમૂલ્ય છે. કવિઝષભદાસ આ એકજતત્ત્વસભર રાસ કરી અટક્યા નથી પરંતુ તેમણે ક્ષેત્રસમાસ રાસ'૫૮૨ કડીનો (ઇ.સ. ૧૬રર/સં. ૧૬૭૮, માઘવમાસ સુદ ૨, ગુરુવાર), નવતત્ત્વરાસ-૮૧૧ કડીનો (ઈ.સ. ૧૬૨૦/સં. ૧૬૭૬, કારતક વદ, અમાસ, રવિવાર), “જીવવિચારરાસ'-૫૦૨ કડીનો (ઇ.સ. ૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૫), શ્રાવકનાં બારવ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો “વ્રતવિચારરાસ' (ઇ.સ.૧૯૨૦/સં. ૧૬૭૬, કારતક વદ ૩૦) જેવી તત્ત્વસભર કૃતિઓનું નિર્માણ કર્યું છે. વિક્રમની સત્તરમી સદીના જૈન શ્રાવકકવિ પાસે સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષા સાહિત્યનું સારું એવું જ્ઞાન ગુરુઓ પાસેથી આગમશ્રવણ કરતાં પ્રાપ્ત થયું હોવાથી તેમણેવિપુલ સાહિત્યસર્જન કરી મધ્યકાલીનયુગમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.