________________
૩૬૮
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
દ્વાર, ધર્મનો પ્રાસાદ, ધર્મનો ભંડાર, ધર્મનો આધાર અને ધર્મનું પાત્ર કહેલ છે. છ ભાવનાઓને વારંવાર વિચારવાથી સાધકના મનમાં સમકિતનું મૂલ્ય પ્રતિષ્ઠિત થવાથી ભાવનાઓ દૃઢ બને છે. આ છ ભાવનાઓ સમકિત ધર્મને દેઢ બનાવવાનું મોટામાં મોટું સાધન છે.
કવિ યશોવિજયજી ઢાળ-૧૨માં સમકિતના છ સ્થાનો દર્શાવેલ છે. સ્થાન (સ્થાનક) એટલે શું? તેનો ઉત્તર કવિની આ પંક્તિમાં મળે છે.
જ
‘ઠરે જિહાં સમકિત, તે થાનક’-જેમાં સમકિતસ્થિર થાય તેનું નામ સ્થાનક.
ચેતના લક્ષણ આત્મા છે તે પુદ્ગલ સાથે ક્ષીર-નીરની જેમ ભળી ગયો છે. તે બંને સ્વતંત્ર છે. તેની અનુભૂતિ કઈ રીતે થઈ શકે? અનુભવ માટે ભેદજ્ઞાનની આવશ્યક્તા છે. ભેદજ્ઞાનવડે આત્માની સ્વતંત્ર સત્તાનો અનુભવ થાય છે.
થાય.
અનુભવ હંસ ચંચુ જો લાગે તો નવિ દીસે વળગો રે. ૨૦૫
અનુભવ જ્ઞાનરૂપી હંસની ચાંચ જો પ્રાપ્ત થાય, તો આત્મા અને પુદ્ગલ સ્વતંત્ર છે; તેનો સાધકને અનુભવ
આત્માનિત્ય છે, એ બીજું સ્થાનક વર્ણવતાં કવિ યશોવિજયજી કહે છે -
બાળકને સ્તનપાન વાસનાં પૂરવ ભવ અનુસારે રે!°k
અહીં કવિ યશોવિજયજીએ આત્માની નિત્યતા સિદ્ધ કરવા બાળકના સ્તનપાનનું દેષ્ટાંત આપ્યું છે. પૂર્વભવના અનુભવ અનુસાર બાળકને સ્તનપાન કરતાં આવડે છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, આદિ પર્યાયોની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. દ્રવ્યથી આત્મા પોતાના ગુણોની અપેક્ષાએ અખંડિત છે, તેથી નિત્ય છે.
આત્મા કર્મોનો કર્તા છે. આ ત્રીજા સ્થાનકનું સ્વરૂપ દર્શાવતાં કવિ યશોવિજયજી કહે છે કેકુંભકાર જિકુંભ તણો જગ દંડા - ડઽદિક સંયોગે રે,
નિશ્ચયથીનિજ ગુણોનો કર્તા અનુપ ચરિત વ્યવહારો રે. દ્રવ્યકર્મનો નગરા-દિકનો તે ઉપચાર પ્રકાર રે.”
જેમ જગતમાં દંડ, ચક્ર વગેરેની મદદથી કુંભકાર ઘડાનું સર્જન કરે છે, તેમ યોગોની સહાયથી આત્મા કર્મોનો કર્તા છે. આ સમકિતનું ત્રીજું સ્થાનક છે. નિશ્ચયનયથી આત્મા પોતાના નિજગુણોનો કર્તા છે. અનુપચરિત વ્યવહારનયથી પુદ્ગલ દ્રવ્યરૂપ કર્મનો ર્તા છે, તેમજ ઉપચરિત પ્રકારના વ્યવહારનયથી પોતાના શહેર વગેરેનો પણ કર્તા બને છે.
નિશ્ચયનયથીસિદ્ધ ભગવાન કર્મના અકર્તા છે પરંતુ આત્મિકગુણોના કર્તા છે. પૂર્ણ શુદ્ધાત્માની અપેક્ષાએ આત્મા અકર્તા છે, જ્યારે અશુદ્ધ આત્માની અપેક્ષાએ શુદ્ધાત્મા થવા માટે સાધનાની આવશ્યકતા છે. જો આત્મા એકાંત અકર્તા હોય તો કર્મબંધ ન થાય. કર્મબંધ ન હોય તો મોક્ષની શી આવશ્યકતા? જ્યાં મોક્ષની આવશ્યક્તા નથી, ત્યાં સમકિતની શી આવશ્યકતા રહે? આત્મા કર્મનો કર્તા છે માટે મુક્ત થવા સમકિતની જરૂર છે. નિશ્ચયનય વાસ્તવિક છે. વ્યવહારનય લોકદૃષ્ટિથી વાસ્તવિક જણાતો હોય છે. દા.ત. કોઈ સુથાર પોતાના હાથે લાકડાનો