________________
૩૬૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
હાથી બનાવે છે. તે સુથાર હાથીનો કર્તા કહેવાય છે પરંતુ સુથાર તો સુથારના શરીરમાં રહેલો આત્મા છે. નિશ્ચયનયથી આત્માસ્વગુણોનો કર્તા છે અને વ્યવહારનયથી કર્મનો કર્તા છે. સુથારનો આત્મા લાકડાના હાથીનો કર્તા ક્યાંથી થાય? પરંતુ ઉપચારથી પોતાના શરીર દ્વારા પોતાનો આત્મા કહોવાથીઉપચરિત વ્યવહારથી, તે હાથીનો પણકર્તાઆત્માગણાય છે.
આત્માકર્મનો કર્તા છે, માટે જ સ્વકર્મોના ફળોનો ભોક્તા છે. અહીંપણ કર્તાનિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિ સાથે લઈને ચાલે છે. સવાસો ગાથામાં કવિયશોવિજયજી કહે છે કે
નિશ્ચયહૃદય ધરીજી, પાલેજે વ્યવહાર
પુણ્યવંતને પામશેજી, ભવસમુદ્રનો પાર. સોભાગીજિના નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિના સમન્વયથી ભવ્યજીવો મોક્ષગામી બને છે. કવિયશોવિજયજીનિશ્ચય અને વ્યવહારનયથી આસ્થાનકનું રહસ્યપ્રગટ કરે છે.
ચેતનભોક્તાપુશ્ય-પાપફળ કેરો વ્યવહારે %
નિશ્ચયનયદેષ્ટિભુજેનિજ ગુણનેરો રે. આત્મા વ્યવહારનયથી પુણ્ય અને પાપકર્મોના ફળોનો ભોક્તા છે પરંતુ નિશ્ચયનય દૃષ્ટિએ આત્મા સ્વતંત્રપણે સ્વગુણોનો ભોક્તા છે.
જો આત્મા ભોક્તાન હોય તો કર્મથી મુક્ત થવા સમકિતની કે કોઈ સાધનાની પણ આવશ્યકતા જનરહે. વ્યવહારનયથી સંસારી આત્મા સ્વકર્મ અનુસાર પુણ્ય અને પાપકર્મોના ફળ ભોગવે છે. નિશ્ચયનયથી પૂર્ણ શુદ્ધાત્માસ્વતંત્રપણે પોતાના જ્ઞાન-દર્શનઆદિ ગુણોને જ ભોગવે છે.
આછપરમપદ અમલ અનંતસુખવાસોશ્વ
આધિવ્યાધિતન-મનથી લહીયે, તસઅભાવે સુખનાસોરે. કવિ કહે છે કે, અચળ અને અનંત સુખના ધામરૂપ મોક્ષ સ્થાનક છે. આધિ (માનસિક દુઃખો) વ્યાધિ (શારીરિક દુઃખો) રૂપદુઃખોનો મોક્ષમાં સર્વથા અભાવ હોવાથી અત્યન્ત સુખ જ છે.
મોક્ષ છે, માટે મોક્ષ મેળવવાના ઉપાયરૂપે સંયમ, જ્ઞાન, ક્રિયાની અવશ્યકતા છે. વળી, સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુચારિત્રનો સુમેળ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અસાધારણ ઉપાય છે. જ્ઞાનનય એકાંત જ્ઞાનને તેમજ ક્રિયાનયએકાંતક્રિયાને મોક્ષ પ્રાપ્તિમાં સ્વીકારે છે. ત્યારે કવિયશોવિજયજી કહે છે કે
જલપસી કર-પદનહલાવે તારા/કિમતરશે રે." મહાસાગર પાર કરવા પાણીમાં પડેલો તરવૈયો હાથ-પગ હલાવી તરવાની કોશિશ ન કરે તો શું એ મહાસાગર તરી શકશે? તેમએકાંતજ્ઞાનકે એકાંતક્રિયામોક્ષગામીબનીશકે? જ્ઞાનપૂર્વક સંયમકે સંયમપૂર્વક જ્ઞાન મોક્ષનું કારણ છે. આ પ્રમાણે જૈનદર્શનમાં મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયાનો વિસંવાદ નથી, એવું કવિ યશોવિજયજીએ છઠ્ઠા સ્થાનકમાં દર્શાવેલ છે. અહીં પણ નિશ્ચય અને વ્યવહારનો સમન્વય દર્શાવેલ છે. વ્યવહારથી ત્રિરત્નનું એકીકરણ એ મોક્ષ મેળવાનો ઉપાય છે. નિશ્ચયનયથી ત્રિરત્નનું સંપૂર્ણપ્રગટીકરણ અર્થાત શુદ્ધ આત્મતત્ત્વનું પ્રગટીકરણએ મોક્ષ છે.